જાપાનમાં વડાપ્રધાન કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ, મચ્યો હડકંપ, શકમંદની ધરપકડ

Japan prime minister fumio kishida : જાપાની સમાચાર સેવા જિજી પ્રમાણે 15 એપ્રિલે વાકાયામા શહેરમાં એક ભાષણ દરમિયાન વડાપ્રધાન ફુમિયો કિશિદાની પાસે એક પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.

Written by Ankit Patel
Updated : April 15, 2023 09:54 IST
જાપાનમાં વડાપ્રધાન કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ, મચ્યો હડકંપ, શકમંદની ધરપકડ
જાપાની વડાપ્રધાન

જાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ શનિવારે વડાપ્રધાન ફૂમિયો કિશિદા કો વાકાયામાથી નીકળી ગયા હતા. જાપાની સમાચાર સેવા જિજી પ્રમાણે 15 એપ્રિલે વાકાયામા શહેરમાં એક ભાષણ દરમિયાન વડાપ્રધાન ફુમિયો કિશિદાની પાસે એક પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.

સમાચાર ફૂટેજમાં અધિકારીઓએ એક વ્યક્તિને પકડતા અને હટાવતા દેખાડ્યા છે. લોકોને પણ એ એરિયામાંથી હટાવ્યા અને વિસ્તાર ખાલી કરાવી દીધો હતો. આ ઘટનામાં કોઈ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. જાપાની મીડિયા અનુસાર પીએમ ફૂમિયો કિશિદાને ઘટના સ્થળથી સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ