Brazil Riot: બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના (Jair Bolsonaro)હજારો સમર્થકોએ કોંગ્રેસ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન પર આક્રમણ કર્યું છે. હજારો પ્રદર્શનકારીઓ બ્રાસીલિયાના વિશાળ થ્રી પોવર્સ સ્કેયરની મોટી ઇમારતોની સુરક્ષા બેરિકે઼ડ્સને ફગાવીને છતો પર ચડી ગયા હતા. તેમણે બારીના કોચ તોડી નાખ્યા હતા અને ત્રણ ઇમારતો પર હુમલો કર્યો હતો.
તાજા રિપોર્ટ પ્રમાણે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં બ્રાઝિલમાં થયેલી આ ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે લોકતાંત્રિક પરંપરાઓનું બધાએ સન્માન કરવું જોઈએ.
રમખાણોમાં સામેલ લોકો કોણ છે?
આ રમખાણોમાં સામેલ લોકો બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકો છે. બોલ્સોનારો ગત વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લુઇજ ઇનાસિયો લુલા ડા સિલ્વા સામે હારી ગયા હતા. આ પછી બોલ્સોનારોએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગરબડ થઇ છે અને તેમને પદ પરથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – સેનેગલમાં બે બસો વચ્ચે ભયાનક અકસ્માત, 40 લોકોના મોત, 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત
ચૂંટણીમાં પરાજય પછી બોલ્સોનારો શાંત હતા પણ તેમના સમર્થકો સતત ચૂંટણીમાં ગરબડીનો આરોપ લગાવી રહ્યા હતા. તેમણે એક મોટું વિરોધ પ્રદર્શન તેના વિરોધમાં ઉભું કર્યું હતું.
બોલ્સોનારોના સમર્થકો શું માંગણી કરી રહ્યા હતા?
પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકોની માંગણી હતી કે બ્રાઝિલની સેના આવે અને 1 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ લૂલોને દેશની કમાન સંભાળવાથી રોકે. લૂલા ડી સિલ્વાની જીત પછી તેમનો સતત વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન લૂલાના આધિકારિક ઉદ્ઘાટન પછી બોલ્સોનારોના સમર્થકોએ 8 જાન્યુઆરીએ મોટા પ્રમાણમાં પ્રદર્શન માટે સરકાર સામે ઓનલાઇન અભિયાન ચલાવ્યું હતું અને લોકોને રસ્તા પર આવવાની અપીલ કરી હતી.
રવિવારે બોલ્સોનારોના સમર્થકોએ બ્રાસીલિયાના પ્રાકા ડોસ ટ્રેસ પોડેરસ, થ્રી પોવર્સ સ્ક્વેયર સુધી માર્ચ કર્યું હતું, જ્યા દેશની સત્તાની ત્રણ શાખાઓ વાળી ત્રણ ઇમારત છે. પ્રદર્શનકારીઓનું મુખ્ય સમૂહ સૈન્ય મુખ્યાલયથી એક જૂલુસમાં લગભગ 8 કિમી પગપાળા ચાલ્યા, જ્યાં તે સપ્તાહથી ભેગા થઇ રહ્યા હતા.
સરકારનું શું કહેવું છે?
રાષ્ટ્રપતિ લુઈજ ઇનાસિયો લૂલા ડા સિલ્વા બ્રાસીલિયામાં હાજર ન હતા. સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા અને પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને હિંસા માટે પુરી રીતે દોષિત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ તેને ટ્રિગર કર્યું છે. દેશની ત્રણ શક્તિઓ પર હુમલો કરવા માટે બોલ્સોનારો જવાબદાર છે.