ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં અગ્રેસર છે. તયારે બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની દોડની બહાર નીકળી ગયા છે. જો ઋષિ સુનકની પ્રતિદ્વંદ્વી પાર્ટી પેની મોર્ડોટ 24 ઓક્ટોબર સુધી 100 સાંસદોનું સમર્થન નહીં મેળવી શકે તો બ્રિટનના પૂર્વ નાણાંમત્રી ઋષિ સુનક દેશના નવા વડાપ્રધાન બની શકે છે. 142 સાંસદ પહેલાથી જ સુનકનું સમર્થન કરી ચૂક્યાં છે. જ્યારે 29 સાંસદ વર્તમાનમાં મોર્ડાટની સાથે છે.
24 ઓક્ટોબરે સ્થાનિક સમયાનુસાર બપોરે બે વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે) મોર્ડેટને 100 સાંસદનું મર્થન નહીં મળે તો ઋષિ સુનક વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે.
બીજી તરફ બોરિસ જોનસને દવો કર્યો છે કે તેઓ વડાપ્રધાન પદની દોડમાંથી અળગા રહેશે કારણ કે સંસદમાં એક સંયુક્ત પાર્ટી પ્રભાવશાળી સરકાર માટે જરૂરી છે. તેમના રેસમાંથી હટવા પાછળનું એક કારણ બીજું પણ છે કે ઋષિ સુનક અને મોર્ડોટ સાથે સમજૂતી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે તેઓ 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવવામાં સારી સ્થિતિમાં છે. તેમણે બીબીસી સાતે વાત કરતા કહ્યું હતું કે, ‘છેલ્લા દિવસોમાં હું એ પરિણામ પર પહોંચ્યો છું કે આવું કરવું યોગ્ય નહીં હોય. તમે ત્યાં સુધી પ્રભાવી ઢંગથી શાસન ન કરી શકો જ્યાં સુધી સંસદમાં તમારી પાર્ટીમાં એક્તા ન હોય.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પૂર્વ નાણાંમત્રી ઋષિ સનકથી ગણા પાછળ છે.
જોનસને રવિવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે સારી બાબત એ છે કે હું પોતાનું નામાંકન નથી કરતો અને જે પણ સફળ થશે તેને મારું સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છું. ઉલ્લખનીય છે કે ઋષિ સુનક ભારતીય ટેક દિગ્ગજ ઇન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ છે.
વડાપ્રધાન પદ પરથી લિઝ ટ્રસે રાજીનામુ આપ્યા બાદ વિપક્ષમાં સામાન્ય ચૂંટણીની માંગનું પુનરાવર્તન થયું હતું. ત્યારબાદ ઋષિ સુનકે ટ્વીટ કરીને લખ્યું હતું કે યુનાઈટેડ કિંગડમ એક મહાન દેશ છે. પરંતુ અમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ. એટલા માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને તમારો આગામી વડાપ્રધાન બનવા માટે ઊભો છું. હું આર્થિક વ્યવસ્થાને સરખી કરવા માંગુ છું. પોતાની પાર્ટીને એક કરવા માંગુ છું. દેશ માટે કામ કરવા માંગુ છું.