scorecardresearch

‘બ્રિટનમાંથી તમને કાઢી મૂકવામાં આવશે…’ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર PM ઋષિ સુનકનું કડક વલણ, નવો કાયદો લાવવાની તૈયારી

Britain illegal immigrants : બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને વડા પ્રધાન ઋષિ સુનકે (rishi sunak) અંતિમ ચેતાવણી (warns) આપી છે, તેમણે કહ્યું – જો તમે અહીં ગેરકાયદેસર છો, તો તમે આશ્રયનો દાવો કરી શકતા નથી. તમે અમારા મોર્ડન સ્લેવરી પ્રોટેક્શનનો લાભ લઈ શકતા નથી, આવા લોકોને તેમના વતન અથવા અન્ય સુરક્ષિત દેશમાં મોકલી દેવામાં આવશે.

‘બ્રિટનમાંથી તમને કાઢી મૂકવામાં આવશે…’ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર PM ઋષિ સુનકનું કડક વલણ, નવો કાયદો લાવવાની તૈયારી
વડા પ્રધાન સુનક માટે ગેરકાયદેસર વસાહતીઓને રોકવા માટે સૌથી પહેલા બોટ રોકવી એ સૌથી મોટી પ્રાથમિકતા (ફોટો ક્રેડિટ – ઋષિ સુનક ટ્વીટર)

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ચેતવણી આપી છે કે, ગેરકાયદેસર દેશમાં પ્રવેશ કરશે, અથવા કર્યો હશે, તેઓને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે. તેમણે ફોક્સ ન્યૂઝને આપેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, કાં તો લોકો યોગ્ય રીતે બ્રિટન આવવાનું શરૂ કરે, નહીં તો તેમના પર કડક એક્શન લેવામાં આવશે. સુનકે કહ્યું કે, જો તમે ખોટી રીતે બોર્ડર ક્રોસ કરીને અહીં આવ્યા છો, તો આશ્રયનો દાવો ન કરી શકો. આ સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે, ગેરકાયદેસર વસાહતીઓને મોર્ડન સ્લેવરી પ્રોટેક્શનનો લાભ નહીં મળે.

બ્રિટિશ વડા પ્રધાને એક ટ્વિટ પણ કર્યું, જેમાં તેમણે લખ્યું, “જો તમે અહીં ગેરકાયદેસર છો, તો તમે આશ્રયનો દાવો કરી શકતા નથી. તમે અમારા મોર્ડન સ્લેવરી પ્રોટેક્શનનો લાભ લઈ શકતા નથી. તમે માનવ અધિકારોના ખોટા દાવા કરી શકતા નથી અને તમે અહીં રહી શકતા નથી.”

તેમણે એમ પણ કહ્યું કે, ગેરકાયદેસર રીતે દેશમાં આવનારને દેશનિકાલ કરવામાં આવશે અને તેમના અહીં આવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ગેરકાયદેસર રીતે યુકેમાં આવનારાઓને તેમના વતન અથવા અન્ય સુરક્ષિત દેશમાં મોકલી દેવામાં આવશે.

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે કાયદો

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટેના નવા કાયદા હેઠળ, ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને ગેરકાયદેસર રીતે પ્રવેશતા તમામ ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની કાનૂની ફરજ સોંપવામાં આવશે. વડા પ્રધાન સુનક માટે ગેરકાયદેસર વસાહતીઓને રોકવા માટે સૌથી પહેલા બોટ રોકવી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. ગયા વર્ષે 45,000 થી વધુ માઇગ્રન્ટ્સ નાની હોડીઓમાં સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડના દરિયાકાંઠે પહોંચ્યા હતા. 2018 થી, તેમાં દર વર્ષે 60 ટકાનો વધારો થયો છે.

નવા કાયદામાં નિયમો બદલાશે

યુકેમાં ગેરકાયદેસર વસાહતીઓને સરહદ પાર કર્યા પછી આશ્રય મેળવવાની મંજૂરી આપતો કાયદો છે. સ્થળાંતર કરનારાઓને તેમનો કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી રહેવાની છૂટ છે, પરંતુ નવો કાયદો આવા સ્થળાંતર કરનારાઓને આશ્રયનો દાવો કરતા અટકાવશે.

આ પણ વાંચો‘આવુ જ ચાલતુ રહ્યું તો – જાપાન ‘ગાયબ’ થઈ જશે’, પીએમના સલાહકારે કરી ચિંતા વ્યક્ત

અધિકાર જૂથો અને વિરોધ પક્ષોએ નવા કાયદાની ટીકા કરી છે. તેઓ કહે છે કે, આ યોજના નિર્બળ શરણાર્થીઓ માટે અન્યાયી છે. યુકેએ પહેલાથી જ દેશનિકાલ લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે, ગયા વર્ષે કેટલાક આશ્રય શોધનારાઓને રવાંડામાં સ્થાનાંતરિત કરવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જો કે, યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના મનાઈ હુકમ દ્વારા ગયા વર્ષે જૂનમાં આ યોજનાને ગ્રાઉન્ડ કરવામાં આવી ત્યારથી રવાડાની કોઈપણ ફ્લાઈટ્સ યુકેમાંથી નીકળી નથી.

Web Title: British prime minister rishi sunak warns illegal immigrants will be deported new law prepared

Best of Express