ભારતના ચંદ્રયાન 3 બાદ આ દેશ પણ મોકલવા માંગે છે ચંદ્ર પર રોવર, NASA પાસેથી લઇ રહ્યો છે મદદ

Australia, Moon Mission, Moon Rover : ઓસ્ટ્રેલિયા પણ પોતાના રોવર ચંદ્ર પર મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે. પરંતુ તે નાસાની મદદથી આ કામ કરવા જઈ રહ્યો છે. જોકે, ભારતે ચંદ્રયાન 3 માટે કોઈની મદદ લીધી નથી. ઓસ્ટ્રેલિયા નાસાની મદદથી પોતાનું મૂન મિશન પુરુ કરશે.

Written by Ankit Patel
September 07, 2023 08:13 IST
ભારતના ચંદ્રયાન 3 બાદ આ દેશ પણ મોકલવા માંગે છે ચંદ્ર પર રોવર, NASA પાસેથી લઇ રહ્યો છે મદદ
ઓસ્ટ્રેલિયન ચંદ્ર મિશન

ભારતના ચંદ્રયાન 3 સંપૂર્ણપણે સફળ રહ્યું છે. ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર તેણે સફળ લેન્ડિંગ કરી લીધી હતી. ભારતના એક મિશને આખી દુનિયામાં નવી રાહ દેખાડવાનું કામ કર્યું છે. અનકે બીજા દેશોને પણ ચંદ્ર પર જવા માટે પ્રોત્સાહિત કર્યા છે. એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા પણ પોતાના રોવર ચંદ્ર પર મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે. પરંતુ તે નાસાની મદદથી આ કામ કરવા જઈ રહ્યો છે. જોકે, ભારતે ચંદ્રયાન 3 માટે કોઈની મદદ લીધી નથી. ઓસ્ટ્રેલિયા નાસાની મદદથી પોતાનું મૂન મિશન પુરુ કરશે.

ઓસ્ટ્રેલિયાનું મૂન મિશન

માનવામાં આવી રહ્યું છે કે નાસા જે Artemis મૂન મિશન છે. તેની સાથે જ ઓસ્ટ્રેલિયા પણ પોતાનું રોવર મોકલવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે 2026 સુધી ઓસ્ટ્રેલિયાનું આ મૂન મિશન પુરુ થશે. અહીં એ સમજવું જરૂરી છે કે ઓસ્ટ્રેલિયા એક રોબોટિક રોવર મોકલવા જઇ રહ્યું છે. ત્યાં તે ચંદ્રની માટીની તપાસ કરવા જઈ રહ્યું છે. એ જાણકારી મળી રહી છે કે ઓસ્ટ્રેલિયા પોતે પોતાના રોવરની ડિઝાઈન કરશે. તેને ચંદ્ર પર મોકલવા માટે નાસાની મદદ લઇ રહ્યો છે.

ભારતના ચંદ્રયાન 3 એ કેવી રીતે રચ્યો ઇતિહાસ?

ભારત પહેલો દેશ છે જેણે મૂન મિશન ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરાવ્યું છે. રશિયાના લૂના 25એ પણ કોશિશ જરૂર કરી પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. ચંદ્રની સપાટી પર ક્રેશ કરી ગયું હતું. ધીમિ ગતિએઆગળ વધતા ભારતના ચંદ્રયાન 3 પોતાના દરેક પડાવ પાસ કરતું ગયું અને દક્ષિણી ધ્રૂવ પર તેણે સફળ લેન્ડિંગ કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે જે જગ્યા પર ભારત ચંદ્રયાન 3 લેન્ડ થયું તે જગ્યાનું નામ શિવ શક્તિ આપવામાં આવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ