ભારતમાં 70 વર્ષ બાદ ચિત્તાની વાપસી થઇ છે. નામ્બિયાથી ચિત્તા લાવવા માટે ભારત અને નામિબિયા વચ્ચે કરાર થયા છે. જે અંતર્ગત ભારતે દ્રિપક્ષીય સહયોગના ક્ષેત્રમાં વિકાસની રફતારને સમર્થન આપ્યું છે. આ સાથે જૈવ વિવિધતાના અવિરત ઉપયોગ અને વ્યવસ્થાને વેગ આપવા માટે પણ સહમતિ વ્યક્ત કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય વેપારને લઇ કન્વેંશનની બેઠકોનો સમાવેશ છે.
જોકે બેઠકમાં હાથીદાંતના વેપાર માટે ઉલ્લેખ કરાયો નથી. પરંતુ નામિબિયાએ નામિબિયા, બોત્સવાના તેમજ દક્ષિણ આફ્રિકાથી પ્રાપ્ત હાથીદાંતના વેપાર માટે ભારતનું સમર્થન માંગી લીધું છે. આ સમર્થન CITESમાં લાંબા સમય સુધીની પ્રતિબધ્ધતા હેઠળ માંગવામાં આવ્યું છે.
નવેમ્બર માસમાં આ મુદ્દાને ફરી મતદાન માટે રાખવામાં આવશે અને ભારત જો હાથીદાંતના વેપાર માટે હામી ભરશે તો આ એક મહત્વપૂર્ણ બદલાવ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ 1980થી હાથીદાંતના વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાને સમર્થન આપ્યું હતું.
સમગ્ર મામલે ભારતના CITESના આયોજક SP યાદવને સવાલ કર્યો હતો કે, શું CITESની મળેલી 19મી બેઠકમાં હાથીદાંતના વેપાર પર લાગેલા પ્રતિબંધને હટાવવાનું ભારતે આશ્વાસન આપ્યું છે. જે અંગે SP યાદવએ જણાવ્યું હતું કે, અમે ભારત સરકારે આપેલા સ્ટેન્ડ પર હજુ પણ કામ કરી રહ્યાં છીએ.
નામિબિયાના પર્યટક મંત્રાલયના મુખ્ય જનસંપર્ક ઓફિસર રોમિયો મુયુન્ડાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરી હતી. જે અંતર્ગત રોમિયો મુયુન્ડાએ નિવેદન આપ્યું હતું કે, નામિબિયા અને અન્ય દેશોને હાથીદાંતના વેપાર માટે પરવાનગી મળી જાઇ તે તો સારી બાબત કહેવાય. ત્યારે હાથીદાંતના વેપાર માટે અમે અમારા કરાર અને સંબંધના આધારે ભારતનો સંપર્ક કર્યો છે. જેને લઇને રોમિયો મુયુન્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, વધુ એક દેશ અમારા સમર્થનમાં આવ્યો છે. એવામાં અમારા પ્રસ્તાવને સફળતા મળવાની સંભાવના વધી જાય છે.
20 જૂલાઇના રોજ પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નામિબિયાના ઉપપ્રધાન મંત્રી નેટુમ્બો નંદી-નદૈતવા સાછે વન્યજીવ સંરક્ષણ અને જૈવ વિવિધતાના ઉપયોગના કરાર કર્યા હતા. આ કરારને મંત્રી યાદવે ઐતિહાસિક ગણાવ્યો છે. ત્યારે આ કરારને કોઇપણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ડ્રાફટિંગમાં સમય લાગવાી આ મામલાને પ્રત્યક્ષ લાવવા માટે આની પાછળ રહેલા સંદર્ભને ટાળવામાં આવ્યો હતો. જોકે 2019માં હાથીદાંતના વેપારની નામિબિયાની દરખાસ્ત 4:1થી પરાજિત થઇ હતી. જોકે બંને પક્ષ એ વાતથી સારી રીતે અવગત છે કે, આ વખતે પણ આવો જ માહોલ હોવાથી ભારતના મતોનું કોઇ મહત્વ નહી રહે.
નામિબિયા સહિત બોત્સવાના, દક્ષિણ આફ્રિકા તેમજ જિમ્બાબ્વેનું માનવું છે કે, અમારા દેશોમાં હાથીની વસ્તીમાં ઉછાળો આવ્યો છે. ત્ચારે તેના દાંતોનો જે સંગ્રહ થો છે તેમને જો આંતરરાષ્ટ્રીય સ્તરે પર વેંચી શકાય તો હાથીઓનું સરક્ષણ અને સમુદાયને પ્રોત્સાહિત કરવા માટે આવક પેદા કરી શકાય. પરંતુ હાથીદાંત વેપારના વિરોધીઓનું કહેવું છે કે, વર્ષ 1999 અને 2008માં જ્યારે CITESએ હાંથીદાતના વેપારની મંજૂરી આપી હતી તો તે સમયે હાથીઓના શિકારમાં તીવ્ર વધારો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત વિવિધ રાજ્યોના વન વિભાગો પાસે 25 કરોડ ડોલરથી વધુની કિંમતનો હાથીદાંતનો ભંડાર છે. તેમ છતાં ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે હાથીદાંતના વેપાર પર લગાવેલા પ્રતિબંધને હટાવવાના વિરુદ્ધમાં રહ્યું છે. લગભગ ત્રણ દાયકાઓથી ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે હાથીદાંતના વેપારનો વિરોધ કરતો આવ્યો છે.
ખરેખર તો ભારત અને કેન્યાએ સાથે મળી દક્ષિ આફ્રિકી હાથિયોને પરિશિષ્ટ 1માં પરત લાવવા માટે CoP12 (2002)માં પ્રસ્તાવને પ્રાયોજિત કર્યો હતો. જેને લઇને CITESમાં ભારતના સદસ્ય વિવેક મેનને જણાવ્યું હતું કે, ગમે તે થાય મને આશા છે કે, ભારત હાથી દાંતના નિકાસ વિરુદ્ધ તેનું મજબૂત વલણ બનાવી રાખશે.
હાથી નિષ્ણાત અને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના સભ્ય રમન સુકુમારએ જણાવ્યું હતું કે, જો ભારત હાથીદાંતના વેપારના સમર્થનની વાત ખરી છે, તો આ નિર્ણય એક મહત્વપૂર્ણ બદલાવ લાવશે. કારણ કે ભારત વર્ષ 1990થી આફ્રિકી હાથીદાંતના નિકાસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધનું સમર્થન કરતુ આવ્યું છે. જોકે મારા માટે એ આશ્ચર્યની વાત નથી કે જે વિશાળ સંખ્યામા હાથીની વસ્તી ધરાવ છે તે મૃત હાથિયોના હાથી દાંતથી આર્થિક લાભ મેળવવાની વૃતિ ધરાવે છે. મને સમાચાર મળ્યાં છે કે, ભારત નામિબિયાના આ પ્રસ્તાવના સહયોગમાં પ્રમુખ છે.