Chicago Shooting: કેલિફોર્નિયા બાદ શિકાગોમાં સોમવારે થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. એક એપાર્ટમેન્ટમાં ઘુસીને કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું હતું જેમાં બે લોકોના મોત થયા હતા. અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પહેલા રવિવારે ચીનીલનવ વર્ષના એક કાર્યક્રમમાં અંધાધુંધ ફાયરિંગ થયું હતું જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. છેલ્લા 2 દિવસથી થયેલા આ ગોળીબારમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત નીપજ્યા છે.
શિકાગો પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે ફાયરિંગ બપોરે 1.45 વાગ્યે થયું હતું. પોલીસે કહ્યું કે શંકાસ્પદ આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ઉપ પોલીસ પ્રમુખ સીન લોગરને આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ ગણાવી હતી. એક સમાચાર બ્રિફિંગ દરમિયાન લોગરને કહ્યું કે આ કોઈ અચાનકથી થયેલી ઘટના નથી પરંતુ પ્લાનિંગ સાથે અંજામ આપવામાં આવ્યો છે.
લોગરને કહ્યું કે બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્રણ લોકોને ગંભીર હાલતમાં યુનિવર્સિટી ઓફ શિકાગો હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેમણે કહ્યું કે પીડિતોમાંથી એક મદદ માટે આશરે અડધો મીલ દૂર ગયો હતો.