Explained Desk : દેશના નેશનલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે,ચીનમાં ગયા વર્ષે ત્યાંની વસ્તીમાં આશરે 850,000 જેટલો ઘટાડો થયો હતો જે 60 વર્ષમાં પહેલી વાર થયો છે, 2022ના અંતે તેની વસ્તી લગભગ 1.41 અબજ થઈ ગઈ, સરકારે કહ્યું કે 2022માં ચીનમાં 9.56 મિલિયન લોકોનો જન્મ થયો હતો, જ્યારે 10.41 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા.
આ ઘટાડો, 1961 પછીનો ઘરખમ ઘટાડો કહી શકાય, તે વધુ સંભવિત બનાવે છે કે ભારત આ વર્ષે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવટો દેશ બનશે. માઓ ઝેડોંગ દ્વારા દેશની નીતિઓમાં મોટા પાયે ફેરફારોનું પરિણામ, 1961 એ ચીનના મહાન દુકાળનું છેલ્લું વર્ષ હતું.
ચાઇનાના નેશનલ આંકડાકીય બ્યુરોના વડા કાંગ યીએ પત્રકારોને જણાવ્યું હતું કે લોકોએ વસ્તીમાં ઘટાડા અંગે ચિંતા ન કરવી જોઈએ કારણ કે ” ઓવરઓલ મજૂર પુરવઠો હજુ પણ માંગ કરતા વધારે છે”. ગયા વર્ષે ચીનનો જન્મ દર 1,000 લોકો દીઠ 6.77 હતો, જે 2021 માં 7.52 જન્મના દરથી ઓછો હતો, જે રેકોર્ડ પરનો સૌથી ઓછો જન્મ દર દર્શાવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનને ઝટકો! અબ્દુલ રહેમાન મક્કી હવે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર, જાણો કેવા પ્રતિબંધો લગાવવામાં આવશે
2023માં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતું બનશે
20મી સદીમાં ભારત અને ચીન બંને, વસ્તી વૃદ્ધિને અસર કરતા મુખ્ય સૂચકાંકોના સંદર્ભમાં સમાન હતા, જેમ કે આયુષ્ય (વ્યક્તિએ સરેરાશ જીવવાની અપેક્ષા હોય તેવા વર્ષોની સંખ્યા), ક્રૂડ ડેથ રેટ (મૃત્યુની સંખ્યા 1,000 લોકો દીઠ વસ્તી) અને કુલ પ્રજનન દર અથવા TFR (એક સ્ત્રી, સરેરાશ, તેના જીવનકાળ દરમિયાન થતા બાળકોની સંખ્યા).
બંને દેશોમાં શિક્ષણના સ્તરમાં વધારો, જાહેર આરોગ્ય અને રસીકરણ કાર્યક્રમો, ખોરાક અને તબીબી સંભાળ ( medical care)ની સુલભતા અને પીવાના પાણી અને સ્વચ્છતા સુવિધાઓની જોગવાઈ સાથે મૃત્યુદરમાં ઘટાડો થાય છે. આ બન્યું હોવાથી પરિણામે ઘણા દાયકાઓથી વસ્તીમાં ધરખમ વધારો થયો છે.
રિપ્લેસમેન્ટ રેટએ નજીકના ભવિષ્યમાં વર્તમાન પેઢીને બદલવા માટે એક મહિલાના દીઠ બાળકોની સંખ્યા છે. ચીનની TFR, તેની 2020 ની વસ્તી ગણતરી મુજબ, સ્ત્રી દીઠ 1.3 જન્મ દર હતા જે 2010 અને 2000 ની વસ્તી ગણતરીમાં 1.2 થી નજીવો વધારે છે, પરંતુ 2.1 ના રિપ્લેસમેન્ટ રેટથી ઓછો છે.
જ્યારે ભારતમાં પણ TFR (એક સ્ત્રી, સરેરાશ, તેના જીવનકાળ દરમિયાન થતા બાળકોની સંખ્યા) ધીમે ધીમે ઘટી રહ્યો છે, વધુ મહત્વનું કે તે વર્કિંગ એજ પોપ્યુલેશનમાં થયું છે. એકંદર વસ્તીમાં તેનો હિસ્સો માત્ર 2007માં 50%ને વટાવી ગયો હતો અને 2030ના મધ્યમાં તે 57%ની ટોચે પહોંચશે. તેથી, ભારત વર્ષ 2040 ના દાયકામાં તેના “વસ્તી વિષયક ડિવિડન્ડ” (demographic dividend) માટે સારી તકો છે, જેમ કે ચીને 1980 ના દાયકાના અંતથી 2015 સુધી કર્યું હતું, જે યુવા વસ્તી માટે અર્થપૂર્ણ રોજગારની તકોના નિર્માણ પર આધારિત હતું.
વન-ચાઈલ્ડ પોલિસીની અસર
ચીનમાં સંખ્યામાં ઘટાડો થવા પાછળનું એક કારણ 1980 અને 2015 વચ્ચે લાદવામાં આવેલી વન ચાઈલ્ડ પોલિસી છે, જેમાં કપલના બાળકોની સંખ્યા એક સુધી મર્યાદિત કરાઈ હતી.ચીને કહ્યું છે કે આ નીતિએ લગભગ 400 મિલિયન જન્મ દર રોકવામાં મદદ કરી છે, પરંતુ જેમ જેમ કાર્યકારી વયની વસ્તીમાં લોકોનું પ્રમાણ ઘટવાનું શરૂ થયું હતું ત્યારે આ પોલિસી ચિંતાનો વિષય બની ગઈ હતી.
દેશના સ્ટેટેસ્ટિક બ્યુરોએ જણાવ્યું હતું કે 16 અને 59 વર્ષની વચ્ચેની વર્કિંગ એજ પોપ્યુલેશન કુલ 875.56 મિલિયન છે, જે નેશનલ પોપ્યુલેશનના 62.0% હિસ્સો ધરાવે છે, જ્યારે 65 અને તેથી વધુ વયના લોકોની કુલ સંખ્યા 209.78 મિલિયન છે, જે ટોટલ 14.9% છે. પુરૂષોની સંખ્યા મહિલાઓની સંખ્યા કરતા વધી છે, પુરુષોની સંખ્યા 689.69 મિલિયનથી વધીને 722.06 મિલિયન થઈ છે, જે લિંગ-પસંદગીયુક્ત જન્મો (sex-selective births) ને પ્રતિબિંબિત કરે છે.
નીચા જન્મ દર પ્રોત્સાહન છતાં ફેરફાર નહિ
ઉચ્ચ શિક્ષણ ખર્ચ અને જીવનનિર્વાહના ખર્ચે ઘણા લોકોએ બાળકોને જન્મ આપવાનું કરવાનું બંધ કરી દીધું છે, તેમ છતાં સરકાર દ્વારા સંખ્યાબંધ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે. 2016 થી, તમામ પરિણીત કપલને બીજા બાળકની મંજૂરી આપવામાં આવી હતી અને 2021 માં, બેઇજિંગે કહ્યું હતું કે તે કપલને ત્રણ બાળકોની મંજૂરી આપશે. આ ચીન માટે કઈ નવું નથી, અને જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો તેમજ યુરોપના અન્ય દેશોમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
નાના બાળકોનું પાલનપોષણ કરનારા લોકો માટે કામના કલાકોમાં ફેરફાર, વર્ક ફ્રોમ હોમના વિકલ્પો અને નાણાકીય પ્રોત્સાહનો જેવા પગલાં પણ જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ચીનમાં આવેલું એક શહેર, શેનઝેન, ત્યાં ત્રીજું બાળક ધરાવતાં કપલને બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી 6,000 યુઆન ($890) કરતાં વધુ વાર્ષિક ભથ્થું આપે છે. પરંતુ તેની મર્યાદિત અસર રહી છે.