scorecardresearch

ચીનમાં 5 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ, Guangzhou અને Zhengzhouમાં મિની લોકડાઉન

China Covid-19 cases rise : ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19ના સંક્રમણના (corona virus) 14,878 નવા કેસ નોંધાયા છે જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધારે છે.

ચીનમાં 5 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ, Guangzhou અને Zhengzhouમાં મિની લોકડાઉન

ચીનમાં કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ ફરી વધી રહ્યુ છે અને તેના કારણે કેટલાંક વિસ્તારમાં લોકડાઉન લાદવાની નોબત સર્જાઇ છે. ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19ના સંક્રમણના 14,878 નવા કેસ નોંધ્યા છે, જે છેલ્લા 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ છે. ચીનની રાજધાની બેઇજિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં કોરોના સંકમણના મોટી સંખ્યામાં કેસ નોંધાતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે.

મોટી સંખ્યામાં કોરોના સંક્રણના નવા કેસો નોંધાવાના કારણ ગુઆંગઝુ અને ઝેંગઝોઉમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ફરી વિક્ષેપ પડ્યો છે.

નેશનલ હેલ્થ કમિશન (NHC) એ રવિવારે જણાવ્યું હતું કે, ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19 વાયરસના સંક્રમણના 14,878 નવા કેસન નોંધાયા છે જ્યારે 11 નવેમ્બરે 11,950 કેસ નોંધાયા હતા. ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્રમજનક 235 નવા દૈનિક કેસ નોંધાયા છે, જેની સંખ્યા એક દિવસ અગાઉ 116 કેસ હતી.

હેનન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં એપલ કંપનીના સપ્લાયર ફોક્સકોનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલો છે, જેમાં દૈનિક 2,642 નવા કેસ નોંધાયા છે. ફોક્સકોને કહેવુ છે કે, કોરોના મહામારીને નિયંત્રિત કરવાના પગલાંને કારણે કામગીરી ખોરવાઈ ગયા બાદ નવેમ્બરના બીજા પખવાડિયામાં ઉત્પાદન પ્રવૃત્તિ સંપૂર્ણપણે ફરીથી શરૂ કરવાનું લક્ષ્ય છે.

સત્તાવાર મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા કે કારણ કે સ્માર્ટફોન હેલ્થ એપ્લિકેશન પર “પોપ-અપ વિન્ડોઝ” ડિલિટ કરવાનું કાર્ય જે લોકોને બેઇજિંગમાં પ્રવેશતા અથવા પાછા ફરતા અટકાવે છે તેમાં વધારો થયો છે અને ઘણી જગ્યાએ અમલમાં છે. અનિયંત્રિત અવરજવરને મંજૂરી આપવા માટે હેલ્થ એપ્લિકેશનને નેગેટિવ પીસીઆર ટેસ્ટની જરૂર છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને રવિવારે જણાવ્યુ હતુ કે, ચીનમાં કોરોના મહામારીના દૈનિક કેસોની સંખ્યા હવે 15,000ની નજીક પહોંચી રહી છે. ચીનમાં પાછલા સપ્તાહે કોરોના વાયરસના સંક્રણના કેસોમાં વૃદ્ધિ ‘ઝીરો કોવિડ રણનીતિ’ની વચ્ચે અવરોધો ઉભા કરી રહી છે, જેમાં આ વાયરસથી સંક્રમિત તમામ વ્યક્તિને આઇસોલેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

Web Title: Chinas daily covid19 case hits in five month high mini lockdown in guangzhou and zhengzhou

Best of Express