Corona Virus:અમેરિકી સીનેટના રિપોર્ટમાં કોરોના વાયરસને લઇને સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચીનના લેબથી કોરોના વાયરસ ફેલાવવાની વાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચીનની વુહાન લેબની ભૂમિકાને લઇને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને લઇને ફરી એક વખત ચર્ચા થવા લાગી છે કે ઘાતક વાયરસ ચીનની વુહાબ લેબથી નીકળ્યો છે. અમેરિકી સીનેટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.
ગુરુવારે અમેરિકી સીનેટમાં તે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો જેમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે મહામારીનો તે વિશાશકારી વાયરસ ચીનની વુહાન લેબમાંથી નીકળ્યો હતો. આ રિપોર્ટમાં એ વાતની ચર્ચા કરવામાં આવી કે મહામારીનો કોરોના વાયરસ કેવી રીતે એક લેબથી નીકળીને આખી દુનિયામાં તબાહી મચાવી હતી. જોકે રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી છે કે તેને શ્યોર રીતે સાચું માનવાની હાલ પુરતી સાબિતી નથી.
આ પણ વાંચો – પાકિસ્તાનને ખુલ્લુ પાડવા માટે UNSCની મિટિંગમાં ભારતે વગાડી સાજિદ મીરની ટેપ
રિપોર્ટમાં બાઇડેન પ્રશાસન પર દબાણ બનાવવાનો પ્રયત્ન
Bloomberg ના રિપોર્ટ પ્રમાણે એ માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો આ રિપોર્ટ યૂએસ સીનેટમાં વિપક્ષની રિપબ્લિકન પાર્ટીએ બાઇડેન પ્રશાસન પર દબાણ બનાવવા માટે રજુ કર્યો હતો. જેથી તે કોરોના વાયરસ સંક્રમણની લેબ લીક થ્યોરીને વધારે ગંભીરતાથી ના લે. કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાયો તે એક પક્ષપાતપૂર્ણ મુદ્દો બની ચુક્યો છે.
વૈજ્ઞાનિકોમાં પણ કોવિડની લેબ લીક થ્યોરીને લઇને મતભેદ
હજુ પણ ઘણા વૈજ્ઞાનિક ઓગસ્ટના મહિનામાં આવેલા સાયન્સ મેગેઝીનના એક આર્ટિકલમાં આવેલા આ પરિણામના સમર્થનમાં જોવા મળ્યા કે ચીનના વુહાનમાં ભીડ-ભાડ વાળી સી ફૂડ માર્કેટમાં પ્રાણીઓમાંથી માણસમાં ફેલાયો છે. જ્યારે કોવિડ-19ની લેબ લીક થ્યોરી ઉપર પણ ઘણા વૈજ્ઞાનિકોએ મતભેદ જાહેર કર્યા છે.