Contaminated Cough Syrup : ઇરાકમાં વેચાતી ભારત નિર્મિતિ કફ સીરપ દુષિત,WHO એ આપી ચેતવણી

Contaminated Cough Syrup : સમાન દૂષિત ભારતમાં બનાવેલ સીરપ ગામ્બિયામાં 70 બાળકો, ઉઝબેકિસ્તાનમાં 18 બાળકો અને કેમરૂનમાં 6 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા છે. જાણો શું છે સંપૂર્ણ કિસ્સો,

Written by shivani chauhan
August 08, 2023 10:12 IST
Contaminated Cough Syrup : ઇરાકમાં વેચાતી ભારત નિર્મિતિ કફ સીરપ દુષિત,WHO એ આપી ચેતવણી
WHO અને દૂષિત કફ સિરપ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા દ્વારા કરવામાં આવેલી તપાસને પગલે ઇરાકમાં વેચાતા ભારતમાં ઉત્પાદિત દૂષિત સીરપ વિરુદ્ધ ચેતવણી જાહેર કરી છે. WHO એ જણાવ્યું હતું કે દૂષિતતાની જાણ “થર્ડ પાર્ટી દ્વારા 10 જુલાઈ 2023 ના રોજ WHO ને કરવામાં આવી હતી.”

ચેન્નાઈના મુખ્ય મથક ફોર્ટ્સ લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત પેરાસિટામોલ સીરપ કોલ્ડ આઉટ માં 0.25% ડાયેથિલિન ગ્લાયકોલ (DG) અને 2.1% ઇથિલિન ગ્લાયકોલ (EG) હોવાનું જાણવા મળ્યું હતું, WHO ચેતવણીએ જણાવ્યું હતું. મેડિકલ પ્રોડકશનમાં બંને દૂષકો માટે સ્વીકાર્ય મર્યાદા 0.10 ટકાથી વધુ નથી. લોકોને સિરિપના સેવન સામે ચેતવણી આપે છે, હેલ્થકેર ઓફિસર્સ પ્રતિકૂળ ઘટનાઓના અને રાષ્ટ્રીય નિયમનકારોને દેખરેખ વધારવા માટે જાણ કરે છે.

આ પણ વાંચો: Today News Live Updates, 8 August 2023 : અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે ચર્ચા, રાહુલ ગાંધી કરી શકે છે શરુઆત

સમાન દૂષિત ભારતમાં બનાવેલ સીરપ ગામ્બિયામાં 70 બાળકો, ઉઝબેકિસ્તાનમાં 18 બાળકો અને કેમરૂનમાં 6 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા છે. દવાના નિયમોથી વાકેફ નિષ્ણાતો કહે છે કે દૂષકોનો સૌથી સંભવિત સ્ત્રોત પ્રોપીલીન ગ્લાયકોલ અને ગ્લિસરીન જેવા સોલવન્ટ્સ છે જે સિરપ માટે ઉપયોગમાં લેવાય છે.

WHO ચેતવણીએ જણાવ્યું હતું કે, “આ ચેતવણીમાં પ્રોડકશનનો સબસ્ટાન્ડર્ડ બેચ અસુરક્ષિત છે અને તેનો ઉપયોગ, ખાસ કરીને બાળકોમાં, ગંભીર ઇજા અથવા મૃત્યુમાં પરિણમી શકે છે. આ ઉપરાંત, દૂષકો પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, બદલાયેલ માનસિક સ્થિતિ, પેશાબ કરવામાં અસમર્થતા, કિડનીની તીવ્ર ઇજા અને મૃત્યુ માટે જાણીતા છે.

આંતર-સરકારી સંસ્થાએ અત્યાર સુધી ડીઇજી અને ઇજીથી દૂષિત સિરપ માટે ગત ઓક્ટોબરમાં જારી કરાયેલી પ્રથમ ચેતવણીથી અત્યાર સુધીમાં પાંચ ચેતવણીઓ રજૂ કરી છે. પાંચ ચેતવણીઓમાંથી, માત્ર એક ઘટનામાં ઇન્ડોનેશિયા-નિર્મિત સીરપમાં દૂષણ સામેલ હતું જેના કારણે દેશમાં મૃત્યુ થયા હતા. આ કિસ્સાઓ ઉપરાંત, નાઈજીરિયાની નેશનલ એજન્સી ફોર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલ (NAFDAC) એ પણ મુંબઈ સ્થિત કંપની દ્વારા ઉત્પાદિત સિરપ સામે ચેતવણી જાહેર કરી છે .

આ પણ વાંચો: Lok sabha 2024 | ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી સાથે ખાસ વાતચીત, 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી,નૂંહ હિંસા વિશે શું શું કહ્યું?

આ વર્ષની શરૂઆતમાં, ભારતે આવા કિસ્સાઓને રોકવા માટે નિકાસ પહેલાં કફ સિરપનું ટેસ્ટ ફરજિયાત કર્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ અને શ્રીલંકાના આઇ ડ્રોપ્સ અને મલમમાં બેક્ટેરિયલ દૂષિત હોવાના રિપોર્ટ પણ મળ્યા છે. ભારતના આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ આ બાબતની જાણ કરતાં જણાવ્યું હતું કે: “અન્ય દેશોમાંથી દૂષણની આવી 13 ઘટનાઓ નોંધાઈ છે. જો કે, અમને એકલા ઉઝબેકિસ્તાન તરફથી આ બાબતે યોગ્ય જાણ મળી હતી.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ