હનીમૂન માટે હોટેલ પહોંચ્યું ‘કપલ’, બેડની સામે જ લગાવવામાં આવ્યો હતો હિડન કેમેરા, જાણો કેવી રીતે પકડાયો

hidden camera in hotel : મલેશિયાની હોટલમાં બનીમૂન મનાવવા ગયું હતું ચાઈનીઝ કપલ, ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં છુપાયેલ કેમેરા લગાવવામાં આવ્યો હતો, જો ધ્યાનથી ન જુઓ તો કોઈને ખબર નહીં પડે કે સ્વીચ બોર્ડમાં કેમેરા લગાવ્યો છે.

Written by Kiran Mehta
October 04, 2023 14:30 IST
હનીમૂન માટે હોટેલ પહોંચ્યું ‘કપલ’, બેડની સામે જ લગાવવામાં આવ્યો હતો હિડન કેમેરા, જાણો કેવી રીતે પકડાયો
હોટલના રૂમમાંથી મળ્યો કેમેરો (ફોટો સ્ત્રોત- સોશિયલ મીડિયા)

hidden camera in hotel : જ્યારે પણ આપણે ટ્રીપ પર જઈએ છીએ, ત્યારે આપણે ઘણી વાર હોટલમાં રોકાઈએ છીએ કારણ કે, હોટલમાં રહેવું સલામત માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હોટલના રૂમમાં કેમેરામાં કેદ થઈ જવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આવી સ્થિતિમાં લોકોને હોટલમાં રોકાયા બાદ રૂમની સારી રીતે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે એક કપલ તેમના હનીમૂન માટે હોટલ પહોંચ્યું ત્યારે તેણે બેડની સામે લગાવેલા કેમેરાને પકડી લીધો.

ચીનનું એક કપલ હનીમૂન માટે મલેશિયા આવ્યું હતું. તેણે Airbnb દ્વારા હોટેલ બુક કરાવી હતી પરંતુ, જ્યારે તે કપલ પહોંચ્યું ત્યારે તેમને બેડની સામે જ એક છુપાયેલ કેમેરા મળ્યો. ઝેનમેઈ બ્યુટી (મહિલા) એ જણાવ્યું કે, જ્યારે તેના પતિએ સવારે 3 વાગે ચેક ઈન કર્યા બાદ હોટલનો રૂમ ચેક કર્યો તો, તેને કેમેરો મળ્યો. જેની તસવીરો તેણે ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

લોકોને ચેતવણી આપવા માટે ચિત્રો શેર કરો

કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું કે, કેમેરા મળ્યા બાદ તેઓ હોટલ છોડીને બીજી હોટલમાં ગયા. જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે સમાધાન માટે કહ્યું અને પોસ્ટ ડિલીટ કરાવી દીધી. દંપતીએ જણાવ્યું કે, હોટેલે તેમની બદનામી કરવાનો આરોપ લગાવ્યો પરંતુ, બાદમાં તેઓએ તેમના પૈસા પણ પરત કરી દીધા. આ પછી, કપલે ફરીથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને લોકોને ચેતવણી આપવા માટે તસવીરો શેર કરી.

ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા, જો ધ્યાનથી ન જુઓ તો કોઈને ખબર ન પડે કે સ્વીચ બોર્ડમાં કેમેરા લગાવ્યો છે. દંપતીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા પછી, પોલીસ એક્શનમાં આવી ગઈ અને પોસ્ટને દૂર કરવા માટે દબાણ કરવાનો ઇનકાર કર્યો. મળતી માહિતી મુજબ, હવે પોલીસે હોટલ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જપ્ત કરી છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોદેવરિયા એક જ પરિવારના પાંચ લોકોની હત્યાની ઈનસાઈડ સ્ટોરી : બદલો લેવા જે સામે આવ્યું તેને રહેંસી નાખ્યા, બોળકોને પણ ના છોડ્યા

મલેશિયાના પર્યટન મંત્રી ટીઓંગ કિંગ સિંગે 24 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, જો હોમસ્ટે ઓપરેટર્સ અથવા રજિસ્ટર્ડ માલિકો કાયદાનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેલીમાં પ્રકાશિત એક અહેવાલમાં નિષ્ણાતોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, હોટલોમાં મોટાભાગના ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં કેમેરા લગાવવામાં આવે છે. જેમ કે પંખો, ટેબલ, ઇલેક્ટ્રિક બોર્ડ, કીહોલ, સ્મોક ડિટેક્ટર, ટેલિવિઝન રિમોટ વગેરે. આપણે તેને ટોર્ચ વડે સારી રીતે તપાસવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ