ચીનામાં કોરોના વાયરસના કેસો ફરી સતત વધી રહ્યા છે. અહીં 6 મહિના પછી કોરોના સંક્રમણથી એક મોત થયું છે. ચીન કોરોના સંક્રમણને રોકવા સતત પ્રયાસો કરી રહ્યું છે છતાં એ વ્યક્તિનું સંક્રમણને કારણે મૃત્યુ થયું છે.
રવિવારે અધિકારીઓએ ઘોષણા કરી હતી કે બીજિંગમાં એક 87 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ કોરોનાને કારણે થયું હતું. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનના 24 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પછી ચીને આખા દેશમાં કડક નિયમો લાગુ કરવાની ઘોષણા કરી હતી.
આ પણ વાંચો : ચીનમાં 5 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ, Guangzhou અને Zhengzhouમાં મિની લોકડાઉન
અહેવાલ મુજબ, રાજધાની બીજિંગમાં 87 વર્ષીય વ્યક્તિનું કોરોનના લીધે અવસાન થયું હતું. આ સાથે ચીનમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો 227 સુધી પહોંચી ગયો છે. અગાઉ છેલ્લી મોત શાંઘાઈમાં થયું હતું, જ્યાં ગરમી દરમિયાન કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. ચીન એ વાતનો દાવો કરે છે કે દેશમાં 92% લોકોને કોરોના વાયરસ વેકસીનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે.
ચીનમાં છેલ્લા દોઢ વર્ષથી સતત કોરોના સંક્રમણોને રોકવા માટે બોર્ડર બંધ રાખી હતી અને દેશમાં પણ ઘણી વખત લોકડાઉન કરાયું હતું. બીજિંગમાં અધિકારીઓએ લોકોને તેમના ઘરમાં રહેવા અને રોજ તપાસ કરવાની સલાહ આપી છે. બીજિંગના ચૌયાંગ જિલ્લામાં પણ કારોબાર બંધ કરાયા છે અને કેટલીક સીમિત સેવાઓને જ ખોલવાની પરવાનગી આપે હતી.