Crocodile Attack : કંબોડિયામાં 40 મગરોએ એક 72 વર્ષીય વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. તેના શરીરના અનેક ટુકડા કરી દીધા, વૃદ્ધને લોહી લુહાણ કરી ખાઈ ગયા. ભૂલ માત્ર એટલી હતી કે, તે વ્યક્તિ મગરના વાડામાં પડી ગયો અને પછી તેની સાથે જે થયું તે બધા જોઈ ચોંકી ગયા.
40 મગરો એક માણસને નોંચી-નોંચી ખાઈ ગયા
જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક વૃદ્ધ મગરોના ઈંડું આપવાના વાડામાંથી મગરમચ્છોને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માટે તેમણે લાકડીનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તે જ લાકડી એક મગર દ્વારા પકડી લેવામાં આવી હતી અને તેની મદદથી તે વ્યક્તિને પોતાની તરફ ખેંચી ગયો હતો. હવે 72 વર્ષીય વ્યક્તિ મગરના વાડામાં પડી ગયો, પછી બીજા 40 મગરોએ તેને ગેરી લીધો અને તેના પર હુમલો કર્યો.
આ પણ વાંચો – અમરેલી: ભાણીયામાં દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, 15 દિવસમાં માનવ પર હુમલાની સાતમી ઘટના
આ પહેલા પણ મગરમચ્છનો હુમલો થયેલો છે
આ હુમલામાં, માણસના ટુકડે-ટુકડા કરી મગરો ખાઈ ગયો હતો અને જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમને માત્ર લોહી જ જોવા મળ્યું હતું. આવી દુર્ઘટના પહેલીવાર નથી. આ પહેલા પણ કંબોડિયામાં આવી ઘટના જોવા મળેલી છે. વાસ્તવમાં કંબોડિયાના સિએમ રીપ શહેરને મગરોનો અડ્ડો માનવામાં આવે છે, અહીં ઘણા મગર રહે છે. આવી જ ઘટના વર્ષ 2019માં બની હતી, જ્યારે બે વર્ષની બાળકી મગરના વાડામાં પડી હતી. આ અકસ્માતમાં બાળકીનું મોત થયું હતું.