scorecardresearch

નેપાળમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, છ લોકોના મોત, દિલ્હી સુધી અનુભવાયા આંચકા

Earthquake in Nepal : મંગળવારે રાત્રે આશરે 1.57 વાગ્યે નેપાળ મણિપુરમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું એપીસેન્ટર નેપાળનું મણિપુર હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.

નેપાળમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, છ લોકોના મોત, દિલ્હી સુધી અનુભવાયા આંચકા
ભૂકંપની પ્રતિકાત્મક તસવીર

Nepal Earthquake: ભારતના પડોશી દેશ નેપાળમાં મંગળવારે મોડી રાત્રે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા છેક ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારત સુધી અનુભવાયા હતા. મંગળવારે રાત્રે આશરે 1.57 વાગ્યે નેપાળ મણિપુરમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું એપીસેન્ટર નેપાળનું મણિપુર હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. નેપાળમાં આવેલા ભૂકંપના કારણે છ લોકોના મોત થયાના સમાચાર છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે દિલ્હીમાં પણ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર આનું કેન્દ્ર ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાથી 90 કિલોમીટર દક્ષિણ પૂર્વ નેપાળની સીમા પાસે હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળમાં ભૂકંપના કારણે છ લોકોના મોત

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે દોતી જિલ્લામાં સ્થાનિક સમયઅનુસાર લગભગ 2.12 વાગ્યે ભૂકંપના આંચકાથી એક ઘર ધરાશાયી થયું હતું. જેના કાટમાળમાં દબાઈ જતાં છ લોકોના મોત નીપજ્યા હતા. 9 ડિસેમ્બરે સવારે 6.27 વાગ્યે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિલોમીટર નીચે હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતકોની ઓળખ હજી સુધી થઈ નથી. મૃતકોમાં એક મહિલા અને બે બાળકો હોવાની આશંકા છે. ડોટીના મુખ્ય જિલ્લા ધિકારી કલ્પના શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, પાંચ લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ભૂકંપના કારણે અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.

Web Title: Earthquake of magnitude 6 strikes nepal six dead tremors felt in delhi

Best of Express