બુધવારે વહેલી સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રિકેટર સ્કેલ પર 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ નેશનલ સેન્ટર્સ ઑફ સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સવારે 2.19 વાગ્યે નોંધાયેલો આંચકો 5 કિમી સુધીનો હતો.
નેપાળમાં સરખા સમયે 4.3 અને 3.8ની તીવ્રતાના 2 ભૂકંપ આવ્યા હતા, એનસીએસ અનુસાર બુધવારે સવારે 1.52 અને 1.08 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને ભૂકંપની આવવાની ઘટના દેશના બગલુંગ જિલ્લામાં અને કાઠમંડુના પશ્ચિમમાં નોંધાઈ છે. જે ઉત્તર પશ્ચિમમાં 218 km અને 220km દૂર આવેલા છે.
આ ઘટનાઓમાં હજુ સુધી કોઈ જાનહાનિનો રિપોર્ટ મળતા નથી.