scorecardresearch

ફુગાવો ઓછો થયો છતાં યુએસમાં હજુ પણ ઈંડા આટલા મોંઘા કેમ છે? જાણો અહીં

Eggs and inflation in US : યુએસ (US)માં ફુગાવા (inflation)ને કારણે ઈંડા (Eggs)ના ભાવમાં વધારો થતા સમગ્ર દેશમાં ગ્રાહકો માટે ખાસ કરીને, તહેવારોની મોસમમાં, સામગ્રી તરીકે ઈંડાનો ઉપયોગ કરી લોકપ્રિય વાનગીઓ બનાવવીએ ખરેખર મુશ્કેલ સાબિત થયું હતું.

ફુગાવો ઓછો થયો છતાં યુએસમાં હજુ પણ ઈંડા આટલા મોંઘા કેમ છે? જાણો અહીં
વિલંબિત બર્ડ ફ્લૂનો પ્રકોપ, ખોરાક, બળતણ અને મજૂરી ખર્ચમાં વધારો સાથે, ઇંડાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો. (ફોટો: એપી / ચાર્લ્સ રેક્સ આર્બોગાસ્ટ)

Arjun Sengupta : મરઘીઓને હાઈ-ફ્લાયર્સ તરીકે ઓળખવામાં આવતી નથી, પરંતુ હાલમાં યુ.એસ.માં ઈંડાની કિંમતોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. એક વર્ષમાં જ્યાં અમેરિકનોના કરિયાણાની બિલ આસમાને આંબતા હોય, તેમાં ઇંડાના ભાવમાં ખાસ કરીને તીવ્ર વધારો જોવા મળ્યો હતો.

એક વર્ષ અગાઉની સરખામણીમાં નવેમ્બર 2022માં સરેરાશ ઇંડાના ભાવમાં 49.1 ટકાનો ઉછાળો આવ્યો હતો, તે સમયગાળામાં તમામ કરિયાણાની વસ્તુઓમાં સૌથી મોટો વાર્ષિક ટકાવારી વધારો નોંધાયો હતો, ગ્રાહક ભાવ સૂચકાંક (consumer price index) અનુસાર, CNBCએ અહેવાલ આપ્યો હતો. ઉપરોક્ત સમયગાળામાં ગ્રેડ A ઇંડામાં ભાવમાં વધારો થયો હતો, સરકારી સ્ત્રોતો અને એપીના રિપોર્ટ અનુસાર એક ડઝનના $ 1.72 થી $ 3.59 (બમણા કરતાં વધુ) સુધી ભાવ પહોંચી ગયા હતા.

પરસ્પેકટીવ માટે, યુએસ બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર ડિસેમ્બર 2022 સુધીમાં એકંદરે “ખાદ્ય ફુગાવો (food inflation)” 10.4 ટકા હતો.

આ પણ વાંચો: Nepal plane crash : નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું વિજય માલ્યા સાથે ક્નેક્શન

ઈંડાના ભાવમાં વધારો થતા સમગ્ર દેશમાં ગ્રાહકો માટે ખાસ કરીને તહેવારોની મોસમમાં, મેઈન સામગ્રી તરીકે ઈંડાનો ઉપયોગ કરતી લોકપ્રિય વાનગીઓ બનાવવીએ આઘાતનજક હતું.

એવિયન ફ્લૂ સપ્લાયને અસર કરે છે

યુ.એસ.માં છેલ્લા એક વર્ષમાં ઈંડાના ભાવમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ જીવલેણ એવિયન ફ્લૂના વિવિધ પ્રકોપ હોઈ શકે છે. 11 જાન્યુઆરીના રોજ અપડેટ કરાયેલા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2022થી શરૂ થતા હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફલ્યુએન્ઝા (HPAI) A(H5) વાયરસથી લગભગ 58 મિલિયન પક્ષીઓ પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં 729 એફકટેડ થયા હોવાનો રિપોર્ટ છે. વર્ષ 2022 માં યુએસ ઇતિહાસમાં એવિયન ફ્લૂનો સૌથી ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો.

એવિયન ફ્લૂની આટલી મોટી અસર થવાનું કારણ એ છે કે તે ઘાતક (90-100 ટકા અસરગ્રસ્ત પક્ષીઓની હત્યા) તેમજ અત્યંત ચેપી બંને છે. યુ.એસ. ફેડરલ નિયમો અનુસાર, એકવાર ખેતરમાં ફલૂ મળી આવે તો ખેડૂતોએ તેમના બાકીના સ્ટોકને વધુ ફેલાવો અટકાવવા માટે મારી નાખવો જોઈએ.

એવિયન ફ્લૂના કારણે મૃત્યુ પામેલી લગભગ 58 મિલિયન ઇંડા આપતી મરઘીઓ, મરઘાં અને મરઘીઓમાંથી 43 મિલિયન કરતાં વધુ ઇંડા આપતી મરઘીઓ હતી, એપીના અહેવાલમાં જણાવાયું હતું. આનાથી દેશમાં ઈંડાના ઉત્પાદન પર મોટી અસર પડી છે. 20 ડિસેમ્બર, 2022ના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ડેટા અનુસાર, નવેમ્બર 2022માં ઇંડાનું ઉત્પાદન ઘટીને 8.87 બિલિયન ઇંડા થઈ ગયું હતું, જે એક વર્ષ અગાઉના 9.3 બિલિયન ઇંડાથી લગભગ 5 ટકા ઘટ્યું હતું.

માંગમાં સતત વધારો સામે આપત્તિ

જ્યારે આ આપત્તિજનક લાગતું નથી, પરંતુ 2022 ના ફ્લૂ ફાટી નીકળવાનો સમય ખાસ કરીને ખુબજ કપરો હતો. સપ્ટેમ્બર 2022 માં આશ્ચર્યજનક રીતે ફરી શરૂ થયો હતો. તે સામાન્ય રીતે વસંત ઋતુમાં વધારે હિટ થાય છે અને ઉનાળા સુધીમાં અદૃશ્ય થઈ જાય છે.

યુ.એસ.માં, તહેવારોના સમય ઈંડાનો વપરાશ નોંધપાત્ર રીતે વધુ થાય છે. ઇંડાનો ઉપયોગ તમામ પ્રકારની વાનગીઓમાં તેમજ શિયાળાના મહિનાઓમાં પ્રોટીનનો સસ્તો સ્ત્રોત હોવાથી વધારે સેવન કરવામાં આવે છે, વર્ષના આ નિર્ણાયક સમયે પુરવઠામાં વિક્ષેપ થયોએ બમણું નુકસાનકારક હતું.

આ પણ વાંચો: Today News Live Updates: પાકિસ્તાનને આંચકો! અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર

તહેવારોની મોસમમાં ઈંડાની વધતી કિંમતોને પહોંચી વળવા રેસ્ટોરાં અને બેકરીઓ દ્વારા ભાવમાં મોટાપાયે વધારો કરે તેવી શક્યતા છે.

2022માં માત્ર એવિયન ફ્લૂનો ઐતિહાસિક પ્રકોપ જોવા મળ્યો ન હતો, પરંતુ તેમાં સામાન્ય રીતે પ્રચંડ ફુગાવો પણ જોવા મળ્યો હતો. આનાથી પણ ઈંડાના ભાવમાં વધારો થયો હતો કારણ કે ઇનપુટ્સની કિંમત વધી હતી. કેટલાક નિષ્ણાતો માટે, તે બર્ડ ફ્લૂને બદલે ઇનપુટ ખર્ચમાં વધારો થઇ રહ્યો હતો જે ઇંડાના ભાવને આસમાને પહોંચવા પાછળનું મુખ્ય કારણ હતું.

અમેરિકન એગ બોર્ડ ટ્રેડ ગ્રૂપના પ્રમુખ અને સીઇઓ એમિલી મેટ્ઝે એપીને જણાવ્યું હતું કે,“જ્યારે તમે ઇંધણના ખર્ચ (fuel costs ) માં વધારો જોઈ રહ્યાં છો, અને તમે જોઈ રહ્યાં છો કે ખાદ્ય ખોરાકનો ખર્ચ 60% જેટલો વધી જાય છે, મજૂરી ખર્ચ, પેકેજિંગ ખર્ચ આ બધું વધી રહ્યું છે.”

યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ ડેટા દર્શાવે છે કે યુક્રેન-રશિયા સંઘર્ષના પગલે સપ્લાય ચેઇન સ્નાર્લ્સ, પાર્ટસની અછતને કારણે ફેક્ટરી માલની વધેલી કિંમતો અને વૈશ્વિક તેલના ભાવમાં વધારો, આ બધાએ 2022 માં એકંદર ફુગાવામાં 6.5 ટકા યોગદાન આપ્યું છે. આ ફુગાવાના વાતાવરણમાં એવિયન ફ્લૂના પ્રકોપથી માત્ર બેહદ વધારો થયો જે કોઈપણ સંજોગોમાં જોવા મળ્યો હોત.

ફોર્બ્સે અહેવાલ આપ્યો છે કે,કેટલાક રાજ્યોમાં, જેમ કે કેલિફોર્નિયામાં ઇંડાના ભાવ એક ડઝન માટે $7 જેટલા ઊંચા છે, જે મુખ્યત્વે રાજ્યના કાયદાને આભારી છે જેમાં ઇંડા ઉત્પાદકોને પાંજરા-મુક્ત મરઘીઓ ઉછેરવાની જરૂર છે, જે ગયા વર્ષથી અમલમાં આવી હતી, કારણ કે,પરંપરાગત રીતે પાંજરામાં ઈંડા મૂકતી મરઘીઓ કરતાં વધુ માનવીય માનવામાં આવે છે, આનાથી ખેડૂતોના ખર્ચમાં વધારો થાય છે કારણ કે સમાન સંખ્યામાં મરઘીઓ રાખવા માટે વધુ જમીનની જરૂર પડે છે.

ઇંડાની માંગમાં વધારો

ભાવમાં વધારો થવા છતાં, ઇંડાની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુએસડીએના અહેવાલ મુજબ 2012 અને 2021 વચ્ચે વપરાશમાં 17 ટકાનો વધારો થયો છે અને તે રેડ મીટથી પણ વધારે છે. આ પાછળનું એક સંભવિત પરિબળ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. રેડ મીટ તંદુરસ્ત પ્રોટીન વિકલ્પ તરીકે ગણવામાં આવે છે, ઇંડા મસલ્સ ગેઇન કરવા માંગતા લોકોના આહારમાં પ્રભુત્વ ધરાવે છે.

નોંધનીય છે કે, તેમની વધતી કિંમતો છતાં, ઇંડાને હજુ પણ પ્રોટીનનો સસ્તો સ્ત્રોત માનવામાં આવે છે. યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર, નવેમ્બરમાં એક પાઉન્ડ ચિકન બ્રેસ્ટની કિંમત સરેરાશ $4.42 હતી અને એક પાઉન્ડ ગ્રાઉન્ડ બીફ $4.85માં વેચાયું હતું. આનો અર્થ એ થયો કે ઈંડાના ભાવ વધારા છતાં, ઇંડાની માંગ પર ખરેખર અસર થઈ નથી. જે ઇંડાના ભાવમાં વધારો બમણો કરે છે.

યુનિવર્સિટી ઓફ અરકાનસાસના કૃષિ અર્થશાસ્ત્રી જાડા થોમસને એપીને જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં ઇંડાના ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે કારણ કે ઈંડાના ફાર્મર્સ ગયા વર્ષે બર્ડ ફ્લૂથી ગુમાવેલા તેમના ટોળાને સતત બદલી રહ્યા છે અને માંગ ઓછી થશે.

એકંદરે, યુ.એસ.માં ફુગાવો 2022 ના છેલ્લા મહિનામાં અને 2023 ની શરૂઆતમાં નોંધપાત્ર રીતે હળવો થયો છે, સંભવત રીતે ભવિષ્યમાં ઇંડાના ભાવમાં સરળતાથી ઓછો થવાની શક્યતા છે. જો કે, હાલમાં, પુરવઠો હજુ પણ પ્રી-એવિયન ફ્લૂના લેવલ ન હોવાથી, યુએસમાં ઈંડાની ખરીદી મોંઘી બની રહી છે.

Web Title: Eggs the united states inflation avian flu price rises world news international updates

Best of Express