અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં છેતરપિંડીના મામલામાં એટલાન્ટાની ફુલ્ટની કાઉન્ટી જેલમાં સરેન્ડર કર્યું છે. જોકે, સરેન્ડર કર્યાના 20 મિનિટ બાદ તેઓ બહાર આવી ગયા હતા. ટ્રમ્પના સરેન્ડરને જોતા જ જેલની બહાર સુરક્ષા કડક કરી દીધી હતી.
CNNના રિપોર્ટ અનુસાર ફુલ્ટન કાઉન્ટી શેરિફ કાર્યાલયે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મગશોટ રજૂ કર્યું છે. જેલ રેકોર્ડથી જાણી શકાય છે કે ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી અને કેદી નંબર P01135809ના રૂપમાં નોંધાવી હતી. ટ્રમ્પને ઓપચારિક રૂપથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ 2 લાખ ડોલરનો દંડ ભરવા પર ડોનાલ્ડ ટ્રમ્પને જામીન મળી ગયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મગશોટ પોસ્ટ કરતા ટ્વિટર પર પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા મહિના પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા ગુનાહિત કેસોમાં મેનહૈટનની કોર્ટમાં રજૂ થવા પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી.ટ્રમ્પ સામે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટારને મોંઢું બંધ રાખવા માટે પૈસા આપ્યા હતા. અને તેને સંતાડવા માટે આર્થિક રેકોર્ડમાં હેરાફેરી સહિત 34 આરોપ લગાવવામાં આવ્યા હતા.
કોર્ટમાં રજૂ થતા દરમિયાન તેમણે બધા આરોપોને ખોટા ગણાવીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવે એવો આદેશ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ ટ્રમ્પ કોર્ટમાંથી રવાના થયા હતા. આ મામલે આગામી સુનાવણી ચાર ડિસેમ્બરે થશે. ટ્રમ્પ ગુનાહિત કેસોમાં ધરપકડ થનારા પહેલા અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે.
અમેરિકાના ઇતિહાસમાં પહેલાવાર પૂર્વ રાષ્ટ્રપતિ સામે ગુનાહિત કેસ
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અત્યારના કે પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર ગુનાહિત કેસ ચલાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુનાહિત આરોપોનો સામનો કરનાર પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હતા. જેમની સામે મહાભિયોગ ચલાવવામાં આવ્યો છે. અમેરિકાના મેનહટ્ટન શહેરમાં ગ્રેડ જૂરીએ ગુરુવારે 2016ની ચૂંટણી અભિયાન દરમિયાન એક એડલ્ટ સ્ટારને મોંઢું બંધ રાખવા બદલ મોટી રકમ આપવામાં ટ્રમ્પ દોષી ઠર્યા હતા. ત્યારબાદ ગ્રેંડ જૂરીએ તેમની સામે અભિયોગ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું.





