France Eiffel Tower Bomb call : ફ્રાન્સ એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે ખાલી કરાવ્યું

France Eiffel Tower Bomb Police call : ફ્રાન્સના એફિલ ટાવરમાં બોમ્બ હોવાનો પોલીસને કોલ મળતા તુરંત એફિલ ટાવર ખાલી કરાવવામાં આવ્યું છે.

Written by Kiran Mehta
Updated : August 12, 2023 20:00 IST
France Eiffel Tower Bomb call : ફ્રાન્સ એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે ખાલી કરાવ્યું
ફ્રાન્સ એફિલ ટાવર ખાલી કરાવવામાં આવ્યું, પોલીસને બોમ્બની મળી માહિતી

France Eiffel Tower Bomb Police call : ફ્રાન્સના એફિલ ટાવરને ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસને માહિતી મળી છે કે, ત્યાં કોઈને બોમ્બ મળ્યો છે. હવે આ અફવા છે કે સત્ય, તેની તપાસ થઈ રહી છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈએ એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેના કારણે ત્યાં હાજર તમામ પ્રવાસીઓને પ્રોટોકોલ હેઠળ તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા.

શનિવારે પોલીસને મળેલી ધમકી બાદ સુરક્ષાના કારણોસર મધ્ય પેરિસમાં એફિલ ટાવર ખાલી કરાવવામાં આવ્યું હતું, તમને જણાવી દઈએ કે, એફિલ ટાવર ફ્રાન્સના સૌથી પ્રતિકાત્મક પ્રતીક તરીકે છે, જેમાં ગત વર્ષે 6.2 મિલિયન પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને આકર્ષ્યા હતા.

સાઇટનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે, બોમ્બ એક્સપર્ટ તેમજ પોલીસ એક માળ પર સ્થિત રેસ્ટોરન્ટ સહિત સમગ્ર વિસ્તારની તપાસ કરી રહી છે. એક પ્રવક્તાએ કહ્યું: “આવી પરિસ્થિતિમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે, જેમાં આ પ્રકારનું પોલીસે પગલું ભરવું પડે છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ