Israel Hamas war : UNમાં તત્કાલ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પસાર, ભારત સહિત 45 દેશોએ બનાવી દૂરી, ઈઝરાયેલે વધારે તેજ કર્યા હુમલા

Israel Hamas War, UN passes resolution : ઇઝારયલની ગાઝામાં બોમ્બવર્ષા સતત ચાલું છે. ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ હમાસ યુદ્ધને તત્કાલ રોકવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

Written by Ankit Patel
Updated : October 28, 2023 09:16 IST
Israel Hamas war : UNમાં તત્કાલ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પસાર, ભારત સહિત 45 દેશોએ બનાવી દૂરી, ઈઝરાયેલે વધારે તેજ કર્યા હુમલા
ઈઝરાયલ હમાસ યુદ્ધ અપડેટ સમાચાર

Israel Hamas war, Latest news updates : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલુ યુદ્ધનો આજે 21 મો દિવસ છે. પરંતુ હજી સુધી યુદ્ધનું કોઈ સમાધાન આવ્યું નથી. દુનિયાના તમામ દેશોના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી ચૂકી છે. પરંતુ ઇઝારયલની ગાઝામાં બોમ્બવર્ષા સતત ચાલું છે. ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ હમાસ યુદ્ધને તત્કાલ રોકવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે અમે વિવિધ પક્ષોથી તણાવ ઓછા કરવા, હિંસાથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એ પ્રસ્તાવથી દૂરી બનાવી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એ પ્રસ્તાવથી દૂરી બનાવી લીધી છે, જેમાં ઇઝરાયલ હમાસ સંઘર્ષમાં તત્કાલ માનવીય સંઘર્ષ વિરામનું આહ્વાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 193 સભ્યોએ જે 10માં આપાતકાલીન વિશેષ સત્રમાં ફરીથી મળ્યા હતા. જોર્ડન દ્વારા પ્રસ્તુત પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું અને બાંગ્લાદેશ, માલદીવ, પાકિસ્તાન, રશિયા અને દક્ષિણ આફ્રિકા સહિત 40થી વધારે દેશો દ્વાા સહ પ્રાયોજિત કર્યું હતું.

45 દેશોએ મતદાનથી બનાવી દૂરી

નાગરિકી સુરક્ષા અને કાયદા અને માનવીય દાયિત્વોને કાયમ રાખવા શીર્ષક વાળા પ્રસ્તાવને ભારે બહુમતીથી અપનાવવામાં આવ્યો હતો. જેમાં 120 દેશોએ આ પક્ષમાં મતદાન કર્યું હતું. 14એ આના વિરુદ્ધમાં અને 45 દેશોએ મતદાનથી દૂરી બનાવી લીધી હતી. ભારત ઉપરાંત મતદાનથી દૂરી બનાવનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુકેનો સમાવેશ થાય છે.

ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આપાતકાલીન વિશેષ સત્રમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ ઉપર પોતાની ટિપ્પણીમાં કહ્યું કે ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને આશ્ચર્યજનક નુકસાનને લઇને ચિંતિત છે. ચાલુ સંઘરષમાં નાગરિકોના મોત થઈ રહ્યા છે. ક્ષેત્રમાં શત્રુતા વધવાથી માનવીય સંકટ વધારે વધશે. દરેક પક્ષોએ પોતાની જવાબદારી દેખાડવી જોઈએ.

તેમણે કહ્યું કે ભારતે હંમેશા ઇઝારયલ ફિલિસ્તીન વચ્ચે વાતચીત થકી બે રાજ્ય સમાધાનનું સમર્થન કર્યું છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિભિન્ન પક્ષોથી તણાવ ઓછો કરવા અને હિંસાથી દૂરી બનાવી રાખવા અને સીધી શાંતિ વાર્તાને વહેલી તકે ફરીથી શરુ કરવા માટે સ્થિતિઓ બનાવવાની દિશામાં કામ કરવાનો આગ્રહ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ