જાપાની સેનાના બ્લેક હોક હેલિકોપ્ટર ઓકિનાવાના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં ગુરુવારે સાંજે રડારમાંથી અચાનક ગાયબ થઇ ગયું હતું, આ હેલિકોપ્ટર એક મિશન પર જય રહ્યું હતું અને ચાલાક દળના 10 મેમ્બરને લઈને જય રહ્યું હતું, જાપાની સેન્ય હેલિકોપ્ટરના રડારથી અચાનક ગાયબ થતા હાહાકાર મચી ગયો છે.
સેનાના એક પ્રવક્તા અને મીડિયા રિપોર્ટ અનુસાર, ઓકિનાવાના દક્ષિણ પ્રાંતમાં એક દ્વીપની પાસે ગુરુવારે 10 લોકોની સાથે એક જાપાની સેન્ય હેલિકોપ્ટર રડારથી ગાયબ થઇ ગયું હતું, ઓફિસરે વિગતવાર જણાવ્યા વગર કહ્યું હતું કે વિમાન સાંજે 4:30 વાગે ( 07:30 GMT) ની આસપાસ ગાયબ થયું હતું. ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ સ્થિતિનું મોનીટરીંગ કરી રહી છે અને જાણકારી કલેક્ટ કરવાની કોશિશમાં લાગી ગયા છે.
એક કલાકની ઉડાન ભરીને પાછું ફર્યું હતું હેલિકોપ્ટર, પરંતુ અચાનક થયું ગાયબ
સાર્વજનિક પ્રસારક NHK એ કહ્યું હતું કે હેલિકોપ્ટર દક્ષિણ કુમામોટો ક્ષેત્રમાં સેનાનું હતું, NHK અનુસાર, ઓકિનાવાના મિયાકો દ્વીપથી સાંજે 4:00 વાગ્યાથી પહેલી ઉડાન ભર્યાના એક કલાકની ઉડાન પછી પાછું આવવાનું હતું.
પ્રધાનમંત્રી કુમિયો કીશીદાએ પત્રકારોને વિગતવાર રૂપથી સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘ વિમાનમાં સવાર લોકોનું જીવન બચાવવું અમારી પ્રાથમિકતા છે.
કેટલાક દિવસ પહેલા અમેરિકાના કેટકીમાં ફોર્ટ કેમ્પબેલ સેન્ય વિસ્તારથી 48 કિલોમીટર દૂર 2 સેન્ય બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, તેમાં બેઠેલા 9 લોકો માર્યા ગયા હતા, ફોર્ટ કેમ્પબેલ પ્રવકતા નોડીશ થર્મએ કહ્યું હતું કે આ ઘટના 29 માર્ચની રાત્રે બની હતી. આ એક રૂટિન ટ્રેનિંગ મિશન હતું. અહીં જણાવી દઈકે 29 માર્ચની સાંજે 2 HH-60 Black Hawk હેલિકોપ્ટરએ ઉડાન ભરી હતી. આ 101મી એયરબોર્ન ડિવિઝનના હેલિકોપ્ટર્સ હતા. પરંતુ બંને થોડા ટાઈમ પછી ફોર્ટ કેમ્પબેલથી 48 કિલોમીટર દૂર ટ્રીંગ કાઉન્ટીમાં ક્રેશ કર્યું હતું.
આ પણ વાંચો: ફિનલેન્ડ નાટોમાં જોડાયું: રશિયા, પશ્ચિમ માટે ‘ફિનલેન્ડાઇઝેશન’ ના અંતનો શું અર્થ થાય છે
અમેરિકામાં ક્રેશ થયું હતું બ્લેક હોક
અહીં જણાવી દઈકે કે, એક હેલિકોપ્ટરમાં 5 જવાન બેઠા હતા. જયારે બીજામાં ચાર, ક્રેશ થયેલ હેલિકોપ્ટર એક વિસ્તારથી થોડા દૂર હાજર મેદાનમાં પડ્યું હતું, બ્લેક હોક હેલિકોપ્ટર અમેરિકાની મિલિટરી માટે સૌથી મહત્વપૂર્ણ હેલિકોપ્ટર છે, આ અટેક કરવા, ટ્રાન્સપોર્ટ કરવા, મેડિકલ એવેક્યુએશન, સર્ચ અને રેસ્ક્યુ જેવા મિશનમાં કામ આવે છે. આનો સૌથી વધુ ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન અમેરિકાએ કર્યું હતું.