hulk hogan : કુસ્તીબાજ હલ્ક હોગન 69 વર્ષે કરશે ત્રીજા લગ્ન, 25 વર્ષ નાની આ સુંદર યોગા ટીચર બનશે તેની દુલ્હન

hulk hogan Sky Daily engaged : પૂર્વ કુસ્તીબાજ (wrestling) હલ્ક હોગને તેના 25 વર્ષ નાની યોગા ટીચર (yoga instructor) સ્કાય ડેલી સાથે સગાઈ કરી છે, તેમણે જણાવ્યું કેવી રીતે બંનેની મુલાકાત થઈ અને કોને પ્રપોઝ કર્યું.

hulk hogan Sky Daily engaged : પૂર્વ કુસ્તીબાજ (wrestling) હલ્ક હોગને તેના 25 વર્ષ નાની યોગા ટીચર (yoga instructor) સ્કાય ડેલી સાથે સગાઈ કરી છે, તેમણે જણાવ્યું કેવી રીતે બંનેની મુલાકાત થઈ અને કોને પ્રપોઝ કર્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
hulk hogan Sky Daily engaged

પૂર્વ કુસ્તીબાજ હલ્ક હોગન અને સ્કાય ડેલીની સગાઈ

hulk hogan Sky Daily engaged : વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટના દિગ્ગજ હલ્ક હોગન 69 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરવાના છે. તેની સગાઈ 44 વર્ષીય યોગ ટીચર સ્કાય ડેલી સાથે થઈ છે. હલ્ક હોગને ડેટિંગના દોઢ વર્ષ પછી સ્કાય ડેલી સાથે સગાઈ કરી છે. હલ્ક હોગને આ સપ્તાહના અંતે લગ્નના રિસેપ્શનમાં તેની ગર્લફ્રેન્ડ સ્કાય ડેલી સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી.

Advertisment

લોસ એન્જલસ ટાઈમ્સના અહેવાલ મુજબ, હલ્ક હોગને જણાવ્યું કે, કેવી રીતે બંને ફ્લોરિડાના ટામ્પા સ્થિત એક રેસ્ટોરન્ટમાં સ્કાય ડેલીના મિત્રના રિસેપ્શનમાં મળ્યા હતા.

હલ્ક હોગને સ્કાય ડેલી સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરતાં કહ્યું, 'મેં સ્કાઈને જોઈ હતી, પછી અમે સાથે બેઠા, અમે વાતો કરી, પછી અમે એકલા સથે ઘરે જવાનું નક્કી કર્યું. જો કે, કારમાં બેઠા પછી, હું મારી જાતને સ્કાયને ફોન કરવાથી રોકી શક્યો નહીં.

હલ્ક હોગને કહ્યું કે તે સ્કાયને પ્રપોઝ કરતી વખતે ખૂબ જ નર્વસ હતો, પરંતુ ડેલીએ હા કહીને તેની ચિંતા દૂર કરી દીધી. હલ્ક હોગને કહ્યું, 'મેં સ્કાઈને પ્રપોઝ કર્યું અને તે એટલી 'પાગલ' હતી કે તેણે હા પણ પાડી દીધી.'

Advertisment

હલ્ક હોગને જીવનશૈલીમાં કરેલા ફેરફારો વિશે ખુલાસો કર્યા પછી આ સમાચાર આવ્યા છે. પૂર્વ કુસ્તીબાજે ખુલાસો કર્યો કે, તેણે સંપૂર્ણપણે દારૂ છોડી દીધો છે અને 40 પાઉન્ડ (9.70 કિલો) વજન પણ ઓછુ કર્યું છે.

હલ્ક હોગને 'મેન્સ હેલ્થ' માટે 'જીમ એન્ડ ફ્રિજ' વિડિયો સેશન દરમિયાન કહ્યું, 'હું હવે દારૂ બિલકુલ પીતો નથી, ટાયલેનોલ લેતો નથી. હું હવે સારું પાણી પીવા સિવાય કોઈ વ્યસન કરતો નથી. મેં છ મહિના પહેલા દારૂનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે.

છેલ્લા 2 લગ્નોમાંથી હલ્ક હોગનને 3 બાળકો છે

હલ્ક હોગનને તેના અગાઉના બે લગ્નોમાંથી ત્રણ બાળકો છે. તેણે 2009માં લિન્ડા હોગન અને 2021માં જેનિફર મેકડેનિયલથી છૂટાછેડા લીધા છે. તેને લિન્ડાથી બે બાળકો, બ્રુક અને નિક છે. બ્રુક 35 વર્ષનો છે અને નિક 32 વર્ષની છે. હોગને લિન્ડાથી છૂટાછેડા લીધા બાદ 2010માં જેનિફર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન 10 વર્ષ સુધી ચાલ્યા હતા.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ સ્પોર્ટ્સ