Imran Khan Disqualified News: પાકિસ્તાનના ચૂંટણી પંચે શુક્રવારે તોશાખાના સંદર્ભમાં ખોટી જાણકારી આપવા માટે અનુચ્છેદ 63 (1) (પી) અંતર્ગત પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાનને પાંચ વર્ષ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ ઈમરાન ખાન આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ જાહેરાત પછી ચૂંટણી પંચની ઓફિસ બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે.
પાકિસ્તાનના સંવિધાનના અનુચ્છેદ 63 (1) (પી) પ્રમાણે કોઇપણ નાગરિક આ કાનૂન અંતર્ગત મજલિસ-એ-શૂરા (સંસદ) કે પ્રાંતિય વિધાનસભાના સદસ્યના રુપમાં ચૂંટાવવા અને પદ પર રહેવા યોગ્ય રહેતો નથી. મુખ્ય ચૂંટણી અધિકારી સિકંદર સુલ્તાન રાજાની અધ્યક્ષતાવાળી ચાર સદસ્યોની પીઠે ઇસ્લામાબાદમાં ઇસીપી સચિવાલયમાં આ નિર્ણયની જાણકારી આપી છે. નિર્ણય પ્રમાણે ખોટી જાણકારી આપવાના કારણે ઇમરાન ખાન સામે આપરાધિક કાર્યવાહી શરુ કરવામાં આવશે.
2018માં સત્તામાં આવ્યા પછી ઇમરાન ખાને આધિકારિક યાત્રાઓ દરમિયાન અમીર અરબ શાસકો પાસેથી મોંઘી ભેટો મળી હતી. જે તોશાખાનામાં જમા કરી હતી. જોકે બાદમાં તેણે પ્રાસંગિક કાનૂનો પ્રમાણે ખરીદી અને વધારે નફો લઇને વેચી મારી હતી.
આ પણ વાંચો – પાકિસ્તાન વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે, અમેરિકી રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશાખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના વકીલે પણ સ્વીકાર્યું હતું કે ઈમરાને 5.8 કરોડ રૂપિયામાં ભેટ વેચી હતી. ઈન્કમટેક્સ રિટર્નમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્તમાન સરકારે કહ્યું હતું કે ઈમરાનને આરબ શાસકો પાસેથી અમૂલ્ય ભેટ મળી હતી, જે તેમણે વેચી દીધી હતી. જેમાં મોંઘી કાંડાની ઘડિયાળ, કફલિંકની એક જોડી, એક મોંઘી પેન, એક વિંટી અને ચાર રોલેક્સ ઘડિયાળ સામેલ હતી.
પીટીઆઈ સરકારમાં રહેતા 2018માં પદભાર ગ્રહણ કર્યા પછી ઇમરાન ખાનને આપવામાં આવેલી ભેટોનો ખુલાસો કરવામાં હિચકી રહ્યા હતા. એવું કહેતા કે આમ કરવાથી આંતરરાષ્ટ્રીય સંબંધોને ખતરો થશે. પાકિસ્તાન સૂચના આયોગે ભેટો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ઇસીપીને સોંપેલા એક લેખિત જવાબમાં ઇમરાને પ્રધાનમંત્રીના રુપમાં પોતાના કાર્યકાળ દરમિયાન મળેલી ઓછામાં ઓછા ચાર ભેટો વેચવાની વાતનો સ્વીકાર કર્યો હતો.