scorecardresearch

દિલ્હી પોલીસે વિદેશ મહિલાની હત્યાના આરોપીની કરી ધરપકડ, 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઇનામ કર્યું જાહેર

Indian nurse Rajwinder Singh Nurse In Australia wanted for murder :આ મામલામાં ઇન્સેફલમાં કે કરતા તબીબી સહાયક 38 વર્ષીય રાજવીન્દર સિંહ પ્રમુખ આ કેસમાં મુખ્ય શંકાસ્પદ હતા.

દિલ્હી પોલીસે વિદેશ મહિલાની હત્યાના આરોપીની કરી ધરપકડ, 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઇનામ કર્યું જાહેર

Delhi police: દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલે ૨૦૧૮ માં ક્વીન્સલેન્ડમાં એક ઓસ્ટ્રેલિયન મહિલાની હત્યા કરી હતી તે આરોપી રાજવિન્દ્ર સિંહની ધરપકડ કરી હતી. ક્વીન્સલેન્ડ પોલીસે આરોપી વિશે જાણકારીના બદલે ૧ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું જે આજ સુધીની સૌથી મોટી જાહેરાત છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયન HC, Barry O’Farrell AO એ શુક્રવારે ક્વીન્સલેન્ડ સરકાર દ્વારા ૧ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કરવાની ઘોષણા કરી હતી. આ ઈનામ ૨૦૧૮ માં થયેલ ઓસ્ટ્રેલિયન મહિલાની હત્યાના સંબંધમાં વાંછિત રાજવિંદર સિંહની સ્થિતિ અને ધરપકડની જાણકારી આપવા માટે હતું.

આ પણ વાંચો: પાકિસ્તાનના રક્ષા મંત્રીનો દાવો- ઇમરાન ખાને ભારત પાસેથી મળેલો ગોલ્ડ મેડલ પણ વેચી દીધો

2018 માં કવીન્સલેન્ડમાં થઇ હતી ઓસ્ટ્રેલિયન મહિલાની હત્યા

ઓસ્ટ્રેલિયા પોલીસે કવીન્સલેન્ડ માં 2018 માં એક સમુદ્ર તટ પર 24 વર્ષની ઓસ્ટ્રેલિયન મહિલાની હત્યા કરી ભારત ભાગી જનાર ભારતીય તબીબી સહાયકને પકડવા મદદ માટે સૂચના આપનારને 10 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. કવીન્સલેન્ડ પોલીસએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે ટોયા કોર્ડીન્ગલી ઓક્ટોબર 2018 માં કેઇનર્સથી 40 કિલોમીટર દૂર વાન્ગેટી બીચ પર પોતાના કૂતરાને લઈને બહાર ગઈ હતી, ત્યારે તેની હત્યા કરાઈ હતી. 21 ઓક્ટોબર, 2018 માં કોર્ડીન્ગલીની ગુમ થવાના સમાચાર મળ્યા હતા. તેની લાશ પછી સવારે કેઇનર્સના ઉત્તરમાં વાન્ગેટી બીચ પર મળી આવી હતી.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનની રાજધાની કીવ પર રશિયન મિસાઇલોનો હુમલો, 3 ના મોત

હત્યા પછી પત્ની અને બાળકોને લઈને થયો ફરાર

આ મામલામાં ઇન્સેફલમાં કે કરતા તબીબી સહાયક 38 વર્ષીય રાજવીન્દર સિંહ પ્રમુખ આ કેસમાં મુખ્ય શંકાસ્પદ હતા. કોર્ડિંગલીની હત્યાના બે દિવસ પછી તે તેની પત્ની અને ત્રણ બાળકોને છોડીને દેશમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ક્વીન્સલેન્ડ પોલીસે હવે રાજવિંદરની શોધમાં મદદ કરનારને 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર આપવાની ઓફર કરી હતી.

ઓસ્ટ્રેલિયન સરકારે માર્ચ 2021માં ભારતને સિંહના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી. નવેમ્બર 2022માં વિનંતી મંજૂર કરવામાં આવી હતી. રાજવિન્દર સિંહ ઇન્સેફલ ટાઉનમાં રહેતો હતો જ્યાં તે નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આરોપી રાજવિંદર મૂળ પંજાબના બુટ્ટર કલાનનો છે.

Web Title: Indian nurse rajwinder singh australia wanted for murder reward 10 lakh dollars queensland police

Best of Express