scorecardresearch

અમેરિકામાં ભારતીયોનો દબદબો! યોગી પટેલ સહિતના ભારતીયોને રિપબ્લિકન પક્ષમાં જોડાવવા આમંત્રણ

Swearing in of Michelle Steele : ફુલરટ્રોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સહિતની ટીમ દ્વારા મિસેલ સ્ટીલને સર્ટીફિક્ટ તેમજ કેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

yogi patel and NRI
યોગી પટેલ સહિત એનઆરઆઈ

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસની ચૂંટણીમાં ઓરેન્જ કાઉન્ટિમાંથી ચૂંટાયેલા મિશેલ સ્ટીલનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીયો દ્વારા મિશેલનું વિશેષ સમ્માન કરાયું હતું. અમેરિકામાં કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઓરેન્જ કાઉન્ટિમાંથી રિપબ્લિકન પાર્ટીના નેતા મિશેલ સ્ટીલ ચૂંટાયા હતા. જેમની શપથવિધનો કાર્યક્રમ યોજાયો હતો.

ફુલરટ્રોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સહિતની ટીમ દ્વારા મિસેલ સ્ટીલને સર્ટીફિક્ટ તેમજ કેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં રિપબ્લિકન પાર્ટીના ૮ શહેરોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નિરજ કુમાર, પરિમલ શાહ, સુરેન્દ્ર શર્મા, અમૃત ભંડારી અને નોરમા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીયો દ્વારા થયેલા સમ્માન બદલ મિશેલ સ્ટીલે ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઓરેન્જ કાઉન્ટિમાં વસતા ભારતીયોને તેમના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેને હલ કરવાની ખાતરી આપી હતી.

છેલ્લા ૧૦ વર્ષથી રિપબ્લિકન પાર્ટીમાં કાર્યરત રહેતા વરિષ્ઠ નેતા મિશેલ સ્ટીલે લેબોન હોસ્પિટાલિટી ગૃપના હોટેલિયર યોગી પટેલને તથા ભારતીયોને રિપબ્લિકન પક્ષમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું.

Web Title: Indians including yogi patel invited to join the republican party

Best of Express