ઇન્ડોનેશિયાના સ્ટેડિયમમાં ફૂટબોલ મેચમાં ટીમ હારતા પ્રશંસકો બન્યા બેકાબૂ, નાસભાગમાં 127 લોકોના મોત

Indonesia football match violence: ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભડકેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

Indonesia football match violence: ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભડકેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

ઇન્ડોનેશિયાના સ્ટેડિયમમાં હિંસા

ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન ટીમ હારી જતાં પ્રશંસકોમાં નાસભાગ અને હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં 127 લોકોના મોત નીપજ્યા હતા. ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભડકેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બે પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયાની પોલીસે ઘટનાની પુષ્ટી કરી છે.

Advertisment

ટીમ હારી જતાં ગુસ્સો ભરાયા પ્રશંસકો

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ઘટના ઈસ્ટ જાવાની છે. સમાચાર એજન્સી પ્રમાણે ઈસ્ટ જાવાના એક ફૂટબોલ મેદાનમાં ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. ફૂટબોલ મેચનું પરિણામ આવ્યું ત્યારે મેચ જોવા માટે પહોંચેલા પ્રશંસકોએ ગુસસે ભરાયા હતા. નારાજ ફેંસ ફૂટબોલ મેદાનમાં ઘૂસ ગયા હતા અને તોફાન કરવાનું શરુ કર્યું હતું.

મેદાનમાં ઘૂસીને પ્રશંસકોએ મચાવ્યો ઉત્પાત

આક્રોશમાં આવેલા પ્રશંસકોએ ફૂટબોલ મેચમાં ઘૂસીને મારપીટ કરવાનું શરુ કર્યું હતું. ચારે બાજુ અફરા તરફી મચી ગઈ હતી. ઈસ્ટ જાવા પોલીસના ચીફ નિકો એફિંટા પ્રમાણે આ હિંસક ઘટના દરમિયાન મેદાનમાં જ 23 લોકોના મોત થઈ ચુક્યા છે. બાકીના 93 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

ફૂટબોલ મેચ દરમિયાન પ્રશંસકો હિંસક બન્યા
ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો બન્યા હિંસક

Persebaya Surabaya અને Arema FB વચ્ચે મેચ રમાઈ હતી

માનવામાં આવી રહ્યું છે કે ઇન્ડોનેશિયાના ઇસ્ટ જાવા સ્થિત એક સ્ટેડિયમમાં Persebaya Surabaya અને Arema FB વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં અરેમા એફસીની ટીમ હારી ગઈ હતી. ટીમને હારેલી જોઈને પ્રશંસકો ગુસ્સો ભરાયા હતા અને મેદાનમાં ઘૂસી ગયા હતા. મેદાનમાં ઘૂસીને પ્રશંસકોએ મારપીટ શરુ કરી દીધી હતી. આ હિંસામાં બે પોલીસ કર્મચારીઓના મોત પણ થયા હતા.

Advertisment

ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા

ફૂટબોલ સ્ટેડિયમમાં હિંસા થયાની ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. અને જાણકારી મળતા જ પોલીસ અને ઈન્ડોનેશિયન રાષ્ટ્રીય સશસ્ત્ર દળના જવાનો ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ઇન્ડોનેશિયાની ટોચની લીગ BRI લિગા 1 એ મેચને પગલે એક અઠવાડિયા માટે રમતો સ્થગિત

ઇન્ડોનેશિયાના રમતગમત મંત્રી ઝૈનુદિન અમાલીએ કોમ્પાસટીવીને જણાવ્યું હતું કે મંત્રાલય ફૂટબોલ મેચોમાં સલામતીનું પુનઃમૂલ્યાંકન કરશે, જેમાં સ્ટેડિયમમાં દર્શકોને મંજૂરી ન આપવાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ- અફઘાનિસ્તાન : કાબુલમાં કોચિંગ સેન્ટરમાં આત્મઘાતી હુમલો, 19 લોકોના મોત

ઇન્ડોનેશિયાની ટોચની લીગ BRI લિગા 1 એ મેચને પગલે એક અઠવાડિયા માટે રમતો સ્થગિત કરી દીધી છે જેમાં પર્સેબાયાએ 3-2થી જીત મેળવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી, એમ ઇન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-દુનિયાભરમાં ચીને બનાવી રાખી છે ગેરકાયદેસર પોલીસ ચોકીઓ – રિપોર્ટમાં દાવો

વૈશ્વિક સ્ટેડિયમ આપત્તિઓમાં, એપ્રિલ 1989માં બ્રિટનમાં 96 લિવરપૂલ સમર્થકોને કચડી નાખવામાં આવ્યા હતા, જ્યારે શેફિલ્ડના હિલ્સબોરો સ્ટેડિયમમાં ભીડભાડ અને ફેન્સ્ડ એન્ક્લોઝર તૂટી પડ્યું હતું.