Iran Firing: ઇરાન એક બજારમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધુંધ ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં 5 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલામાં એક પોલીસકર્મી પણ હતા. આ હુમલો ઇરાનના પશ્ચિમી શહેર ઈજીહમાં થયો હતો. હજુ સુધી આ હુમલાની જવબદારી કોઈ અંતકવાદી સંગઠને કે અન્ય કોઈ સમૂહે લીધી નથી.
IRNA નામની ન્યૂઝ એજેન્સીએ આ હુમલાની જાણકારી આપતા જણાવ્યું હતું કે 2 અજાણ્યા હુમલાખોરોએ સેન્ટ્રલ બજાર પહોંચ્યા હતા. ઈજીહમાં કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હતા, જેના પર તેમને અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શનકર્મીઓની સાથે સુરક્ષાદળના કર્મી પણ ઘાયલ થયા હતા. આ અગાઉ 26 ઓક્ટોબરે, શીરાજમાં શાહ ચિરાગની સમાધિ પર ઇસ્લામિક સ્ટેટ સમૂહ દ્વારા કરાયેલ એક સશસ્ત્ર હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. ઈરાનમાં મહિલાઓ માટે એક ડ્રેસ કોડનું કથિત રીતે ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા થયેલ ધરપકડના 3 દિવસ પછી મહસા અમીનીની પોલીસ કસ્ટડીમાં મોટ થઇ ગઈ હતી. ત્યાંર પછી ઈરાનમાં વિરોધ પ્રધર્શન શરૂ થઇ ગયા હતા.
ફાયરિંગમાં ઘાયલ થયેલ લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા
ન્યૂઝ એજેન્સીએ કહ્યું કે હુમલા પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખુઝેસ્તાન પ્રાંતમાં ગવર્નરે ન્યુઝ એજેન્સીએ કહ્યું કે આ હુમલામાં એક બાળકી અને એક મહિલા સહીત 5 લોકોના મોત થયા હતા.
પ્રદર્શનકારીઓ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા
ઇરાન મીડિયાના મત અનુસાર બુધવારે 16 નવેમ્બરે ઇરાનના ઈજીહ શહેરમાં કેટલાક પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ આ દરમિયાન ત્યાં હાજર રહેલા પોલીસકર્મીઓ પર પથ્થરબાજી કરી હતી. તે પછી પોલીસે પ્રદર્શનકારીઓએ કાબુ કરવા માટે અશ્રુવાયુંનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ પર કાબુ મેળવ્યો હતો. ત્યાંજ ફાયરિંગ થઇ હતી.