israel hamas palestine war news : ઈઝરાયેલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલ હવે હમાસ પર સતત હુમલા કરી રહ્યું છે. જો કે, જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે એક મહિલા સૈનિકના પ્લાનિંગને કારણે લગભગ 24 હમાસ આતંકવાદીઓ માર્યા ગયા. જ્યારે બે ડઝન જેટલા આતંકવાદીઓ કિબુત્ઝ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આ મહિલા સૈનિક તરત જ સક્રિય થઈ ગઈ હતી.
ઇનબાર લિબરમેન નામની મહિલા સૈનિકે ગાઝા પટ્ટીથી માત્ર એક માઇલ દૂર કિબુટ્ઝનું રક્ષણ કર્યું હતું. આગળ વધી રહેલા હમાસના આતંકવાદીઓને રોકવા માટે આ મહિલા સૈનિકે વિસ્તારના રહેવાસીઓને લડાઈ માટે તૈયાર કર્યા અને હમાસના આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું.
આતંકવાદીઓ પર હુમલો, 24 માર્યા ગયા
ઇનબાર લિબરમેને વિસ્ફોટો સાંભળ્યા કે તરત જ, તે 12-વ્યક્તિની સુરક્ષા ટુકડી સાથે બંદૂકો સાથે દોડી ગઈ, અને તેના ગ્રુપ સાથે વ્યૂહરચના બનાવી. હમાસના આતંકીઓ તેમની નજીક આવતા જ બધાએ સાથે મળીને હુમલો કર્યો હતો. આ અથડામણમાં હમાસના 24 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઈન્બર લિબરમેને પોતે પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઇનબાર લિબરમેનના કારણે કિબુટ્ઝ લોકોના જીવ બચી ગયા.
સોશિયલ મીડિયા પર ઈન્બાર લિબરમેનના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને લોકો તેમને એવોર્ડ આપવાની માંગ કરી રહ્યા છે. ઇનબારને હીરોની જેમ રજૂ કરવામાં આવી રહી છે. “જ્યારે ડઝનેક હમાસ આતંકવાદીઓએ તેના નાના સમુદાય પર હુમલો કર્યો, ત્યારે તેણે તરત જ સાથી ઇઝરાયેલના નાના ગ્રુપને તૈયાર કરી બંદૂકો સોંપી દીધી,” એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વાંચ્યું, તેઓએ તમામ આતંકવાદીઓને મારી નાખ્યા અને ઈન્બરે વ્યક્તિગત રીતે પાંચને મારી નાખ્યા. તે એક હીરો છે. બીજાએ લખ્યું, ‘આ મહિલાની બહાદુરી વિશે દરેકને ખબર પડવી જોઈએ.’
આ પણ વાંચો – israel hamas News : એક હાથ, એક પગ અને એક આંખ નથી! જાણો કોણ છે ઈઝરાયેલ પર બોમ્બ ફેંકનાર હમાસના વડા મોહમ્મદ ડેઈફ?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ચાર દિવસમાં બંને તરફથી 2100 લોકોએ જીવ ગુમાવ્યા છે. અલ જઝીરાના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હુમલામાં 900 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઈઝરાયેલનો દાવો છે કે, તેમના લગભગ 1200 લોકોના મોત થયા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં 2008 થી 2020 વચ્ચેના 12 વર્ષમાં 5850 લોકોના મોત થયા છે.





