ઈઝરાયલ હમાસ યુદ્ધ તમામ અપડેટ્સ : ગાજામાં મોતનો આંકડો 2400 ને પાર, હમાસે ઈજરાયલ પર લેબનાનથી રોકેટ હુમલા કર્યા

Israel Hamas War All Updates : ઈઝરાયલ હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2400 થી વધુ પેલેસ્ટાઈન (Palestine) ના મોત, તો ઉત્તર ગાઝા (GAZA) ના રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા માટે ઈઝરાયલે 3 કલાકનો સમય આપ્યો હતો. નાગરિકોને દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહેવામાં આવ્યું હતું. ગાઝા પટ્ટીમાં આજે 3 હમાસ કમાન્ડર માર્યા ગયા

Written by Kiran Mehta
Updated : October 16, 2023 00:42 IST
ઈઝરાયલ હમાસ યુદ્ધ તમામ અપડેટ્સ : ગાજામાં મોતનો આંકડો 2400 ને પાર, હમાસે ઈજરાયલ પર લેબનાનથી રોકેટ હુમલા કર્યા
ઈઝરાયલ હમાસ યુદ્ધ અપડેટ સમાચાર

Israel Hamas War All Updates : ઈઝરાયલ હમાસ યુદ્ધના તમામ અપડેટ્સ વિશે વાત કરીએ તો, પેલેસ્ટિનિયનોને ઉત્તરી ગાઝા ખાલી કરવા માટે ઇઝરાયેલના આદેશના પગલે, હમાસ આતંકવાદીઓએ તે વિસ્તારોના રહેવાસીઓને ત્યાંથી જતા અટકાવવા પગલાં ભર્યા છે. ઉત્તરી ગાઝામાં એક પેલેસ્ટિનિયન નાગરિકે જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં, નાગરિક વેશભૂષા સાથે હમાસના કાર્યકરો ઉત્તર ગાઝાની શેરીઓમાં ફરે છે અને લોકોને તેમના ઘર છોડતા અટકાવી રહ્યા છે.

ઇઝરાયેલી સેનાએ ઉત્તર ગાજાની 10 લાખથી વધુ વસ્તીને પોતાની સુરક્ષા માટે ખાલી કરી દેવાનો આદેશ આપ્યા બાદ શુક્રવારે ગાઝાના હજારો રહેવાસીઓ શહેર છોડીને ભાગી ગયા છે. શનિવારે ઇઝરાયેલે કહ્યું કે, તે લોકોને દક્ષિણ તરફ ભાગી જવા દેવા માટે સાંજે 4 વાગ્યા સુધી બે રસ્તા ખુલ્લા રાખશે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પટ્ટીની બહાર ઇઝરાયેલી સૈનિકોને કહ્યું, “શું તમે આગળના તબક્કા માટે તૈયાર છો? આગળનો તબક્કો આવી રહ્યો છે.” પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે શનિવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હુમલાઓને કારણે ઓછામાં ઓછા 2,269 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 9,814 લોકો ઘાયલ થયા છે.

ગાઝા મૃત્યુઆંક 2,400 ને વટાવી ગયો

ગયા અઠવાડિયે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના લોહિયાળ હુમલા બાદ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 2,450 લોકો માર્યા ગયા છે, ગાઝા આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. હમાસ-નિયંત્રિત મંત્રાલયે જણાવ્યું હતું કે, 9,200 લોકો ઘાયલ પણ થયા છે.

હમાસે લેબનોનમાંથી 20 રોકેટ છોડ્યા હતા

હમાસની સશસ્ત્ર પાંખ, અલ કાસમ બ્રિગેડ્સે રવિવારે જણાવ્યું હતું કે, તેણે લેબનોનથી બે ઇઝરાયેલી વસાહતો પર 20 રોકેટ છોડ્યા હતા. લેબનોનના હિઝબુલ્લાએ પણ કહ્યું કે, તેણે હનીતામાં ઇઝરાયેલી બેરેકને માર્ગદર્શિત મિસાઇલોથી નિશાન બનાવ્યું હતું અને કહ્યું હતું કે, તેનાથી દુશ્મન રેન્કમાં જાનહાનિ થઈ છે.

ગાઝામાં પાણીની તંગી

સમગ્ર ગાઝામાં યુએનના આશ્રયસ્થાનોમાં પાણીનો અભાવ છે. ઇઝરાયેલના હુમલાથી બચવા માટે છેલ્લા ઉપાય તરીકે ઘેરાયેલા પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલના સંકુલમાં હજારો લોકો એકઠા થયા છે. ડોકટરો દર્દીઓની સારવાર માટે સંઘર્ષ કરી રહ્યા છે

અમેરિકા ઈઝરાયેલને વધુ મદદ કરશે

વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રવિવારે જણાવ્યું હતું કે, બિડેન વહીવટીતંત્ર કોંગ્રેસ દ્વારા ઇઝરાયેલ અને યુક્રેન માટે નવા હથિયાર પેકેજને આગળ ધપાવશે. આ પેકેજ 2 અબજ ડોલરથી વધુનું હશે

લેબનોનથી રોકેટ છોડવામાં આવ્યા હતા

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, લેબનોનથી ઇઝરાયેલના પ્રદેશમાં 9 રોકેટ છોડવામાં આવ્યા હતા. IDF એરિયલ ડિફેન્સ એરે પ્રોટોકોલ મુજબ 5 રોકેટને અટકાવ્યા. IDF હાલમાં લેબનોનમાં લોન્ચ સાઇટ્સ પર હુમલો કરી રહ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રી ફરી ઈઝરાયેલની મુલાકાત લેશે

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સોમવારે ફરી ઇઝરાયેલની મુલાકાત લેશે. અમેરિકાએ ઈઝરાયેલને શક્ય તમામ મદદ કરવાની જાહેરાત કરી છે.

ભારતીય મૂળની ત્રણ મહિલાઓના મોત થયા છે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ભારતીય મૂળની ત્રણ મહિલાઓના મોત થયા છે. આ ત્રણમાંથી એક મહિલા ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો ભાગ હતી અને એક પોલીસ ફોર્સમાં હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે હમાસના ઉગ્રવાદીઓ સાથે લડતા જીવ ગુમાવ્યો હતો.

ઈઝરા યાલી PM એ ઈમરજન્સી કેબિનેટ મીટિંગ બોલાવી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં હમાસ સામે લડવાની રણનીતિ નક્કી કરવામાં આવશે

ઉત્તરી ગાઝામાં એક ઘર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં છ પેલેસ્ટિનિયન માર્યા ગયા

રોઈટર્સના એક સમાચાર અનુસાર હમાસ મીડિયાએ જણાવ્યું છે કે, ઉત્તરી ગાઝાના જબાલિયામાં એક ઘર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં છ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

અલ જઝીરાના સ્થાનિક બ્યુરોને બંધ કરવાની માંગ

ઇઝરાયેલના સંચાર મંત્રીએ રવિવારે કહ્યું હતું કે, તેઓ અલ જઝીરાના સ્થાનિક બ્યુરોને સંભવિત રીતે બંધ કરવા માગે છે. તેણે નેટકરી ન્યૂઝ સ્ટેશન પર હમાસ તરફી ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો. શ્લોમા કારીએ કહ્યું કે, અલ જઝીરાને બંધ કરવાના પ્રસ્તાવની ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને કાયદાકીય નિષ્ણાતો દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

હિઝબુલ્લાહ આતંકવાદીઓએ ઇઝરાયેલમાં હુમલો કર્યો

ઈઝરાયેલમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા હુમલાના સમાચાર છે. લેબનોનથી ઈઝરાયેલ પર એન્ટી ટેન્ક મિસાઈલ છોડવામાં આવી હતી. હિઝબુલ્લાહે લેબનોન સાથે સંકલનમાં હુમલો કર્યો હતો. ઈઝરાયેલના સીડર રોડ પરથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે

ઉત્તર ગાઝાના રહેવાસીઓ પાસે વિસ્તાર ખાલી કરવા માટે 3 કલાકનો સમય છે

IDFએ ઉત્તર ગાઝાના રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા માટે 3 કલાકનો સમય આપ્યો હતો. નાગરિકોને દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહેવામાં આવ્યું હતું. ગાઝા પટ્ટીમાં આજે 3 હમાસ કમાન્ડર માર્યા ગયા

471 ભારતીયો રવિવારે સવારે તેલ અવીવથી દિલ્હી પહોંચ્યા હતા

તેલ અવીવથી કુલ 471 ભારતીયોને લઈને બે ફ્લાઈટ રવિવારે સવારે દિલ્હી પહોંચી હતી. આમાંથી એક ફ્લાઈટ એર ઈન્ડિયાની હતી અને બીજી ફ્લાઈટ સ્પાઈસ જેટની હતી. ઓપરેશન અજય હેઠળ કુલ ચાર ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી છે. એર ઈન્ડિયા દ્વારા સંચાલિત બે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ શુક્રવાર અને શનિવારે તેલ અવીવથી કુલ 435 મુસાફરોને લઈને આવી હતી.

આ પણ વાંચોIsrael Hamas War : ઈઝરાયલ હમાસ યુદ્ધમાં 2300થી વધુના મોત, ગાઝામાંથી નાગરિકોની હિજરત; ઓપરેશન અજયમાં વધુ 274 ભારતીયો સુરક્ષિત પરત આવ્યા

અન્ય ટોચના હમાસ કમાન્ડર માર્યા ગયા

ઈઝરાયેલની વાયુસેનાએ શનિવારે રાત્રે હવાઈ હુમલામાં આતંકવાદી સંગઠન હમાસના અન્ય ટોચના કમાન્ડર બિલાલ અલ-કદ્રાને ઠાર માર્યો હતો. બિલાલ દક્ષિણ ખાન યુનિસ બટાલિયનમાં નહબા ફોર્સનો ટોચનો કમાન્ડર હતો અને તે ઈઝરાયેલમાં ઘરોમાં ઘૂસીને લોકોને મારવામાં સામેલ હતો. આ સાથે ઈઝરાયલી દળોએ હવાઈ હુમલામાં ઈસ્લામિક જેહાદના હેડક્વાર્ટરને પણ નષ્ટ કરી દીધું.

યુદ્ધ શરૂ થયું ત્યારથી 2,329 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી 2,329 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જે ગાઝામાં પેલેસ્ટિનિયનો માટે સૌથી ઘાતક યુદ્ધ બનાવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ