Israel Hamas war : ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે ચર્ચા એવા ડૉક્ટરોની છે જે ભયંકર પરિસ્થિતિઓ વચ્ચે યુદ્ધનો ભોગ બનેલા ઇજાગ્રસ્ત લોકા સારવાર કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોથી બચાવવામાં આવેલી એક અમેરિકન નર્સે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઇનના ડોકટરો અને નર્સો મહાન છે, તે જાણે છે કે તેઓ મૃત્યુ પામવાના છે પરંતુ ઇજાગ્રસ્ત અને પીડિત લોકોને એકલા છોડી રહ્યા નથી. ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ મેનેજર એમિલી કૈલાહને મીડિયાને જણાવ્યું હતું કે ગાઝામાં હાલમાં એવી કોઈ જગ્યા બાકી નથી કે જેને સુરક્ષિત કહી શકાય.
અમેરિકા પરત ફરવા પર એમિલી કૈલાહને શું કહ્યું?
ગત બુધવારે ગાઝાથી બહાર કાઢ્યા બાદ એમિલી કૈલાહન અમેરિકા પરત ફરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પાછા આવીને કેવું અનુભવે છે, તો તેણે કહ્યું કે હું મારા પરિવાર સાથે ઘરે છું અને રાહત અનુભવું છું. 26 દિવસમાં પ્રથમ વખત સલામતી અનુભવું છું, પરંતુ તે ખૂબ ખુશીની વાત નથી કારણ કે હું ત્યાં ઘણા બધા લોકોને છોડીને આવી છું. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ ગાઝામાં જવાબી હુમલામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલમાં મૃતકાની સંખ્યા 1,400 છે.
રાહત શિબિરોની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે 50,000થી વધુ લોકોના કેમ્પમાં ચાર શૌચાલયો છે. જેમાં એક દિવસમાં ચાર કલાક પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યાં લોકો ખરાબ રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આમથી તેમ ફરી રહ્યા છે. દરેક માતાપિતા તેમના બાળકોને અમારી પાસે લાવી રહ્યા છે અને કહે છે કે અમને મદદ કરો, અમારી પાસે કંઈ નથી.
આ પણ વાંચો – વ્હાઇટ હાઉસે કહ્યું- ઇઝરાયેલી સેના માટે ગાઝા પર ફરીથી કબજો કરવો યોગ્ય નથી
અમેરિકન હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
એમિલી કૈસાહને કહ્યું કે મારે ત્યાંથી આવવું પડ્યું કારણ કે પરિસ્થિતિ ઘણી વણસી રહી હતી. લોકો પોતાના પરિવારને મરતા જોઈને ખૂબ જ ગુસ્સે થતા હતા. તેઓ અમને અમેરિકન કહેતા હતા અને અમને ખૂબ પરેશાન પણ કરતા હતા.
આ સમય દરમિયાન અમારી સાથે પેલેસ્ટાઇનના સાથીઓ હતા. એમિલી કૈલાહને કહ્યું કે જો સ્થાનિક કર્મચારીઓએ તેમનું રક્ષણ ન કર્યું હોત તો તેઓ એક અઠવાડિયાની અંદર મૃત્યુ પામ્યા હોત. અમારી ચારે બાજુ બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા હતા કારણ કે ગાઝામાં કોઈ સલામત સ્થળ નથી. તેમણે એક સેકન્ડ માટે પણ અમારો સાથ છોડ્યો ન હતો.





