Israel PM Benjamin Netanyahu Special Bunker : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, જેરુસલેમમાં નેશનલ મેનેજમેન્ટ સેન્ટર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ એક પ્રકારનું બંકર છે જે કોઈપણ મિસાઈલ હુમલાથી અસરગ્રસત થતું નથી. આ બંકર એટલા માટે પણ ખાસ છે કારણ કે કટોકટીના સમયમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અહીંયા પોતાની ખાસ બેઠકો યોજે છે.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે આ જ બંકરમાં ઈઝરાયેલના વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. યુદ્ધ દરમિયાન પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ આ બંકરમાં તેમની કેબિનેટની બેઠક કરી રહ્યા છે.
ઈઝરાયલના બેન્જામિન નેતન્યાહૂના બંકરની ખાસિયતો (Israel PM Benjamin Netanyahu Special Bunker)
ઈઝરાયલના બેન્જામિન નેતન્યાહૂનું આ બંકર બહુ ખાસ છે. ઈઝરાયેલનું બંકર સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. આ બંકરમાં ઈઝરાયેલના ટોચના અધિકારીઓ યુદ્ધના સમયે બેઠકો યોજે છે અને કટોકટી દરમિયાન પણ દેશને સરળતાથી ચલાવે છે. આ બંકર વિશેની મોટાભાગની માહિતી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં તે એક અભેદ્ય કિલ્લા સમાન છે.

આ બંકરની 2006ના લેબનોન યુદ્ધ બાદ બનાવવામાં આવ્યું છે. લેબનોન ઉત્તરી ઇઝરાયેલમાં વારંવાર રોકેટ હુમલાઓ કરી રહ્યું છે. આ બંકરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ભૂગર્ભમાં બહું ઉડે અને પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ દરમિયાન સેંકડો લોકોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બે સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષના સાડા છ હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારથી ઈઝરાયેલે હમાસ પર હુમલો કર્યો છે ત્યારથી ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. હમાસે 100 થી વધુ ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવી રહ્યા છે.
આ પણ વાંચો | શું ઇઝરાયેલે ગાઝા પર કબજો મેળવવો જોઈએ કે હમાસને ખાલી ખતમ કરવું જોઈએ? 13 દિવસના યુદ્ધ પછી નેતન્યાહૂનો મૂડ જાહેર થયો
વર્ષ 2020માં યુએસ સેનાએ ઈરાની સેનાના વરિષ્ઠ અધિકારી જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. કાસિમને ઈરાનમાં બીજા નંબરનો સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતો હતો. ઈરાનના સૌથી શક્તિશાળી નેતા આયાતુલ્લા અલી ખમેની છે. ત્યારપછી જનરલ સુલેમાનીનો વારો હતો. આનો બદલો લેવા માટે હમાસે હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.





