Israel Hamas War : ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયેલ પહોંચી ગયા છે. સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને જો બિડેન વચ્ચે તેલ અવીવમાં બેઠક ચાલુ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા પર દુખ વ્યક્ત કર્યું અને ઈઝરાયેલના પીએમને કહ્યું, “ગઝાની હોસ્પિટલમાં ગઈકાલે થયેલા વિસ્ફોટથી હું ખૂબ જ દુઃખી છું. મેં જે જોયું તેના આધારે એવું લાગે છે કે, આ બીજુ કઈક છે. “તે ટીમ (હમાસ) દ્વારા કરવામાં આવ્યો છે.”
ઈઝરાયેલના પીએમએ કહ્યું કે, ઈઝરાયલના લોકો માટે અમેરિકા જેવા સાચા મિત્રએ સાથે ઉભા રહેવાની જરૂર છે. નેતન્યાહુએ કહ્યું, “તમે અહીં મુસાફરી કરી તે ખૂબ જ હૃદયસ્પર્શી છે, હું ઇઝરાયેલના તમામ લોકો વતી તમારો આભાર માનવા માંગુ છું, આજે, અને આવતીકાલે અને હંમેશા ઇઝરાયલની સાથે ઉભા રહેવા બદલ તમારો આભાર.”
યુએસ પ્રમુખ જો બિડેનની આ મુલાકાત એ બતાવવાનો પ્રયાસ છે કે, અમેરિકા યહૂદી લોકો સાથે એકતામાં ઊભું છે. આ દરમિયાન જો બિડેને એક વિસ્તૃત નિવેદન આપ્યું હતું કે, એવું લાગે છે કે ગાઝાની હોસ્પિટલ પર હુમલો ઇઝરાયેલની સેનાએ નહીં, પરંતુ બીજી બાજુ એટલે કે હમાસ દ્વારા કરવામાં આવ્યો હતો.
હમાસ સંચાલિત ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયેલના હવાઈ હુમલામાં 800 લોકોના મોત થયા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ નથી અને તે હમાસ દ્વારા જ કરવામાં આવ્યો છે.
જો બિડેન જોર્ડન જઈ રહ્યા નથી
ઇઝરાયેલમાં રોકાયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જોર્ડનની મુલાકાત લેવાના હતા પરંતુ, ગાઝામાં હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ આરબ નેતાઓ સાથેની બેઠકો રદ કરવામાં આવી છે. તેમણે નેતન્યાહુને કહ્યું કે, તે આ વિસ્ફોટથી ખૂબ જ દુઃખી અને ગુસ્સે છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, હમાસે ઑક્ટોબર 7ના હુમલામાં ઇઝરાયલીઓનો નરસંહાર કર્યો હતો એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. જો બિડેને કહ્યું કે, અમેરિકા આ તાજેતરના હુમલાઓથી ખૂબ જ દુઃખી છે. નેતન્યાહુએ ઇઝરાયેલની મુલાકાત લેવા બદલ જો બિડેનનો આભાર માન્યો હતો.





