Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત હાલ આવે તેવી કોઇ શક્યતા લાગતી નથી. ઇઝરાયેલ સતત કહી રહ્યું છે કે તે ગાઝામાં ઘુસીને પોતાના લોકોને લઇને આવશે. તેની એરફોર્સ જ્યાં ગાઝામાં બોમ્બ વરસાવી રહી છે તો થલ સેના ગાઝા બોર્ડર પર ટેંકો લઇને તૈયાર ઉભી છે. આ દરમિયાન હમાસ તરફથી બંધકોને લઇને એક મોટી અપડેટ આપવામાં આવી છે.
હમાસ તરફથી કહેવામાં આવ્યું છે કે તે ઇઝરાયેલથી અપહરણ કરીને લાવેલા લોકોને શોધવા માટે તૈયાર છે પણ તેમને થોડોક સમય જોઈએ. ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ દ્વારા રશિયાના એક ન્યૂઝ આઉટલેટના હવાલાથી આપેલા સમાચાર પ્રમાણે રશિયા યાત્રા દરમિયાન અબુ હામિદ નામના હમાસના એક પ્રતિનિધિએ કહ્યું કે તે હંમેશાથી સામાન્ય નાગરિકોને છોડવા માટે તૈયાર છે પણ તેમને થોડોક સમય જોઈએ.
હમાસના આ પ્રતિનિધિએ કહ્યું કે તેના ઘણા ગ્રુપ્સે ઇઝરાયેલના લોકોને બંધક બનાવ્યા છે અને તેમને શોધવો માટે સર્ચ ઓપરેશન કરવાની જરૂર છે. અબુ હામિદે કહ્યું કે સર્ચ ઓપરેશન માટે જરૂરી છે કે સીઝફાયર કરવામાં આવે ત્યારે જ તે બંધકોને શોધીને રિલીઝ કરશે.
આ પણ વાંચો – ઉત્તરી ગાઝામાં દાખલ થયા ઇયરાયેલના ટેન્ક, હમાસના ઘણા સ્થળો નષ્ટ કરીને પરત ફર્યા
ઇઝરાયેલ-હમાસ સાથે યુદ્ધથી જોડાયેલી મોટી વાતો
- ગત રાત્રે ઇઝરાયેલે ગાઝામાં બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલની આ તાજા એર સ્ટ્રાઇકમાં લગભગ 40 પેલેસ્ટીનીઓના મોતના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તાજા હુમલામાં કેટલાક રિફ્યુજી કેમ્પને પણ નુકસાન પહોંચ્યું છે.
- બેસ્ટ બેંકમાં પણ ચાર પેલેસ્ટીઓના મોતના સમાચાર છે. પેલેસ્ટાઇનની એક ન્યૂઝ એજન્સીના મતે આ લોકોના મોત ઇઝરાયેલી સેનાના હુમલાના કારણે થયા છે.
- ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના ઓછામાં ઓછા 233 લોકોને બંધક બનાવીને ગાઝા લઇ જવામાં આવ્યા છે.
- પેલેસ્ટાઇન તરફથી કહેવામાં આવ્યું છે કે ગાઝામાં ઇઝરાયેલના કેટલાક ટેંક ઘુસ્યા હતા જે પાછા ફર્યા છે. હવે ખબર છે કે ઇઝરાયેલે શુક્રવારે ફરીથી ગાઝામાં એન્ટ્રી કરી છે.
- યૂએસ મિલિટ્રીએ સીરિયામાં બે સ્થાનો પર હુમલો કર્યો છે. આ બન્ને સ્થાન ઇરાન સાથે જોડાયેલા બતાવવામાં આવી રહ્યા છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે તેમની સ્ટ્રાઇક સેલ્ફ ડિફેન્સમાં કરવામાં આવી છે. પેન્ટાગનના મતે 17 ઓક્ટોબરથી અત્યાર સુધી ઇરાકમાં અમેરિકાના સૈન્ય અડ્ડા અને કર્મીઓ પર 12 હુમલા કર્યા છે.
- ઇરાને અમેરિકાને કહ્યું કે તે ગાઝામાં હુમલા બંધ કરાવે અને ઇઝરાયેલનું સમર્થન ના કરે.
- ઇઝરાયેલના હુમલાના કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 7 હજારથી વધારે લોકોના મોત થયા છે.
- ઇજિપ્ત તરફથી કહેવામાં આવ્યું છે કે સરહદ પાસે તેના શહેર ટાબા પર ડ્રોન હુમલો થયો છે. આઈડીએફે સંભાવના વ્યક્ત કરી છે કે આ હુમલો યમન તરફથી આવેલી એક મિસાઇલ દ્વારા થયો છે.
- યુએને જાણકારી આપી છે કે માનવીય સહાયતા લઇને 8 ટ્રક ગાઝામાં એન્ટ્રી કરી છે. અત્યાર સુધી 74 ટ્રક સહાયતા લઇને ગાઝા આવ્યા છે.





