Hamas Israel war latest updates : ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે હમાસે બે ઈઝરાયેલ મહિલાઓને મુક્ત કરી છે. આ બે મહિલાઓ 7 ઓક્ટોબરથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવી હતી. હમાસે 200 થી વધુ ઈઝરાયેલ નાગરિકોને બંધક બનાવ્યા હતા. જ્યારે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર તાજેતરની માહિતીમાં અમેરિકાએ ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં જમીની હુમલા બંધ કરવાની સલાહ આપી છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં 5,000 થી વધુ લોકો માર્યા ગયા છે.





