ગાઝાની હોસ્પિટલમાં ખુલી રહી છે હમાસની સિક્રેટ ટનલ! ઇઝરાયેલને મળ્યા સૌથી મોટા પુરાવા

Israel Hamas war : એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ગાઝાની એક હોસ્પિટલની પાસે જ હમાસના નૌકાદળના વડાનું ઘર છે

Written by Ashish Goyal
Updated : November 14, 2023 18:12 IST
ગાઝાની હોસ્પિટલમાં ખુલી રહી છે હમાસની સિક્રેટ ટનલ! ઇઝરાયેલને મળ્યા સૌથી મોટા પુરાવા
ઈઝરાયેલની સેનાએ હમાસની ગુપ્ત સુરંગ મળી આવ્યાનો દાવો કર્યો (તસવીર - આઇડીએફ સ્ક્રિનગ્રેબ)

Israel Hamas war : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી જમીન પરની સ્થિતિ સ્ફોટક રહી છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલાથી શરૂ થયેલું આ યુદ્ધ હજુ સુધી તેના નિષ્કર્ષ પર પહોંચ્યું નથી. ઇઝરાયેલ પર આરોપ લાગ્યા છે કે તેણે ગાઝાની હોસ્પિટલો પર રોકેટ છોડવાના શરૂ કર્યા છે. તમામ સ્પષ્ટતાઓ છતાં નેતન્યાહૂની સેનાને આ મામલે આખી દુનિયાની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તે સાબિતી જે બધું જ બદલી નાખશે

હવે આ ટીકાઓ વચ્ચે ઇઝરાયેલની સેનાને એક એવો પુરાવો મળી ગયો છે જે તેમને એ તમામ આરોપોમાંથી મુક્ત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઝાની એક હોસ્પિટલનો સીધું કનેક્શન હમાસની સુરંગ સાથે છે. માનવામાં આવે છે કે તે સુરંગ સીધી ગાઝાની હોસ્પિટલમાં ખુલી રહી છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે હમાસ જાણી જોઈને હોસ્પિટલોનો સહારો લઈને ઈઝરાયેલી સેના પર હુમલો કરી રહ્યો છે.

આ પણ વાંચો – ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ઇંધણના અભાવે ઠપ, OTને બદલે રૂમમાં થઈ રહ્યા છે ઓપરેશન

એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ગાઝાની તે હોસ્પિટલની પાસે જ હમાસના નૌકાદળના વડાનું ઘર છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાઝાની રાન્તિસી હોસ્પિટલ તે ટનલથી માત્ર 200 ગજ દૂર છે. જાણકારી તો એ પણ મળી છે કે ઈઝરાયલેના જે બંધકો છે તેને હમાસે ટનલમાં છુપાવી રાખ્યા છે. હોસ્પિટલમાં વિસ્ફોટક બોડી જેકેટ, હેન્ડ ગ્રેનેડ, કલાશ્નિકોવ રાઇફલ પણ મળી આવી છે. જે દર્શાવે છે કે અહીં દર્દીઓની સારવાર નહીં પરંતુ લશ્કરી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

કેવી રીતે શરુ થયું યુદ્ધ

આ યુદ્ધની વાત કરીએ તો 7 ઓક્ટોબરના રોજ હમાસે સૌથી પહેલા ઈઝરાયેલી નાગરિકોની હત્યા કરી હતી. સેનાના જવાનો સહિત અનેક લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. તે હુમલા પછી જ ઇઝરાયેલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. અત્યારે આ યુદ્ધને કારણે બંને પક્ષે ઘણું નુકસાન થયું છે, હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ