ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : અલ-શિફા હોસ્પિટલને એક કલાકમાં ખાલી કરો, ઇઝરાયેલી સેનાએ અલ્ટીમેટમ આપ્યું

israel hamas war | ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : ઇઝરાયલી દળો પર ગાઝા (Gaza) શહેરની અલ-શિફા હોસ્પિટલ (Al Shifa Hospital) માં તોડફોડ કરવાનો આરોપ છે, જ્યાં હજારો દર્દીઓ, ડોકટરો અને વિસ્થાપિત લોકો ફસાયેલા છે.

Written by Kiran Mehta
November 18, 2023 18:16 IST
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : અલ-શિફા હોસ્પિટલને એક કલાકમાં ખાલી કરો, ઇઝરાયેલી સેનાએ અલ્ટીમેટમ આપ્યું
ઈઝરાયલે અલ-શિફા હોસ્પિટલને એક કલાકમાં ખાલી કરવા કહ્યું?

Israel Hamas War : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે ગાઝાથી સમાચાર આવી રહ્યા છે કે, ઈઝરાયેલી સેનાએ અલ-શિફા હોસ્પિટલને એક કલાકમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. અલ-શિફા હોસ્પિટલના એક ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે, ઇઝરાયેલની સેનાએ હોસ્પિટલને ખાલી કરાવવા માટે એક કલાકનો સમય આપ્યો હતો. પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી વફાના અહેવાલ મુજબ, દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં ઇઝરાયેલના બોમ્બમારામાં ઓછામાં ઓછા 26 પેલેસ્ટિનિયનો, જેમાં મોટાભાગના બાળકો હતા, માર્યા ગયા છે. ઇઝરાયેલી દળો પર ગાઝા શહેરની અલ-શિફા હોસ્પિટલમાં તોડફોડ કરવાનો આરોપ છે, જ્યાં હજારો દર્દીઓ, ડોકટરો અને વિસ્થાપિત લોકો ફસાયેલા છે.

તાજેતરની ઘટના શું છે?

ગાઝામાં આરોગ્ય વ્યવસ્થા ભાંગી પડી છે. અલ-શિફા હોસ્પિટલ ગાઝાની એક મોટી હોસ્પિટલ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.7 ઓક્ટોબરથી ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 12,000 લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં સત્તાવાર મૃત્યુઆંક લગભગ 1,200 છે. અલ જઝીરા સાથે વાત કરતા, જેહાદ અબુ શનાબે કહ્યું કે, અલ-અહલી અરબ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં બધું જ નાશ પામ્યું છે.

આ પણ વાંચોMyanmar Civil War : મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધથી ભારત કેમ ચિંતિત, સરહદ પર અશાંતિને લઈ શું કહ્યું વિદેશ મંત્રાલયે?

માહિતી આપવામાં આવી છે કે, હોસ્પિટલની આસપાસની ઇમારતો જમીન દોસ્ત કરવામાં આવી છે. ડઝનબંધ મૃતદેહો શેરીઓમાં વિખરાયેલા પડ્યા છે. લોકો શક્ય તેટલા લોકોને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાતોરાત ઇઝરાયેલી સૈન્ય હવાઈ હુમલાઓએ દક્ષિણ લેબેનોનના નાબાતીહ નજીક એલ્યુમિનિયમ ફેક્ટરી પર હુમલો કર્યો. લેબનોનની સરકારી નેશનલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, લેબનોનમાં 2006 ના યુદ્ધ બાદ પ્રથમ વખત ઇઝરાયેલ દ્વારા નાબાતીહ વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો છે. ઈઝરાયેલની સેના સતત અલ-શિફા હોસ્પિટલને ખાલી કરવાના આદેશ આપી રહી હતી અને હવે એક કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અલ-શિફાની અંદરના એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, લોકો ખૂબ જ નર્વસ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ