ઇઝરાયેલ હમાસ યુદ્ધ : ઉત્તરી ગાઝામાં દાખલ થયા ઇયરાયેલના ટેન્ક, હમાસના ઘણા સ્થળો નષ્ટ કરીને પરત ફર્યા

Israel Hamas War : ઈઝરાયેલી સેનાએ પોસ્ટ કરેલા બ્લેક એન્ડ વ્હાઈટ વીડિયોમાં સશસ્ત્ર વાહનો અને બુલડોઝરની એક ટુકડી સરહદની વાડ તરફ આગળ વધી રહી છે અને તેને તોડીને અંદર જતા જોઇ શકાય છે

Written by Ashish Goyal
October 26, 2023 17:17 IST
ઇઝરાયેલ હમાસ યુદ્ધ : ઉત્તરી ગાઝામાં દાખલ થયા ઇયરાયેલના ટેન્ક, હમાસના ઘણા સ્થળો નષ્ટ કરીને પરત ફર્યા
ઉત્તરી ગાઝામાં દાખલ થયા ઇયરાયેલના ટેન્ક (તસવીર: વીડિયોગ્રેબ/@IDF)

Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. ઇઝરાયેલ સતત હમાસના સ્થળો પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલે ગુરુવારે જણાવ્યું કે બુધવારે આખી રાત તેના કેટલાક ટેન્કો અને પેદલ સેનાની ટુકડીએ હમાસના કબજાવાળા ક્ષેત્રમાં હુમલા કર્યા હતા અને ઘણા સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ પછી તે પોતાની ધરતી પર પાછા આવી ગયા હતા.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જમીની યુદ્ધની તૈયારીઓની જાહેરાત કર્યાના કલાકો બાદ ઈઝરાયેલી સેનાએ પેલેસ્ટીની ક્ષેત્રના ઉત્તરીય વિસ્તારમાં હુમલાની જાહેરાત કરી હતી. ઇઝરાયેલી સંરક્ષણ દળો (આઇડીએફ)એ આ ઓપરેશનને ટાર્ગેટ હુમલો ગણાવ્યો હતો. જેમાં ઘણા ટેરર સેલ, તેમના સ્ટ્રક્ચર અને એન્ટી-ટેન્ક મિસાઇલ લોન્ચ પોસ્ટ્સને નિશાન બનાવવામાં આવી હતી.

ઇઝરાયેલના સંરક્ષણ દળના જણાવ્યા અનુસાર ઓપરેશન યુદ્ધના આગલા તબક્કાની તૈયારીમાં હતું અને અમારા સૈનિકો (ગાઝા) વિસ્તારમાંથી બહાર નીકળીને ઇઝરાયેલની ધરતી પર પાછા ફર્યા છે. ઈઝરાયેલી સેનાએ પોસ્ટ કરેલા બ્લેક એન્ડ વ્હાઈટ વીડિયોમાં સશસ્ત્ર વાહનો અને બુલડોઝરની એક ટુકડી સરહદની વાડ તરફ આગળ વધી રહી છે અને તેને તોડીને અંદર જતા જોઇ શકાય છે.

આ પણ વાંચો – ઇઝરાયેલ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં વિલંબ કેમ કરી રહ્યું છે? અમેરિકા સાથે જોડાયેલું છે કારણ

ન્યૂઝ એજન્સી એએફપીએ આ વીડિયોના લોકેશનને ઇઝરાયલના શહેર એસ્કેલોનનો દક્ષિણ ભાગ હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ જ્યારે વીડિયો ફૂટેજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે સમયની પુષ્ટિ કરી શકી નથી. અન્ય એક વીડિયોમાં એર સ્ટ્રાઇક અને ત્યારબાદ કેટલીક ઇમારતો પર થયેલા હુમલાને જોઇ શકાય છે જેના કારણે હવામાં ધુમાડો તેમજ કાટમાળ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જી -20 સમિટમાં એક મોટી જાહેરાતને હમાસ અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધની શરૂઆતનું એક કારણ ગણાવ્યું છે. બાઇડેને કહ્યું છે કે તેમનું માનવું છે કે હમાસે ઇઝરાઇલ પર આતંકવાદી હુમલો કર્યો તેનું એક કારણ નવી દિલ્હીમાં તાજેતરની જી -20 સમિટ દરમિયાન મહત્વાકાંક્ષી ભારત મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર પરની જાહેરાત હતી. આ કોરિડોર સમગ્ર ક્ષેત્રને રેલમાર્ગોના નેટવર્ક સાથે જોડવા જઈ રહ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ