ઇઝરાયેલ હમાસ યુદ્ધ : ગાઝા માનવતાવાદી સંકટમાં ડુબ્યું, ભૂખમરાની સમસ્યા, રહેવા ઘર નહી, પીવા પાણી નહી…

Israel Hamas War : ઈઝરાયલ હમાસ યુદ્ધમાં ગાજા અને ઈઝરાયલ બંને જગ્યાએ ભારે નુકશાન અને નિર્દો, નાગરીકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ગાજાની હાલત વધારે ખરાબ છે. અહીં 2500 જેટલા ઘર તો નાશ પામ્યા છે, સાડા ત્રણ લાખ લોકો વિસ્થાપિત થયા છે. 6 લાખ બાળકો શિક્ષણથી વંચિત થયા છે. આ સિવાય પીવાના પાણી, તથા વિજળી જેવી અનેક પ્રાથમિક જરૂરિયાતના અભાવે જનજીવન અસ્તવયસ્ત થયું છે.

Written by Kiran Mehta
Updated : October 13, 2023 20:39 IST
ઇઝરાયેલ હમાસ યુદ્ધ : ગાઝા માનવતાવાદી સંકટમાં ડુબ્યું, ભૂખમરાની સમસ્યા, રહેવા ઘર નહી, પીવા પાણી નહી…
ઇઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીની ઇમારતને નુકસાન. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગાઝા પટ્ટીના સંપૂર્ણ ઘેરાબંધીની ઇઝરાયેલની જાહેરાતે પેલેસ્ટિનિયન પ્રદેશને ઊંડા માનવતાવાદી સંકટમાં ધકેલી દીધો છે. અહીં ખોરાક, પાણી, વીજળી અને દવા જેવી પાયાની સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWA ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 2,500 થી વધુ ઘરો નાશ પામ્યા છે અથવા રહેવા માટે અયોગ્ય બની ગયા છે, જ્યારે લગભગ 23,000 મકાનોને નાનુ-મોટુ નુકસાન થયું છે.

યુદ્ધના છઠ્ઠા દિવસના અંત સુધીમાં, હમાસ દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં ઇઝરાયલે સીલ કરેલી પટ્ટીના 2.3 મિલિયન રહેવાસીઓમાંથી 3,38,000 લોકો વિસ્થાપિત થયા હતા. કુલ વિસ્થાપિત વસ્તીમાંથી, યુએન એજન્સી દ્વારા સંચાલિત 92 શાળાઓમાં 2,20,000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

ઓછામાં ઓછી 88 શૈક્ષણિક સંસ્થાઓ ઇઝરાયલી હુમલાઓથી પ્રભાવિત થઈ છે, જેમાં 18 UNRWA શાળાઓ અને 70 પેલેસ્ટિનિયન ઓથોરિટી શાળાઓનો સમાવેશ થાય છે. આ સાથે સતત છઠ્ઠા દિવસે ગાઝામાં 6,00,000 બાળકો સલામત સ્થળે શિક્ષણથી વંચિત રહી ગયા છે.

ખાદ્ય સહાય સ્ટોકના ઝડપી ઘટાડાની ચિંતા વ્યક્ત કરતા, યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યુએફપી) એ પણ તાત્કાલિક સહાય પહોંચાડવા માટે હાકલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચેતવણી આપી છે કે, ગાઝાની હોસ્પિટલો “ભંગાણના આરે” છે.

દરરોજ માત્ર થોડા કલાકો વીજળી સાથે કામ કરતા, તેઓને ગીચ વિસ્તારોમાં માત્ર “સૌથી જટિલ કામગીરી” ચાલુ રાખવા માટે ઘટતા બળતણ અનામતને મર્યાદિત કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. યુએન આરોગ્ય એજન્સીએ કહ્યું છે કે, તબીબી પુરવઠો, ક્ષમતાની તીવ્ર અછત છે.

પાણી પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ત્યાં ફસાયેલા લોકોને ભારે જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, ગાઝામાં લગભગ 50,000 સગર્ભા સ્ત્રીઓ સ્વચ્છ પાણી અને તબીબી સંભાળ સહિતની આવશ્યક સેવાઓ વિના જીવી રહી છે. તેમાંથી લગભગ 5,500 મહિલાઓ આગામી મહિનામાં જ બાળકોને જન્મ આપવા જઈ રહી છે.

માનવાધિકાર નિષ્ણાતોએ ગાઝામાં રહેતા લોકોનો સામનો કરી રહેલા “ભૂખમરીનું અનિવાર્ય જોખમ” વિશે ચેતવણી આપતાં કહ્યું છે કે, “ઇરાદાપૂર્વક ભૂખમરો કરવો એ માનવતા વિરુદ્ધ ગુનો છે”. ગાઝા સ્થિત આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક વધીને 1,537 થઈ ગયો છે અને 6,612 લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં 500 બાળકો પણ સામેલ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ