Israel Palestine Hamas Conflict : ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ ભયંકર બની રહ્યું છે. પેલેસ્ટાઈનના આતંકી જૂથ હમાસે ગાઝાપટ્ટી પર કરેલા હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપવાની ચેતવણી સાથે યુદ્ધ છેડી દીધું છે. દુનિયાના તમામ દેશોની નજર હાલ ઈઝરાયલ અને હમાસ યુદ્ધ છે. ઈઝરાયલ – હમાસ યુદ્ધના ચાર દિવસ બાદ પણ ખાસ કરીને પશ્ચિમ એશિયાના ઘણા દેશોના વિદેશ મંત્રાલય મૌન સેવીને બેઠાં છે. ભારતે ખુલ્લે આમ ઈઝરાયલને સમર્થન આપવાની ઘોષણા કરી છે જ્યાર પહેલીવાર ખાડી દેશો વચ્ચે ભાગલા પડ્યા હોવાનું દેખાઇ રહ્યું છે, જેનું કારણ નિર્દોષ નારિકોની હત્યા હોઇ શકે છે.
ઈઝરાયલ-હમાસની યુદ્ધમાં આરબ કન્ટ્રીઝના અમુક દેશોએ ઈઝરાયલને સમર્થન આપવાની વાત કહી છે. જેમાં યુનાઇટેડ અરબ અમિરાત (યુએઇ) અને બહેરીન, જેમણે ઇઝરાયેલ સાથે યુએસ-બ્રોકર અબ્રાહમ એકોર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા, તેમણે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની ટીકા કરી છે.
રાજદ્વારીઓ, ખાસ કરીને આરબ દેશોના, વિદેશ બાબતોના મંત્રાલયોએ મૌન સેવ્યું છે. એકમાત્ર ભારત સરકાર તરફથી ઈઝરાયલ સાથે એકતા-સમર્થન વિશેના ટ્વીટ્સ અને PMO/MEA નિવેદન આવ્યા છે.
એક રાજદૂત સહિત આરબ દેશોના ઓછામાં ઓછા ત્રણ રાજદ્વારીઓએ કહ્યું કે, તેઓ વિદેશ મંત્રાલય તરફથી અત્યંત સંતુલિત અને સચોટ નિવેદનની અપેક્ષા રાખે છે.
આરબ દેશના એક રાજદ્વારીએ મંગળવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ભારતીય રાજદ્વારીઓએ હમણાં જ એક અદ્ભુત (G20) સંયુક્ત વાર્તાલાપ કર્યો હતો, જે રાજદ્વારી સંતુલન વર્તનનું આ શાનદાર ઉદાહરણ હતું. રશિયા- યુક્રેન યુદ્ધ મુદ્દે ભારત છેલ્લા દોઢ વર્ષથી આ વલણ અપનાવી રહ્યું છે. તેમની પાસે કુશળતા છે, પરંતુ અમે છેલ્લા ચાર દિવસમાં તે કુશળતા જોઇ નથી,”
પશ્ચિમ એશિયામાં, ભારત એક તરફ ઈઝરાયલ સાથે ઊંડા વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે, ઉપરાંત સાઉદી, યુએઈ, કતાર, ઈરાન અને ઈજિપ્ત સાથે પણ ગાઢ સંબંધો છે.
પશ્ચિમ એશિયાના ખાડી દેશોમાં 90 લાખ ભારતીયો

પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અંદાજિત 90 લાખ ભારતીયો રહે છે અને નોકરી કરે છે અને ભારત આ પ્રદેશમાંથી 50 ટકાથી વધુ ક્રૂડની આયાત કરે છે. તેમજ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સના સંદર્ભમાં પણ મહતકાંક્ષા ધરાવે છે, જે તાજેતરમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમી કોરિડોરની ઘોષણા દરમિયાન વ્યક્ત કરવામાં આવી હતી.
આથી, ભારતે વ્યાપકપણે વિભાજિત અને અલગ-અલગ ફંટાયેલા પશ્ચિમ એશિયા ક્ષેત્ બન્ને બાજુથી સંતુલન જાળવવું પડશે.
યુએઇ એ હમાસની નિંદા કરી
યુએઈએ રવિવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને હમાસના હુમલાને “ગંભીર અને અત્યંત ગંભીર” ગણાવ્યો હતો. યુએઈના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના નાગરિકોનું તેમના ઘરોમાંથી અપહરણ કરાયું હોવાની ઘટનાઓથી તે “સ્તબ્ધ” છે, પરંતુ ગાઝા પર ઇઝરાયેલના ઘાતક હુમલાઓની ટીકા કરવાનું ટાળ્યું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “બંને બાજુના નાગરિકોને હંમેશા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સંપૂર્ણ સુરક્ષા હોવી જોઈએ અને તેઓ ક્યારેય યુદ્ધના ટાર્ગેટ પર ન હોવા જોઈએ,”
બહેરીને પણ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે “એક ખતરનાક આગેકૂચ છે જે નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે”.
બહેરીનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં પણ “બહેરીન દ્વારા ઈઝરાયલમાં નાગરિકોને તેમના ઘરોમાંથી ઉઠાવી જવાની અને બંધક બનાવવાની ઘટનાઓની નિંદા કરી હતી.” બહેરીને પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકતી હિંસાને ઘટાડવાની વિનંતી કરી.
વર્તમાન પરિસ્થિતિ ભૂતકાળથી તદ્દન અલગ છે. સમગ્ર આરબ વિશ્વ એકસાથે ઇઝરાયેલ વિરુદ્ધ બોલશે. અલબત્ત, તેમાં ઇરાન જોડાશે.
સાઉદી અરેબિયાએ સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે, જો કે તેમાં “ઇઝરાયલી સૈન્ય” નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને તેનો પેલેસ્ટાઇન તરફ વધારે ઝુંકાવ હોવાનું માનવામાં આવતું હતું – હમાસના હુમલાની કોઈ નિંદા કરવામાં આવી ન હતી. તો કતાર, કુવૈત અને ઓમાન જેવા દેશો ઈઝરાયેલની ટીકા કરતા રહ્યા છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે “વિવિધ પેલેસ્ટિનિયન જૂથો અને ઇઝરાયેલ સૈન્ય વચ્ચેના ભયંકર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જેના પરિણામે અનેક મોરચે હિંસા વધી છે”.
રિયાધે બંને પક્ષો વચ્ચેના ઘષર્ણને તાત્કાલિક રોકવા અને નાગરિકોની સુરક્ષા કરવાનું આહ્વાન કર્યું છે.
ભારાત સરકારના વિદેશ મંત્રાલયનું માનવું છે કે, હમાસના હુમલાઓ એટલા નિર્દય અને ક્રૂર હતા – જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હત્યા અને અપહરણની ભયાનક ઘટનાઓના ફોટા-વીડિયો સામે આવ્યા છે, બીજી પક્ષ વિશે વાત કરવાનો કોઈપણ પ્રયાસ ઇઝરાયલની લાગણીઓને ઠેસ પહોંચાડવાની સમાન જોવામાં આવશે.
આ પણ વાંચો | નેહરુથી લઈ રાજીવ સુધી, ભારત પહેલા પેલેસ્ટાઈનની નજીક હતું, 90 ના દાયકામાં ઈઝરાયલ સાથે મિત્રતા વધી, વાજપેયીએ કહાની બદલી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા શનિવારે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે હુમલાખોરો કોણ હતા અને કોણ પીડિતો હતા, અને આ અંગે કોઈ સમાનતા હોઈ શકે નહીં.
ભારતીય સંસ્થાનોએ એવો અભિપ્રાય અપનાવ્યો છે કે ઈઝરાયેલ તેની કટોકટીના સમયમાં ભારતની પડખે ઊભું હતું – પછી તે 1999નું કારગીલ યુદ્ધ હોય કે મુંબઈમાં 26/11નો આતંકવાદી હુમલો હોય – અને ભારતે તેના સંકટ સમયે ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને રહેવું જોઈએ. .





