Israel Hamas war : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દિવસે દિવસે વિસ્ફોટક બની રહ્યું છે. હવે એ જ શ્રેણીમાં ઈઝરાયેલે ગાઝામાં ઈસ્માઈલ હાનિયાના ઘર પર મિસાઈલ હુમલો કર્યો છે. જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે ઈસ્માઈલ હાનિયા પોતે ત્યાં હાજર ન હતા, તેથી ઈઝરાયેલનો દુશ્મન નંબર 1 હજુ પણ જીવિત છે. હવે, હુમલા સમયે તેના પરિવારના સભ્યો ત્યાં હાજર હતા કે, નહીં તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
જો કે, અહીં એ સમજવું જરૂરી છે કે ઇઝરાયેલી સેનાએ હમાસને ચારે બાજુથી ઘેરી લીધું છે, છેલ્લા બે દિવસમાં 150 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈઝરાયેલનો દાવો છે કે તે હવે ગાઝામાં તેની જમીની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવા જઈ રહ્યું છે, તેણે હમાસને કોઈપણ કિંમતે ખતમ કરવી પડશે. આ ક્રમમાં આ મિસાઈલે શનિવારે હાનિયાના ઘર પર હુમલો કર્યો હતો.
જો કે, ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ પહેલા જ કહ્યું છે કે ગાઝામાં હમાસની કુલ ચાર જગ્યાઓને નિશાન બનાવવામાં આવશે. જેમાં હમાસના કમાન્ડ સેન્ટર, બે લોન્ચિંગ પોઝીશન, ત્રણ ટનલ અને ચોથા એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવશે.





