Explained Desk : ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપશે કારણ કે દેશનું નેતૃત્વ ચલાવવા તેમની ફેવરમાં કોઈ નથી. વડા પ્રધાન તરીકેની બે ટર્મ પુરી કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
“હું જાણું છું કે આ નિર્ણય પછી ઘણી ચર્ચા થશે, અને મને પૂછવામાં આવશે કે, ‘વાસ્તવિક’ કારણ શું હતું, તમને માત્ર એક જ રસપ્રદ એંગલ મળશે કે મોટા પડકારોમાં છ વર્ષ પસાર કર્યા છે, હું માણસ છું,રાજકારણીઓ માણસ છે. આપણે જેટલું કરી શકીએ તે બધું આપીએ છીએ, જ્યાં સુધી આપણે કરી શકીએ છીએ, અને પછી સમય પર નિર્ભર છે , અને મારા માટે હાલ આ ટાઈમ છે.”
વિશ્વના સૌથી યુવા નેતાઓમાંના એક, આર્ડર્નને ઘણીવાર સેન્ટર લેફ્ટ વિચારધારાના સમર્થક તરીકે જાણીતા હતા.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે આ ન્યુઝ વિશે જણાવ્યું હતું કે, “સુપ્રસિદ્ધ ક્રિકેટ કોમેન્ટેટર, વિજય મર્ચન્ટે એકવાર તેની કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લેવા વિશે કહ્યું હતું: આગળ વધો જ્યારે લોકો પૂછે છે કે તે શા માટે નિવૃત્તિ લઇ રહ્યા છે, જેસિન્ડા આર્ડર્ને તાજેતરમાં જ કહ્યું છે કે તે મર્ચન્ટના મેક્સિમને અનુસરીને નિવૃત્તિ લઇ રહ્યા છે. ભારતીય રાજકારણને તેમના જેવા લોકોની વધુ જરૂર છે.”
લેબર પાર્ટીની મીટિંગમાં બોલતા, 42 વર્ષીય આર્ડર્નએ જણાવ્યું હતું કે તે 7 ફેબ્રુઆરી વડા પ્રધાનના પદ તરીકે નહિ હોયઅને ફરીથી ચૂંટણી લડશે નહીં. દેશમાં આ વર્ષે 14 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ઉત્તરાધિકારી ( successor) ની તાત્કાલિક કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, જોકે આર્ડર્ને ઉલ્લેખ કર્યો હતો કે પક્ષ પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરશે.
વિશ્વ રાજનીતિમાં આર્ડર્નની ભૂમિકા અને દેશમાં જે મોટા ફેરફારો કર્યા તેના પર એક નજર
જેસિન્ડા આર્ડર્ન: રાજકારણમાં શરૂઆતના વર્ષો અને વડા પ્રધાન
આર્ડર્ન રાજનીતિ અને જાહેર સંબંધોમાં કોમ્યુનિકેશન સ્ટડીઝના સ્નાતક છે અને તત્કાલીન વડા પ્રધાન હેલેન ક્લાર્કના કાર્યાલયમાં સલાહકાર તરીકે કામ કર્યું છે. થોડા સમય માટે, તે યુકેના વડા પ્રધાન ટોની બ્લેરની સલાહકાર પણ હતા.
આ પણ વાંચો: Today News Live Updates: DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો, પાઈલટ ઈન કમાન્ડને 3 મહિના માટે સસ્પેન્ડ
તેમની 18 વર્ષની ઉંમરે ન્યુઝીલેન્ડ લેબર પાર્ટીમાં જોડાઈ હતા અને 2008માં સંસદમાં પ્રવેશ લીધો હતો. તે 2017ની શરૂઆતમાં ઓકલેન્ડ મતદાતા માઉન્ટ આલ્બર્ટ માટે સાંસદ બન્યા હતા અને ઓગસ્ટ 2017માં 37 વર્ષની વયે લેબર પાર્ટીના નેતા અને વડાપ્રધાન બન્યા હતા. આર્ડર્ન 150 વર્ષમાં ન્યુઝીલેન્ડના સૌથી યુવા નેતા બન્યા.
તેમની ઝુંબેશ ઘણીવાર યુવા પેઢીઓને ધ્યાનમાં રાખીને, બાળ ગરીબી, પર્યાવરણ સંરક્ષણ, વગેરેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. બિનઅનુભવીતાના મુદ્દાને તેના ટીકાકારો દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં, આર્ડર્નને કેન્દ્રીય દળ તરીકે તેના પક્ષનું નેતૃત્વ કર્યું હતું . નેતૃત્વને લઈને પાર્ટીમાં આંતરિક લડાઈના થોડા વર્ષો પછી આ ઘટના છે. જે “જેસિન્ડામેનિયા” તરીકે ઓળખાતી હતી.
રાજનીતિમાં એક પ્રકારની નવીનતા લાવતા, માત્ર તેની ઉંમર અને લિંગ સુધી મર્યાદિત ન રહેતા, આર્ડર્ન ઘણીવાર પ્રગતિશીલ મુદ્દાઓ વિશે અવાજ ઉઠાવતા હતા. તેઓ એવા પ્રથમ પીએમ હતા જેમણે વડા પ્રધાન પદ પર રહીને બાળકીને જન્મ આપ્યો હતો અને પોતાની પુત્રીને યુએનમાં લાવ્યા હતા. માનસિક સ્વાસ્થ્ય અને લિંગના મુદ્દાઓ પર તેમના સ્પષ્ટ મંતવ્યો, અન્ય મુદ્દાઓ વચ્ચે, બધેજ કેન્દ્રવાદી નેતાઓ તરફથી તેમણે પ્રશંસા મેળવી હતી.
તેના પ્રથમ કાર્યકાળ દરમિયાન, દેશના ઇતિહાસમાં સૌથી ભયંકર સામૂહિક ગોળીબાર થયો હતો. 2019 માં ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલામાં 51 લોકોના મોત થયા હતા. આર્ડર્ને તે સમય દરમિયાન એકતા પર ભાર મૂક્યો હતો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારોને દિલાસો આપવા હિજાબ પહેર્યો હતો. તેમની 2020 પુનઃ ચૂંટણીમાં પણ મંજૂરીનીના અણસાર હતા.
તેના કોવિડ -19 પેંડેમીક વખતે વૈશ્વિક સ્તરે કેટલાક કડક પગલા લીધા હતા, અને મૃત્યુની સૌથી ઓછી સંખ્યામાં રહી હતી. પરંતુ સતત માસ્ક આદેશ જેવા પગલાં પાછળથી કેટલાક, ખાસ કરીને રૂઢિચુસ્તો અને સ્વતંત્રતાવાદી મતદારો માટે નારાજગીનું કારણ બન્યા હતા. વધતી જતી મોંઘવારી અને ગુનાખોરીના મુદ્દાઓ પણ ટીકા તરફ દોરી ગયા હતા. પાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવણી કરવાની દરખાસ્તો અને કૃષિ ઉત્સર્જન કાર્યક્રમની રજૂઆતે પણ લોકોને વિભાજિત કર્યા હતા.
આ પણ વાંચો: Today News Live Updates: હોકી વર્લ્ડ કપ : ભારતે વેલ્સ સામે 4-2થી વિજય મેળવ્યો
જેસિન્ડા આર્ડર્નનું સ્થાન કોણ લઈ શકે?
આર્ડર્ને કહ્યું કે પાર્ટી કોકસમાં 22 જાન્યુઆરીએ મતદાન થશે. જો કોઈ નેતા સફળતાપૂર્વક ચૂંટાય છે, તો તે પોતાનું રાજીનામું ગવર્નર જનરલને સોંપશે, અને નવા વડા પ્રધાન શપથ ગ્રહણ કરશે .
રોઇટર્સે નીચેના નેતાઓને સંભવિત અનુગામી તરીકે જાણ કરી:
ક્રિસ હિપકિન્સ નવેમ્બર 2020 માં કોવિડ -19 માટે પ્રધાન તરીકે નિમણૂક થયા પછી રોગચાળા અંગે સરકારના પ્રતિસાદને આગળ ધપાવી રહ્યા હતા. તેઓ શિક્ષણ, જાહેર સેવા મંત્રી પણ છે અને ગૃહના નેતા તરીકે સેવા આપે છે. સંસદમાં પ્રવેશતા પહેલા હિપકિન્સે રાજકારણમાં ઘણી ભૂમિકાઓ નિભાવી હતી.
કિરી એલન, ન્યુઝીલેન્ડના ન્યાય પ્રધાન, માઓરી વંશના દેશના પ્રથમ વડા પ્રધાન બનશે, તેમજ જો ચૂંટાય તો દેશના પ્રથમ ખુલ્લેઆમ ગે નેતા બનશે. 39 વર્ષીય વ્યક્તિને 2021 માં સ્ટેજ 3 સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું તે જ દિવસે દેશના દરિયાકાંઠે ભૂકંપ આવ્યો હતો. તેમણે દેશના કેટલાક ક્ષેત્રોમાં વ્યાપારી અને જાહેર કાયદાનો અભ્યાસ પણ કર્યો છે.