scorecardresearch

‘આવુ જ ચાલતુ રહ્યું તો – જાપાન ‘ગાયબ’ થઈ જશે’, પીએમના સલાહકારે કરી ચિંતા વ્યક્ત

Japan low birth rates : જાપાન સહિત ઇટાલી, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો પણ તેમના જન્મ દરમાં ઘટાડો નોંધાવી રહ્યા છે. અહીં શા માટે વિશ્વભરના વિકસિત દેશો જાપાનની દુર્દશા જેવો સામનો કરી રહ્યા છે – અને શા માટે જાપાન હજુ પણ સૌથી ખરાબ સ્થિતિ પર છે.

‘આવુ જ ચાલતુ રહ્યું તો – જાપાન ‘ગાયબ’ થઈ જશે’, પીએમના સલાહકારે કરી ચિંતા વ્યક્ત
જાપાનમાં જન્મ દરમાં ઘટાડો મોટી મુશ્કેલી (Photo via DW)

રિશિકા સિંહ : મસાકો મોરીએ જાપાનનો ડેટા જાહેર થયાના થોડા દિવસ બાદ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જેમાં જાપાને ગયા વર્ષે જન્મેલા બાળકોની સંખ્યા દર્શાવી હતી (એક વર્ષમાં વસ્તીમાં 1,000 લોકો દીઠ જન્મેલા બાળકોની સંખ્યા) જન્મ દર ઘટ્યાના સાત વર્ષ પછી ગત વર્ષે પેદા થયેલા બાળકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઘટાડો થયો છે. બ્લૂમબર્ગે મોરીને જણાવ્યું હતું કે, “આ એવા લોકો છે, જેમણે અદૃશ્ય થવાની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે, જેમણે ભારે નુકશાનનો સામનો કરવો પડશે. આ એક ભયંકર રોગ છે જે તે બાળકોને પીડિત કરશે”

ઇટાલી, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો પણ તેમના જન્મ દરમાં ઘટાડો નોંધાવી રહ્યા છે. અહીં શા માટે વિશ્વભરના વિકસિત દેશો જાપાનની દુર્દશા જેવો સામનો કરી રહ્યા છે – અને શા માટે જાપાન હજુ પણ સૌથી ખરાબ સ્થિતિ પર છે.

વિકસિત દેશોમાં જન્મ દર કેમ ઓછો છે?

દેશમાં કુલ વાર્ષિક વસ્તી ફેરફારની ગણતરી જન્મ અને સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા અને મૃત્યુ અને સ્થળાંતરની સંખ્યાને બાદ કરીને કરવામાં આવે છે. તેથી, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર વસ્તી પરિવર્તન પાછળ મુખ્ય સંખ્યા બને છે. ઉદાહરણ તરીકે, ભારતે તેની આઝાદીની આસપાસના સમયગાળામાં તેના લોકોમાં મોટી સંખ્યામાં જન્મો અને ઉચ્ચ મૃત્યુ જોયા. ઉચ્ચ જન્મનો હેતુ કૃષિ સમાજમાં પરિવારોને ટેકો આપવા માટે હતો, જ્યાં બાળકો પણ કામ કરતા હતા. પરંતુ પ્રચલિત રોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓનો અભાવ – રસ્તાઓ, હોસ્પિટલો અને શાળાઓ – પણ મૃત્યુની મોટી સંખ્યાનો અર્થ છે. તેથી, એકંદર વસ્તી ફેરફાર ન્યૂનતમ હતો.

મૂળભૂત સેવાઓમાં વધારો થવાને કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે

જ્યારે મૂળભૂત સેવાઓ વધુ લોકો માટે ઉપલબ્ધ થઈ, ત્યારે મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જેમ જેમ જન્મ વધતો ગયો તેમ તેમ વસ્તી પણ વધી. વસ્તી વિષયક સિદ્ધાંત કહે છે કે આખરે, શિક્ષણ અને સમૃદ્ધિનો અર્થ જન્મદરમાં પણ ઘટાડો થાય છે, અને વસ્તીમાં કુલ ફેરફાર ફરીથી ન્યૂનતમ છે. વિકસિત દેશોમાં આ સ્થિતિ છે.

આ તબક્કો સામાન્ય રીતે સુધારણાઓમાં પરિણમે છે, જેમ કે આયુષ્યમાં સુધારો, જીવનની ગુણવત્તા, ઓછા શિશુ મૃત્યુ અને બાળજન્મ દરમિયાન મહિલાના સ્વાસ્થ્યમાં સુધારો. પરંતુ જો મૃત્યુ જન્મ કરતાં વધી જાય તો કુલ વસ્તી દર વર્ષે ઘટતી જશે, જેમ કે જાપાનમાં છે.

ઘટી રહેલા જન્મ દરને લઈ ચિંતા શું છે?

‘ગાયબ થઈ જતી’ ટિપ્પણી એ આવા માર્ગનો આત્યંતિક તબક્કો છે, પરંતુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ તાત્કાલિક મુદ્દાઓ છે. પ્રથમ, જો વસ્તીમાં મોટાભાગના લોકો વૃદ્ધ થઈ રહ્યા છે અથવા ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે, તો તેઓ કર્મચારીઓની સંખ્યામાંથી બહાર નીકળી જાય છે. યુવા પેઢીઓએ તેમને ટેકો આપવો પડશે, તેમના કરનો મોટો ભાગ તો પેન્શન આપવામાં જાય છે, જ્યારે વર્તમાન પેઢીની જરૂરિયાતો માટે ઓછો પડે છે. કાર્યકારી વયના લોકોની અછતનો અર્થ એ છે કે, વૃદ્ધોની સંભાળ રાખનારાઓની સંખ્યા પણ ઓછી હશે.

ચીનમાં, આ પહેલેથી જ નોંધ કરવામાં આવ્યું છે. ચીનમાં એક-બાળકની નીતિને કારણે, જેને તાજેતરમાં હળવી કરવામાં આવી હતી. યુવાનોની જવાબદારી વધી ગઈ હતી, એટલે કે ‘4-2-1’ ચાર દાદા-દાદી અને બે માતા-પિતા એક બાળક પર આધાર રાખે છે. આ નીતિ 1980 થી ચાલુ થઈ, જે 2016માં પેઢીઓને પ્રભાવિત કરે છે.

શું જાપાન અન્ય વિકસિત દેશો કરતાં ખરાબ કરી રહ્યું છે?

જાપાન એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે કારણ કે, તે પહેલાથી જ એવા તબક્કામાં પહોંચી ગયું છે જ્યાં વૃદ્ધો વસ્તીની ટકાવારીના, લગભગ 30 ટકા છે. પરંતુ એવી દલીલ કરી શકાય છે કે, દક્ષિણ કોરિયા – જે રેકોર્ડ-નીચો જન્મ દર જોઈ રહ્યું છે – તે વધુ ખરાબ કરી રહ્યું છે.

બંને દેશોમાં કેટલાક મુદ્દા સામાન્ય છે. ઘણી યુવતીઓ સંતાન ન પેદા કરવાનું કે લગ્ન જ ન કરવાનું પસંદ કરતી હોય છે. શહેરીકરણ અને આધુનિકીકરણનો અર્થ થાય છે ઉચ્ચ જીવન ખર્ચ, બાળકોનો ઉછેર વધુ ખર્ચાળ બની રહ્યો છે, અને પરંપરાગત લિંગ ભૂમિકાઓએ કાર્યસ્થળમાં અસમાનતા ઊભી કરી છે, જેમાં બાળકોનું ઉછેર મોટાભાગે સ્ત્રીઓ પાસે આવે છે.

વધુમાં, સાંસ્કૃતિક અપેક્ષાઓ એકમાત્ર કારણ નથી કે પુરુષો ઘરના કામકાજમાં ઓછું યોગદાન આપે છે. લાંબા કામના કલાકોનો અર્થ એ છે કે પૂર્ણ-સમયની નોકરીના કારણે ઘરમાં થોડો સમય અપાય છે, અને પગાર હજુ પણ પરિવારને ટેકો આપવા માટે અપૂરતો હોઈ શકે છે. ડીડબ્લ્યુના એક રિપોર્ટમાં જાપાનની કેબિનેટ ઓફિસના 2022ના જેન્ડર રિપોર્ટને ટાંકવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 30 વર્ષની 25.4 ટકા મહિલાઓ અને સમાન વય જૂથના 26.5 ટકા પુરુષો કહે છે કે, તેઓ લગ્ન કરવા માંગતા નથી.

જાપાન ઐતિહાસિક રીતે સાંસ્કૃતિક એકરૂપતાને જાળવવાના વિચારના આધારે, ઇમિગ્રેશનને મંજૂરી આપવામાં અચકાય છે.

હવે શું કરવામાં આવી રહ્યું છે?

આ પરિબળો સારી રીતે ઓળખાય છે. સરકારની કાઉન્સિલ ફોર જેન્ડર ઇક્વાલિટીનો અહેવાલ જણાવે છે, “જાપાને ‘કામની શૈલીની લચીલાપન’, ‘ઘરેલુ કામ માટેની ભૂમિકાઓના વિભાજનમાં સુગમતા’ અને ‘રોજગારની તકોની સમાનતા’ જેવા ક્ષેત્રોમાં તેનું સ્તર વધારવાની જરૂર છે”. યુ.એસ. અને નેધરલેન્ડ સાથે દેશની તુલના કરો. જ્યારે આ બંને નીચા જન્મદર વાળા વિકસિત દેશો છે, અહીં મહિલાઓના કામની આસપાસ સારી કાર્યસ્થળની નીતિઓ અને સંસ્કૃતિને કારણે તેમની સ્થિતિ ઓછી ખતરનાક છે.

આ પણ વાંચોપૂર્વ પીએમ ઇમરાન ખાન ઘરમાંથી ગાયબ, ધરપકડ કરવા પહોંચેલી પોલીસ ખાલી હાથે પરત ફરી, PTI સમર્થકોનો જમાવડો

આ વર્ષે, જાપાન સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ શોધવા માટે એક સંસ્થા બનાવવાની યોજના ધરાવે છે. બાળકો ધરાવતા લોકો માટે કર પ્રોત્સાહનો અને અન્ય નાણાકીય લાભો પહેલેથી જ છે. જો કે, ધારાશાસ્ત્રીઓ દ્વારા યુવાનોને “સ્વાર્થી” અથવા “રોમેન્ટિક સંભવિત” અને અવિવાહિત મહિલાઓને “રાજ્ય પર બોજ” તરીકે વર્ણવવા બદલ ટીકા કરવામાં આવી છે. તેનાથી વિપરીત, મોરીએ કહ્યું છે કે, “મહિલા સશક્તિકરણ અને જન્મ દર નીતિઓ સમાન છે,” તેમણે કહ્યું, “જો તમે આ વસ્તુઓ સાથે અલગથી વ્યવહાર કરો છો, તો તે અસરકારક રહેશે નહીં.”

Web Title: Japan low birth rates pm advisor said japan future is bad if this situation continues

Best of Express