કિમ જોંગ ઉનને સતાવી રહ્યો છે હત્યાનો ડર? બનાવવામાં આવી રહી છે 8 નવી લક્ઝરી હવેલી

Kim Jong-Un Fear: સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો અને અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કિમ જોંગને શંકા છે કે તેની પર હુમલો કરાવી શકે છે

Written by Ashish Goyal
Updated : September 26, 2022 15:18 IST
કિમ જોંગ ઉનને સતાવી રહ્યો છે હત્યાનો ડર? બનાવવામાં આવી રહી છે 8 નવી લક્ઝરી હવેલી
કિમ જોંગ ઉનને હત્યાનો ડર સતાવી રહ્યો છે (AP/file photo)

Kim Jong-Un Fear: ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) પોતાની હત્યાના ડરથી પોતાના રહસ્યમયી શહેરમાં આઠ નવી લક્ઝરી હવેલી બનાવી રહ્યો છે. જેથી દુશ્મનોને પણ ખબર ના પડે કે તે ક્યાં છે અને કયા સ્થાને ઊંઘી રહ્યો છે.

એક નવા અધ્યયન પ્રમાણે ઉત્તર કોરિયાએ આ વર્ષે મિસાઇલ પરીક્ષણની માત્રા વધારી દીધી છે. સાથે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો અને અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કિમ જોંગને શંકા છે કે તેની પર હુમલો કરાવી શકે છે. પોતાની હત્યાના ડરથી કિમ જોંગ ઉન અન્ય રાજનીતિક હસ્તીઓ અને પોતાના પરિવારના સભ્યોને મારવા માંગે છે.

કિમ જોંગ ઉનના નવી હવેલી

ઉત્તર કોરિયા લીડરશિપ વોચના એક રિપોર્ટે સેટેલાઇટ ઇમેજ પ્રકાશિત કરી છે. જે મધ્ય પ્યોંગયાંગના વીઆઈપી ક્ષેત્રમાં થઇ રહેલા નિર્માણ કાર્યને બતાવે છે. આ વિસ્તારને કિમના સીક્રેટ શહેરના રૂપમાં ઓળખવામાં આવે છે. લીડરશિપ વોચ બ્લોગ ચલાવનાર વિશેષજ્ઞ માઇકલ મેડેનનું માનવું છે કે આ નવી ઇમારતો કિમ જોંગ માટે હવે હવેલી હશે. જ્યાં હુમલો કરવો મુશ્કેલ રહેશે.

હુમલાખોરોને ભ્રમિત કરવા માટે

માઇકલ મેડેને પોતાના બ્લોગમાં નિર્માણ સ્થળ વિશે કહ્યું કે આકાર અને નિર્માણ કાર્યના ફુટપ્રિન્ટ જોતા એ સંભાવના છે કે આ પરિયોજનાનો એક મોટો નિવાસ એક બેન્કેટ હોલ છે. મેડેનને લાગે છે કે આ નવી ઇમારતોનો ઉપયોગ તે વિદેશી રાજ્યોને ભ્રમિત કરવા માટે કરવામાં આવશે જે કિમ ઉનને મારવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ