Kohinoor Diamond :બ્રિટનના મહારાણી કૈમિલાના તાજમાં કોહિનૂર હીરો જોવા મળશે નહીં. કૈમિલા 6 મે ના રોજ પોતાના પતિ મહારાજા ચાર્લ્સ તૃતીય સાથે થનાર પોતાની તાજપોશી માટે જે તાજની પસંદગી કરી છે તેમાં કોહિનૂર હીરો જડેલો નહીં હોય. માનવામાં આવે છે કે કોહિનૂર પર ભારત પોતાનો દાવો કરે છે. આ કારણે બ્રિટનના મહારાણી પોતાના તાજમાં આ ઘણા કિંમતી હીરાને લગાવવાથી ખચકાઇ રહ્યા છે. જોકે કોહિનૂર પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ પોતાનો દાવો કરે છે. તાજપોશીમાં મહારાજા ચાર્લ્સ તૃતીય, સેન્ટ એડવર્ડનો તાજ પહેરશે.
બકિંઘમ પેલેસે જણાવ્યું કે કૈમિલાએ પોતાની તાજપોશી માટે મહારાની મૈરીના તાજની પસંદગી કરી છે. તેમાં Cullinan III, IV અને V હીરા જડેલા છે. ક્વિન મેરી ક્રાઉનને 6 મે ના સમારોહ માટે ટાવર ઓફ લંડનમાં પ્રદર્શનીથી હટાવી દેવામાં આવ્યો છે. આ કિંમતી હીરો મહારાની એલિઝાબેથના અંગત સંગ્રહમાં હતો. તેને ક્યારેય પણ બ્રોચમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી.
105.6 કેરેટનો છે કોહિનૂર હીરો
કોહિનૂર હીરો 105.6 કેરેટનો છે. આ દુનિયામાં સૌથી મોટા કપાયેલા હીરોમાંથી એક છે. આ 1850માં મહારાની વિક્ટોરિયા સામે હાજર કર્યા પછી શાહી પરિવારના ઘરેણાંના સંગ્રહનો મહત્વનો ભાગ રહ્યો છે. અંતિમ વખત આ હીરાને મહારાની એલિઝાબેથે પહેર્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ હીરાને મેળવી મહારાણી વિક્ટોરિયા સામે રજુ કર્યો હતો.
આ પણ વાંચો – આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને IMF પાસેથી લોન કેમ નથી મળી રહી, શું છે તેની પાછળનું કારણ?
ફૂટનીતિક કારણોથી બ્રિટને કર્યો નિર્ણય
કૈમિલાના તાજની પસંદગીને લઇને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કૈમિલાની પસંદ રાજમાતા મહારાણી અલિઝાબેથ દ્વારા પહેરવામાં આવેલો તાજ હોઇ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અંતિમ પસંદગી કરતા સમયે ફૂટનીતિક પહેલું પર ધ્યાન રાખવામાં આવ્યું છે. બ્રિટન નથી ઇચ્છતું કે તેના સંબંધ ભારત, પાકિસ્તાન કે અફઘાનિસ્તાન સાથે કોહિનૂર હીરાને લઇને ખરાબ થાય. ભારતીય મૂળના ઋષિ સુનક પીએમ બન્યા પછી બ્રિટન ભારત સાથે પોતાના સંબંધોને લઇને ખાસ ધ્યાન રાખી રહ્યું છે.