Liz Truss resigns: બ્રિટનમાં થોડા દિવસો પહેલા જ સત્તા સંભાળનાર લિઝ ટ્રસે ગુરુવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તે પીએમ પદ પર ફક્ત દોઢ મહિનો જ રહ્યા છે. કંઝેર્વેટિવ પાર્ટીની લિઝ ટ્રેસના નેતૃત્વમાં બનેલી નવી સરકાર પર ભારે દબાણ હતું. તે ખરાબ આર્થિક યોજનાને લઇને પોતાની જ પાર્ટીમાં સખત વિરોધનો સામનો કરી રહ્યા હતા. તેમણે મીડિયા સામે સ્પષ્ટ કર્યું કે તે કંઝરવેટિવ પાર્ટીના નેતા પદથી રાજીનામું આપી રહી છે. ઉત્તરાધિકારી પસંદ થાય ત્યાં સુધી તે પ્રધાનમંત્રીના રુપમાં કામ કરશે. એક દિવસ પહેલા જ લિઝ ટ્રસ સરકારમાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને પદ પરથી રાજીનામું આપ્યું હતું.
નવ નિયુક્ત વિત્ત મંત્રી જેરેમી હંટે એક મહિનાથી પણ ઓછા સમય પહેલા બની તેમની સરકારના ટેક્સ કપાતના પેકેજના નિર્ણયને પલટાવી દીધો હતો. આ પછી ટ્રસે પ્રથમ વખત સંસદના પ્રથમ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે સંસદની માફી માંગી હતી અને બ્રિટિશ સરકારના પ્રમુખ તરીકે પોતાના નાના કાર્યકાળ દરમિયાન કરેલી ભૂલોનો સ્વીકાર કર્યો હતો. ટ્રસ જ્યારે સંસદમાં બોલી રહ્યા હતા તો કેટલાક સાંસદો હોબાળો કરીને કહી રહ્યા હતા કે રાજીનામું આપો. જોકે તે સમયે કહ્યું હતું કે હું યોદ્ધા છું અને મેદાન છોડીને ભાગવાની નથી. જોકે બીજા દિવસે તેમણે રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો – રશિયામાં સામેલ યુક્રેનના 4 શહેરમાં પુતિને લાગુ કર્યો માર્શલ લૉ
ટ્રસ તેમના નેતૃત્વની કડવી સચ્ચાઈનો સામનો કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. ટ્રસ અને તેમના પૂર્વ નાણાંમંત્રીને ચેતવણી આપી હતી કે મોટાભાગે ભંડોળમાં કાપ મુકશે એ નાણાકીય બજારમાં ગભરાટ પેદા કરશે. તેમને સલાહ ફગાવી દીધી હતી. નાણા વિભાગના ટોચના સિવિલ સેવક ટોમ સ્કાલરને બરતરફ કરવામાં આવ્યા હતા, જેમની પાસે બહોળો અનુભવ હતો અને તેઓ તેમને સારી સલાહ આપી શકતા હતા.