Mexico Parliament aliens Dead bodies : મેક્સિકોની સંસદમાં 1000 વર્ષ જૂના એલિયન્સના મૃતદેહો દર્શાવાયા, શું એલિયન્સ છે?

મેક્સિકોની સંસદમાં એક કાર્યક્રમ દરમિયાન એલિયન્સની એક હજાર જૂની લાશોનું લાઈવ સ્ટ્રીમિંગ દુનિયાની સામે કરવામાં આવ્યું.

Written by Kiran Mehta
Updated : September 14, 2023 18:10 IST
Mexico Parliament aliens Dead bodies : મેક્સિકોની સંસદમાં 1000 વર્ષ જૂના એલિયન્સના મૃતદેહો દર્શાવાયા, શું એલિયન્સ છે?
મેક્સિકો કોંગ્રેસ ખાતે એલિયન બોડીનું અનાવરણ ? (@KageSpatz) Twitter

Mexico Parliament aliens Dead bodies : શું તમે પહેલાં ક્યારેય એલિયનનું શબ જોયું છે? શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? મેક્સિકોની સંસદમાં એક કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ મૃતદેહોને વિશ્વ સમક્ષ લાઇવ સ્ટ્રીમ કર્યા, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. વાસ્તવમાં, મેક્સિકો કોંગ્રેસના આયોજનમાં લોકોને એલિયન્સના મૃતદેહો જોવા મળ્યા. દાવો કરવામાં આવ્યો છે કે, આ મૃતદેહ લગભગ 1000 વર્ષ જૂના છે. માનવ શરીર જેવા દેખાતા આ મૃતદેહો એલિયન્સના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અવશેષો પત્રકાર અને યુફોલોજિસ્ટ જેઈમ મૌસન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

આ અંગે મેટ્રોએ જણાવ્યું હતું કે, એલિયન્સના મૃતદેહ 1,000 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. “આ નમુનાઓ આપણા સ્થાનિક વિકાસનો ભાગ નથી… આ એવા જીવ નથી જે UFO કાટમાળ પછી મળી આવ્યા હતા. આ ડાયટોમ (શેવાળ) ખાણોમાંથી મળી આવ્યા હતા અને 1857માં અવશેષો બન્યા પછી. આ સિવાય સંબંધિત ઘણી અજાણી અસામાન્ય ઘટનાઓ વિશે તેમણે દાવા કર્યા હતા.

આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલા નથી

માવસને વધુમાં જણાવ્યું હતું કે, સેમ્પલનો અભ્યાસ ઓટોનોમસ નેશનલ યુનિવર્સિટી ઓફ મેક્સિકો (UNAM) દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યાં વૈજ્ઞાનિકો ડીએનએ કાઢવા અને ઉંમર ચકાસણી કરવા માટે રેડિયોકાર્બન ડેટિંગનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા. “લોકોને બિન-માનવ તકનીક અને બિન-માનવ સંસ્થાઓ વિશે જાણવાનો અધિકાર છે. માવસને કહ્યું કે, અમે એવા વિષય વિશે વાત કરી રહ્યા છીએ, જે માનવતાને જોડે છે, અલગ નથી. આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આપણે આ સત્યને સ્વીકારવું જોઈએ.”

આ દરમિયાન યુએસ નેવીના પૂર્વ પાયલટ લેફ્ટનન્ટ રેયાન ગ્રેવ્સ પણ માવસન સાથે હાજર હતા. ગ્રેવ્સે જુલાઈમાં યુએસ કોંગ્રેસની સુનાવણીમાં પુરાવા આપ્યા હતા. હાર્વર્ડ ખાતે એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર અવી લોએબે પણ હાજરી આપી હતી. પ્રોફેસર લોએબે ઉલ્કાઓમાંથી એકત્રિત કરેલા ગોળાકારની તેમની તાજેતરની તપાસના પરિણામો શેર કર્યા. જેની ઉત્પત્તિ આપણા સૌરમંડળની બહાર હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોAirbus C-295 | ભારત : એરફોર્સની તાકાત વધી, એરબસે ભારતને સોપ્યું પ્રથમ C-295 એરક્રાફ્ટ, જાણો શું છે તેની ખાસિયત?

મેક્સિકન કોંગ્રેસને સંબોધતા લોએબે કહ્યું કે, ‘આપણે એકલા છીએ એવું વિચારવું એ આપણુ ઘમંડ છે’. તેમણે સૂચવ્યું કે, કદાચ માનવજાત પહેલાં પૃથ્વી પર અન્ય જીવો હતા. હવે આ અંગે સોશિયલ મીડિયા પર લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક કહે છે કે, આ બધાનો કોઈ ઉપયોગ નથી જ્યારે ઘણા માને છે કે, એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે. તો સારું, આ વિશે તમારો અભિપ્રાય શું છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ