Ritu Sarin: મ્યાનમારના ગાઢ જંગલોમાંથી યુરોપ અને અમેરિકા સુધી પહોંચતુ સાગનું લાકડું હવે ભારત થઇને અનેક દેશોમાં પહોંચી રહ્યું છે. ફર્નિચર તેમજ લકઝરી યાટ્સ માટે સૌથી મૂલ્યવાન ગણાતું સાગના લાકડાનો વેપાર મ્યાનમારથી થઇ રહ્યો છે. જો કે હવે ભારત પણ તેના માટે એક મુખ્ય બજાર તરીકે ઉભરી આવ્યું છે.
ચીન પછી ભારત કંઇ રીતે બન્યું ‘લિકેજ કન્ટ્રી’?
મ્યાનમારમાં વર્ષ 2021ના સૈન્ય તખ્તાપલટ બાદ દેશમાંથી પશ્વિમી દેશોને લાડડાના વેપાર પર લાદેલા પ્રતિબંધ બાદ ભારત તે માટે પસંદીદા સ્પોટના રૂપમાં ઉભરી રહ્યુ છે. મ્યાનમારથી લીક થયેલા સરહદ કસ્ટમ ડેટા, વૈશ્વિક વેપારના આંકડા અને મુખ્ય લાકડાની બજારોની મુલાકાતના આધારે પત્રકારોની આંતરરાષ્ટ્રીય સંઘના સહયોગ સાથે ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ઇન્વેસ્ટિગેશનમાં ઘણા મોટા ખુલાસા થયા છે.
ચીન પછી ભારત ‘લીકેજ કન્ટ્રી’
રેકોર્ડ દર્શાવે છે કે, કેવી રીતે ચીન પછી ભારત ‘લીકેજ કન્ટ્રી’ બની ગયું છે. મ્યાનમારથી સાગના લાકડાના બીજા સૌથી મોટા આયાતકાર ભારતે યુએસ અને યુરોપિય સંઘને નિકાસ માટે મ્યાનમારથી સાગની આયાત પર પ્રતિબંધ મૂક્યો નથી.
ભારતે 10 મિલિયનથી વધુ મૂલ્યના સાગની આયાત કરી
ગ્લોબલ વોચડોગ ફોરેસ્ટ વોચ અનુસાર, ફેબ્રુઆરી 2021 અને એપ્રિલ 2022 વચ્ચે ભારતીય કંપનીઓએ 10 મિલિયન ડોલરથી વધુના મૂલ્યના સાગની આયાત કરી હતી. સત્તાપલટો પછી એકંદરે, યુએસ-આધારિત ફોરેસ્ટ ટ્રેન્ડ્સે પોતાના અહેવાલમાં પ્રકાશિત કર્યું છે કે, મ્યાનમારમાંથી લાકડાની નિકાસનો લગભગ એક ક્વાર્ટર ભારતમાં ગયો છે.
રેકોર્ડમાં સામેલ બે સૌથી પ્રમુખ ભારતીય નિકાસકારો એમપી વિનિયર અને તેમની સહયોગી કંપનીઓ, આકાંક્ષા એન્ટરપ્રાઇઝ અને ATEC જે અનુક્રમે ભોપાલ અને નાગપુર સ્થિત છે.આ સિવાય ફ્રેન્ડ્સ ટિમ્બર પ્રાઈવેટ લિમિટેડ (FTPL) જે નાગપુરમાં આવેલી છે.
યૂરોપીય સંઘ, અમેરિકા, બ્રિટેન સ્વિટ્ઝર્લૅન્ડ અને કૅનેડા દ્વારા મ્યાનમાર વનસંવર્ધન ઉદ્યોગ સામે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય સંચાલિત મ્યાનમાર ટિમ્બર એન્ટરપ્રાઇઝ (MTE)નો સમાવેશ થાય છે, જેની પાસે દેશના લાકડાના વિશિષ્ટ અધિકારો છે.
સપ્ટેમ્બર 2021માં કંપનીઓના નાણાકીય માર્ગો અને સપ્લાય ચેન પર નજર રાખતા, EIAએ જણાવ્યું કે, કેવી રીતે ફ્રેન્ડ્સ ટિમ્બર યુરોપિયન ટિમ્બર કંપનીઓના વિશાળ નેટવર્કનો ભાગ હતો. EIAનો પુરવઠો MTE થી શરૂ થાય છે અને સાગ ફ્રેન્ડ્સ ટિમ્બર દ્વારા અને પછી ક્રોએશિયાઇ કંપની વિયેટર પુલામા માધ્યમથી ઇટાલીમાં કોમિલેગ્નો સુધી પહોંચે છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં ખુલાસો
ડચ સમાચાર પત્ર NRC દ્વારા પ્રાપ્ત કસ્ટમ ડેટા આ લિંકને સમર્થન આપે છે.જે દર્શાવે છે કે, ફ્રેન્ડ્સ ટિમ્બરે તાજેતરમાં ઓક્ટોબર 2022 સુધી ઘણી EU કંપનીઓને મ્યાનમાર સાગની નિકાસ કરી હતી. જ્યારે ધ ઈન્ડિયન એક્સપ્રેસ નાગપુરના કાપ્સી ખુર્દ વિસ્તારમાં ફ્રેન્ડ્સ ટિમ્બરની મુલાકાતે પહોંચ્યું ત્યારે તેની કરવત અને વેરહાઉસમાં તાન્ઝાનિયા અને મ્યાનમારથી સાગના શિપમેન્ટનો ભંડાર હતો.
આ પણ વાંચો: ક્લાઈમેટ ચેંજ : પરવાળાના ખડકોને થઇ રહ્યું છે નુકસાન, જાણો અહીં
80,000 મેટ્રિક ટનથી વધુ સાગ આયાત
કંપનીના ડિરેક્ટરો સમીર જાયસ્વાલ અને પુનીત કોહલીએ સ્વીકાર્યું હતું કે 80,000 મેટ્રિક ટનથી વધુ સાગ, જે તેમના વર્તમાન સ્ટોકના 60% કરતાં વધુ છે, મ્યાનમારથી આયાત કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2021માં મ્યાનમારમાં લશ્કરી બળવા પહેલા તેની ચૂકવણી કરી દીધી હતી અને તેમાંથી કેટલાક શિપમેન્ટ હજુ પણ આવી રહ્યા છે.