ઇન્ડોનેશિયા શહેર બાલીમાં જી-20 શિખર સંમેલનમાં પહોંચેલા નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રવાસી ભારતીયોઓને સંબોધિત કરી કર્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે “2014 પહેલા અને પછી ભારતમાં ખુબજ બદલાવ આવ્યા છે. જે સૌથી મોટો તફાવત આવ્યો છે તે ‘સ્પીડ’નો છે. તેમણે કહ્યું આજ ભારત અભૂતપૂર્વ સ્કેલ અને સ્પીડ પર આગળ વધી રહ્યું છે”, ” તેમણે દાવો કર્યો કે, ” અમે હવે નાના સપનાઓ જોતા નથી. 2014માં 32 કરોડથી વધુ બેન્ક એકાઉન્ટ ખુલ્યા છે. જે અમેરિકાની વસ્તીથી પણ વધારે છે”, ” આજ ભારત ઝડપથી આગળ વધતી અર્થવ્યસ્થા બન્યું છે.”
વડાપ્રધાને ક્ષેત્રોને સૂચિબદ્ધ કર્યા જેમાં ભારત હાલ નંબર વન પર છે જેમાં સ્માર્ટફોન ડેટા વપરાશ, IT આઉટસોર્સીંગ અને અમુક દવાઓ અને રસીઓનું ઉત્પાદન સામેલ છે. તેમને કહ્યું, ” ભારતની પ્રતિભા, ટેક્નોલોજી, ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીએ દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. આજે વિશ્વની ઘણી મોટી કંપનીઓમાં ભારતીય મૂળના CEO( મુખ્ય કાર્યકારી અધિકરી) છે.
તેમણે કહ્યું કે 21મી સદીમાં ભારત દુનિયા માટે આશાનું એક કિરણ છે. તેમણે ભારતની એક વિકાસગાથા, તેમની ઉપલબ્ધીઓ અને ભારત દ્વારા વિભિન્ન ક્ષેત્રો જેવા કે ડિજિટલ ટેક્નોલોજી, ફાઇનાન્સ, સ્વાસ્થ્ય, ટેલિકોમ અને અંતરિક્ષમાં કરેલી પ્રગતિ પર પ્રકાશ પાથર્યો. તેમણે અમેરિકા, બ્રિટેન અને ચીન સહિત ઘણા દેશોના રાષ્ટ્રધ્યક્ષો સાથેની પોતાની મુલાકાતની ચર્ચા કરતા જણાવ્યું હતું કે દુનિયાની નજર આજ ભારત પર છે.
તેમણે કહ્યું કે ભારત હવે સૌથી મોટી પ્રતિમાઓ, સૌથી મોટા સ્ટેડિયમોનું નિર્માણ કરી રહ્યું છે. મોદીનું નેતૃત્વ ધરાવતી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સરકાર 2014માં સત્તામાં આવી હતી. સત્તાધારી ભાજપ સરકારે 2019માં ચૂંટણીમાં પોતાની સત્તા જાણવી રાખી હતી. પંરતુ મોદી આડકતરી રીતે તેમની સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કરી રહ્યા હતા, પરંતુ તેમને અગાઉની સરકારો કે કોઈ રાજકીય પક્ષનું નામ લેવાનું ટાળ્યું હતું.
ભારત ઊંચા વિચારો ધરાવે છે અને ઊંચા લક્ષ્યો રાખે છે
તેમણે એ પણ કહ્યું કે વિકાસ માટે ભારતની વિસ્તૃત રૂપરેખામાં દુનિયાની રાજનીતિક અમે આર્થિક આકાંક્ષાઓ શામિલ છે અને આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિ વૈશ્વિક ભલાઈની ભાવનાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર આપ્યો કે ભારત હવે ઊંચું વિચારે છે અને ઊંચા લક્ષ્યો રાખે છે.
ઇન્ડોનેશિયાની ચર્ચા કરતા તેમણે કહ્યું કે ઇન્ડોનેશિયા ભાગ્યશાળી હતું કે ભારતથી 2 વર્ષ પહેલા સ્વતંત્રતા પ્રાપ્ત થઇ અને ભારત ઇન્ડોનેશિયા પાસેથી ઘણું શીખ્યું છે. જો કે તેમણે એ પણ કહ્યું કે ભારતની 75 વર્ષની લાંબી વિકાસ યાત્રામાં ઘણું છે, જે ઇન્ડોનેશિયાને આપી શકાય છે.
પીએમ મોદીએ ઓડિશાના કટકમાં ” બાલી જાત્રા” ઉત્સવનો પણ કર્યો ઉલ્લેખ
તેમણે ઇન્ડોનેશિયા મુખ્યરૂપે બાલી અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધો પર ભાર આપ્યો હતો. મોદીએ સભામાં હાજર લોકોને યાદ કરાવ્યું કે ઓડિશાના કટકના લોકો પણ ” બાલી જાત્રા” નામનો તહેવાર મનાવે છે. તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઇન્ડોનેશિયા અને બાલી દ્વીપથી પોતાના લગાવ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ” બાલીમાં કદાચ કોઈ એવું હશે જે તેમના જીવન દરમિયાન અયોધ્યા કે દ્વારકાની યાત્રા ન કરવા ઈચ્છતા હોય.
તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ” હજારો વર્ષો”ના સાંસ્કૃતિક સંબંધો વિષે વાત કરી હતી. તેમણે સંક્રાંતિ તહેવાર અને ભગવાન ગણેશની મૂર્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને ઘણીવાર ઇન્ડોનેશિયામાં જાહેર સ્થળો પર જોવા મળે છે.