NASA Artemis 1 Moon Mission Launch : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મૂન મિશન આર્ટેમિસ-1ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં થયું હતું. આર્ટેમિસ-1 મિશન નાસાના મંગળ મિશન પછી સૌથી મહત્વપૂર્ણ મિશન છે. નાસા આ રોકેટ દ્વારા ચાંદ પર ઓરિયન અંતરિક્ષ યાન મોકલી રહ્યું છે. આ સ્પેસશિપમાં 42 દિવસોમાં ચંદ્રની યાત્રા કરીને પરત ફરશે. 50 વર્ષ પછી યૂએસ અપોલો મિશન પછી પ્રથમ વખત અંતરિક્ષ યાત્રીઓને ચાંદ પર ઉતારવાની દિશામાં આ એક મોટું પગલું છે.
42 દિવસોમાં પૃથ્વી પર પરત ફરશે
આર્ટેમિસ-1 મિશન દરમિયાન ઓરિયન અને એસએલએલ રોકેટ ચંદ્રમાં પર પહોંચશે અને 42 દિવસોમાં પૃથ્વી પર પરત ફરશે. જો આ મિશન સફળ થાય તો 2025 સુધી અંતરિક્ષ યાત્રીઓને ચાંદ પર મોકલી દેવામાં આવશે. આર્ટિનેસ-1 મિશન પછી નાસાના વૈજ્ઞાનિક ચાંદ પર પહોંચવા માટે અન્ય જરૂરી ટેકનિક વિકસિત કરશે જેથી ચાંદની યાત્રા કરીને મંગળની યાત્રા કરી શકે.
ઓરિયન સ્પેસશિપ દુનિયાનું સૌથી તાકાતવર અને મોટા રોકેટના ઉપરના ભાગમાં રહેશે. આ સ્પેસક્રાફ્ટ માણસોની સ્પેસ યાત્રા માટે બનાવવામાં આવ્યું છે. ઓરિયન સ્પેસશિપ સૌથી પહેલા ધરતીથી ચંદ્રમા સુધી 4.50 લાખ કિલોમીટરની યાત્રા કરશે. આ પછી ચંદ્રમાના અંધારાવાળા ભાગ તરફ 64 હજાર કિમી દૂર જશે. ઓરિયન સ્પેસશિપ વગર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલી આટલી લાંબી યાત્ર કરનાર પ્રથમ અંતરિક્ષયાન બનશે.
આ પણ વાંચો – જી-20 સમિટ 2022 : પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ડિનર ઇવેન્ટમાં થઇ મુલાકાત
ચંદ્ર પર કેવી રીતે યાત્રા કરશે ઓરિયન
ઓરિયન ચંદ્ર પર સૌથી નજીક 97 કિમી અને સૌથી દૂર 64 હજાર કિમીની યાત્રા કરશે. ચંદ્ર પર આ અંડાકાર ઓર્બિટમાં ચક્કર લગાવશે. ઓરિયન ચંદ્ર પર બીજુ ચક્કર લગાવ્યા પછી પોતાના એન્જિનને ઓન કરશે. તેની ગ્રેવિટીથી બહાર નીકળીને ધરતી તરફ યાત્રા કરશે.
કેટલી ઝડપથી પરત ફરશે ઓરિયન સ્પેસશિપ
ઓરિયન ધરતી પર પાછા ફરતા જ મિશન ખતમ થઇ જશે. ધરતી પર પરત ફરતા પહેલા તેની ગતિ 40 હજાર કિલોમીટર પ્રતિ કલાક રહેશે. વાયુમંડળમાં આવતા જ ગતિ 480 કિલોમીટર પ્રતિ કલાક થઇ જશે. તે સમયે તેણે લગભગ 2800 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સહન કરવું પડશે. સમુદ્રથી 25 હજાર ફૂટ ઉપર સ્પેસક્રાફ્ટમાં બે પેરાશૂટ ખૂલશે. ત્યારે સ્પીડ ઘટીને 160 કિલોમીટર પ્રતિ કલાક થઇ જશે. તેના થોડા સમય પછી મુખ્ય ત્રણ પેરાશૂટ ખુલશે. પછી ગતિ 32 કિલોમીટર પ્રતિ કલાક થઇ જશે. ત્યારે તે સૈન ડિએગો પાસે પ્રશાંત મહાસાગરમાં લેન્ડ કરશે.