Nepal General Elections: નેપાળની સામાન્ય ચૂંટણીમાં રખેવાળ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા ફરી ચૂંટાયા હતા. સત્તાધારી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબ ચૂંટણીમાં 25,534 મતોની સાથે ધનકુટાના ગૃહ જિલ્લામાંથી સતત સાતમી વાર ચૂંટાયા હતા.
પીએમ દેબુઆએ નિષ્પક્ષ ચૂંટણી માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેબુઆના સંસદીય અને પ્રાંતીય ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપૂર્ણ થયા પછી નેપાળના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેબુઆએ નિવેદન આપ્યું હતું કે નેપાળના બધા લોકો લોકતંત્રને મજબૂત કરવા અને સંવિધાનની રક્ષા કરવા તેમની પુરી જવાબદારી નિભાવી રહ્યા છે.
દેબુઆએ ચૂંટણી આયોગ, ચૂંટણી માટે ફરજ બજાવતા કર્મચારીઓ, સુરક્ષા કર્મીઓ,રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ચૂંટણી સુપરવાઇઝર, રાજનીતિકદળો અને પત્રકારોને પણ તેમન યોગદાન માટે આભાર વ્યકત કર્યો હતો.
નેપાળમાં 61% મતદાન: શેર બહાદુર દેબુઆના પ્રતિસ્પર્ધી સાગર ધકાલને ચૂંટણીમાં 13,042 હતા. નેપાળમાં 20 નવેમ્બરે થયેલ સંસદીય અને પ્રાંતીય ચૂંટણી માટે સોમવારે ગણતરી થઇ હતી. રવિવારે થયેલ પ્રતિનિધિ સભા અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી માટે નેપાળમાં 61% મતદાન થયું હતું. નેપાળના ચૂંટણી આયોગ અનુસાર, 20 નવેમ્બરે થયેલ સંસદીય અને પ્રાંતીય ચૂંટણીમાં લગભગ 61% મતદાતાઓએ મતદાન કર્યું હતું.
આ પણ વાંચો: સોલોમન ટાપુ પર ભયંકર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
વોટિંગ દરમિયાન એકનું મોત:
વોટિંગ દરમિયાન હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ન્યુઝ એજેન્સી ભાષાના મત અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે બાજૌરના ત્રિબેની નગરપાલિકાના નટેશ્વરી વિધાયલમાં બનેલ મતદાન કેન્દ્ર પર એક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત ચૂંટણી સંબંધી હિંસાના કારણે ચાર જીલ્લા સુર્ખરત, ગુલમી, નવલપરાસી અને બાજુરામાં 15 મતદાન કેન્દ્ર પર ચૂંટણી સ્થગિત કરી હતી. નેપાળની સંસદની કુલ 275 સીટો અને પ્રાંતીય વિધાનસભાઓની 550 સીટો માટે વોટિંગ થયું હતું. 2015માં ઘોષિત કરાયેલ સંવિધાન પછી આ બીજી ચૂંટણી થઇ હતી.
મતદાન ચૂંટણી આયોગની અપેક્ષાથી થયું ઓછું:
20 નવેમ્બરએ એક પ્રેસ કોન્ફેરેન્સને સંબોધિત કરતા, નેપાળના મુખ્ય ચુનાવ આયુક્ત દિનેશ કુમાર થપલીયાએ કહ્યું હતું કે પ્રારંભિક ડેટાના આધાર પર 61% મતદાન થયું હતું. તેમને કહ્યું કે, ” જો કે મતદાન ચૂંટણી આયોગની અપેક્ષાથી ઓછું થયું છે”, મુખ્ય ચૂંટણી આયોગના કમિશનરે કહ્યું કે હિંસાની થોડી ઘટનાને છોડી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થઇ હતી. નેપાળી મતદાતા સ્થિર સરકાર અને વિકાસની આશાની સાથે સમયાંતરે પર થતી સામાન્ય ચૂંટણીઓ તરફ આગળ વધી રહ્યા છે.